3 નંબર સેલિબ્રિટી તો બોડી બનાવી તો પણ ભયંકર રીતે ફ્લોપ રહ્યો
આપણે બોલિવૂડમાં જોયું છે કે જયારે પણ કોઈ અભિનેતા કે અભિનેત્રી ડેબ્યુ કરે અને પછી હિટ થાય એ પછી અમુક જ વર્ષોમાં તેમનો દેખાવ સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. તેમના રંગરૂપ સદંતર જ બદલાઈ જાય છે અને પહેલી ફિલ્મ અને એ પછીની ફિલ્મોમાં તેમના દેખાવમાં જમીન આકાશનું અંતર જોવા મળે છે. ત્યારે આજે વાત કરીએ એવા બોલિવૂડ વિશે કે જેમને પોતાનું વજન ઘટાડીને તેમનો દેખાવ બદલ્યો છે. તેઓ પહેલા જાડા હતા અને પછી આજે ખૂબ જ અલગ દેખાય છે.
ભૂમિ પેડનેકર –

બોલિવૂડની ખૂબ જ પસંદ કરવામાં આવેલી ફિલ્મોમાંની એક ફિલ્મ દમ લાગે કે હઈસાથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર ભૂમિ પેડનેકર, તેની પહેલી ફિલ્મમાં ખૂબ જ જાડી હતી. પણ જેવી આ ફિલ્મ રિલીઝ થઇ એ પછી તરત જ તેને પોતાની જાતને ફિટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી અને હવે તે ખૂબ જ ફિટ અને સુંદર દેખાય છે.
આલિયા ભટ્ટ –

બધા જ જાણે છે કે આલિયા ભટ્ટ ફિલ્મોમાં આવી એ પહેલા જાડી હતી. આલિયા ભટ્ટે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં ડેબ્યુ કરતા પહેલા ત્રણ મહિનામાં જ 16 કિલો વજન ઉતાર્યું હતું. એ એટલી ફિટ ન હતી પણ તેને પોતાની જાતને ખૂબ જ સારી રીતે રજૂ કરી હતી.
હવે તે ફિટ છે અને તેને હવે જિમ જવાનો કીડો પણ લાગી ગયો છે. તેને પિતા મહેશ ભટ્ટની દેખરેખમાં ચુસ્ત ડાયેટ ફોલો કરી હતી. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે મળીને ન્યુયર વેકેશન માણી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે રણબીર કપૂર અને ડિરેક્ટર અયાન મુખર્જી સાથેની પોતાની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. અયાન પોતે આ સેલ્ફી લેતા જોવા મળે છે, જ્યારે આલિયા રણબીર સાથે જોવા મળી રહી છે.
અર્જુન કપૂર –

વધુ વજનના હોય અને પછી વજન ઘટાડીને ફિલ્મોમાં આવ્યા હોય એ કેટેગરીમાં ફક્ત અભિનેત્રીઓ જ નહિ પણ અભિનેતાઓ પણ સામેલ છે. અર્જુન કપૂર પણ વધુ પડતા વજનની સમસ્યાથી પીડિત હતો. પણ હવે છોકરીઓ તેના સિક્સ પેક એબ્સ અને તેના હ્યુમર પર ફિદા થઇ રહી છે.બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂર સાથેના સંબંધને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. મલાઈકા તેની તસ્વીર અને વિડીયો શેર કરટી રહે છે. મલાઈકા અરોરા તેના અને અર્જુન કપૂરના સંબંધને થોડા સમય પહેલા જ જાહેર કર્યો હતો.
તેને ફિલ્મ જગતમાં ડેબ્યુ ફિલ્મ ઇશકઝાદેથી કર્યું હતું. આદિત્ય ચોપરાએ આ ફિલ્મ માટે તેને લીધો એ પહેલા તેનું વજન 130 કિલો હતું. પણ પછીથી તેને 4 વર્ષની અંદર 50 કિલો વજન ઉતાર્યું છે.હાલમાં જ અર્જુન કપૂરની ફિલ્મ પાણિપતનું ટ્રેલર રિલીઝ થયું હતું. ફિલ્મમાં ટ્રેલર લોન્ચ દરમિયાન અર્જુન કપુરે તેની ફિલ્મોમાં સિવાય તેની અંગત જિંદગીને લઈને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આટલું જ નહીં અર્જુન કપૂરે તેના લગ્નને લઈને મહત્વપૂર્ણ વાત કરી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર,અર્જુન કપૂરને તેના લગ્નને લઈને કરેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, તે હાલમાં લગ્ન કરવા નથી માંગતો. જયારે પણ લગ્ન કરશે બધાને આમંત્રિત કરશે.
અદનાન સામી –

ટોચના ગાયકોમાંથી એક અદનાન સામી એક સમયે તેમના વધુ પડતા વજનને કારણે ટ્રાવેલ કરતી વખતે વહીલચેર પર ફરતા હતા. પણ એ પછી વર્ષ 2007માં તેમને તેમનું વજન ઘટાડીને નવા અવતાર સાથે બધાને જ ચોંકાવી દીધા હતા. અદનાન સાંઈનું વજન 206 કિલો હતું અને એક જ વર્ષમાં તેમને 130 કિલો વજન ઘટાડી દીધું હતું.
ઝરીન ખાન –

ઝરીન ખાનને સલમાન ખાને લોન્ચ કરી હતી અને તેની ડેબ્યુ ફિલ્મ વીર બાદ મીડિયાએ તેના વધુ પડતા વજનને કારણે ખૂબ જ આલોચના કરી હતી. આ પછી તેને પોતાનું વજન ઘટાડવા માટે સખત મહેનત કરી અને હવે તે પોતાના બોલ્ડ લૂક માટે ઓળખાય છે. એક સમયે તેનું વજન 100 કિલો હતું અને હવે તેનું વજન લગભગ 57 કિલો છે.
બોલિવૂડની ખૂબ જ આકર્ષક અભિનેત્રીઓમાંની એક ઝરીન ખાને તેના કર્વી ફિગર માટે ખૂબ જ મહેનત છે. ડોક્ટર બનવા ઇચ્છતી ઝરીને મોડેલિંગ દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ શોખને પૂરા કરવા માટે, તેણીએ એક વર્ષમાં 43 કિલો વજન ઘટાડ્યું હતું. ઝરીનનું માનવું છે કે યોગ્ય આહાર અને કસરતનાં કોમ્બિનેશનથી તેને વજન ઘટાડ્યું છે.
સોનાક્ષી સિંહા –

સોનાક્ષી સિંહા અભિનય ક્ષેત્રમાં આવી એ પહેલા તેનું વજન 90 કિલો હતું. એ પછી જયારે તેને સલમાન ખાનની ફિલ્મ દબંગથી ડેબ્યુ કર્યું ત્યારે તેને 30 કિલો વજન ઘટાડ્યું હતું. હવે તેને વધુ વજન ઘટાડ્યું છે અને હવે તે સુપર ફિટ દેખાય છે. એ જિમ જાય છે સખત વર્કઆઉટ કરે છે જેથી તે ફિટ દેખાઈ શકે.
કલંક, મિશન મંગલ જેવી એક પછી એક દમદાર ફિલ્મો આપનારી સોનાક્ષી સિંહા અમુક દિવસો પહેલા જ કૌન બનેગા કરોડપતિ શો માં પહોંચી હતી. આ શો માં કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં રાજસ્થાનની રૂમાદેવી પહોંચી હતી જેનો સાથ આપવા માટે સોનાક્ષીએ શો માં એન્ટ્રી લીધી હતી.
શો ના દરમિયાન અમિતાભજીએ સોનાક્ષીને રામાયણ સાથે જોડાયેલો સામાન્ય એવો સવાલ પૂછ્યો હતો. જેનો જવાબ આપવા માટે સોનાક્ષી અસમર્થ હતી અને લાઇફલાઈનનો ઉપીયોગ કરવા પર તે દરેક કોઈની નજરમાં આવી ગઈ અને આલોચનાનો શિકાર બની ગઈ હતી.
સોનમ કપૂર –
બોલિવૂડની સ્ટાઇલ આઇકોન જેને કહેવાય છે એ અભિનેત્રી સોનમ કપૂર પણ એક સમયે ખૂબ જ જાડી હતી. સોનમ કપૂર તેના અભિનય કરતા તેના કપડાઓ માટે વધુ પ્રખ્યાત છે. તે ફિલ્મ સાંવરિયામાં આવી એ પહેલા તેનું વજન 86 કિલો હતું. ફિલ્મમાં તેના લૂક માટે તેને 30 કિલો વજન ઘટાડ્યું હતું.
થોડા દિવસો પહેલા સોનમ કપૂરે નવા વર્ષને વધાવવા અને ગત વર્ષને યાદ કરીને એક રોમેટિંક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા સાથે લિપલોક કરતી નજરે ચડે છે. આ વિડીયો ઇટલીનો છે. હાલ સોશિયલ મીડિયામાં સોનમ અને આનંદ આહુજાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, પાછળનો દાયકો એકદમ શાનદાર રહ્યો હતો. મેં ઘણી સારી ફિલ્મમાં કામ કર્યું હતું. આ દરમિયાન ઘણા અમેઝિન લોકો મળ્યા હતા જે જીવનભરનો સાથ આપ્યો છે. મેં મારી બહેન રિયા કપૂર સાથે ત્રણ ફિલ્મમાં બનાવી છે તેનાથી એ સાબિત થયું કે, બહેન એક સારી પાર્ટનર છે.
પરિણીતી ચોપરા –

એક સમયે પરિણીતી ચોપરા પણ તેના વધારે વજનને કારણે આલોચનાનો ભોગ બની હતી. એ ફક્ત ચબી જ નહિ, જાડી હતી. એ પછી તેને સખત મહેનત કરી, કસરત કરી અને પછી તેના નવા અવતાર સાથે ગીત જાનેમન આહથી બધાને જ ચોંકાવી દીધા હતા.
બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આજકાલ તેની ફિલ્મને લઈને બહુજ ચર્ચામાં છે.પરિણીતી બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલની બાયોપિકમાં નજરે આવશે.
તેના માટે તનતોડ મહેનત કરે છે. તો બીજી તરફ પરિણીતી બેડમિન્ટન રમવાનું શીખી રહી છે. હાલમાં જ પરિણીતી નેહા ધૂપિયા ના ચેટ શો બીએફએફવિદ વોગમાં પહોંચી ઘણા મુદ્દા પર ખુલીને ચર્ચા કરી હતી.
જણાવી દઈએ કે, ગયા વર્ષ ડિસેમ્બરમાં પ્રિયંકા ચોપડાના લગ્ન અમેરિકી સિંગર નિક જોન્સ સાથે જોધપુરના ઉમેદ પેલેસમાં થયા હતા. ત્રણ દિવસ ચાલેલા આ ફંક્શનમાં હિન્દૂ અને ક્રિશ્ચિયન રીત રિવાજોથી લગ્ન કર્યાં હતા. આ લગ્નનની ઘણી ચર્ચા પણ થઇ હતી.
જેકી ભગનાની –

જેકી ભગનાની તેના બાળપણની તસવીરો કરતા હવે ખૂબ જ હેન્ડસમ દેખાય છે. પોતાની ડેબ્યુ ફિલ્મ કલ કિસને દેખા પહેલા જેકી ભગનાનીનું વજન 130 કિલો હતું. પરંતુ હવે જેકી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે શર્ટલેસ પણ પોઝ આપી શકે છે. તેને 2 વર્ષમાં કડક ડાયેટ પ્લાન ફોલો કરીને 60 કિલો વજન ઉતારી દીધું હતું.
શ્રુતિ હાસન

કમલ હાસનની લાડલી શ્રુતિ હાસન પણ ફિલ્મમાં આવતા પહેલા બહુજ જ જાડી હતી. શ્રુતિ હાસન આમ તો સાઉથની ફિલ્મોમાં કામ કરે છે. ફિલ્મોમાં કરિયર બનાવતા પહેલા તે એક રેડિયો સ્ટેશનમાં કામ કરતી હતી. શ્રુતિનું વજન બહુ વહદરે હોય તેને કોસ્મેટિક સર્જરી કરાવી વજન ઘટાડ્યું હતું.
જાહ્નવી કપુર

શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂરે ફિલ્મમાં અવવવતા પહેલા 10 કિલો જેટલું વજન ઘટાડ્યું છે.જાહ્નવી કપૂર દિવસના 6 કલાક વર્કઆઉટ કરે છે. જાહ્નવી વર્કઆઉટની શરૂઆત દિવસના 3 કલાકથી કરી હતી.