ફિલ્મી દુનિયા

ફરહાન અખ્તરની તેમની ગર્લફ્રેન્ડ સાથેની તસવીરો થઇ વાયરલ, જુઓ અહીં

ફરહાન અખ્તર આજકાલ તેમના શિબાની દાંડેકર સાથેના સંબંધોના કારણે ખૂબ ચર્ચાઓમાં રહે છે. હાલમાં પણ બંનેની એક તસ્વીર ખૂબ જ વાયરલ થઇ રહી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. તસ્વીરોમાં ફરહાન અખ્તર તેમની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે બીચ પર સમય ગાળતા દેખાઈ રહયા છે. પરંતુ આ તસવીરો ક્યાંની છે અને ક્યારની છે એ વાતની જાણકારી નથી.

આ વાયરલ થઇ રહેલી તસ્વીરમાં ફરહાન મલ્ટીકલર શોર્ટ્સમાં જોવા મળે છે, જયારે શિબાનીએ બ્રાઉન કલરની બિકીની પહેરેલી છે. જો કે આ પહેલીવાર નથી કે બંનેની તસ્વીરો સામે આવી હોય. આ પહેલા પણ મેક્સિકોમાં તેઓના વેકેશનની તસવીરો વાયરલ થઇ ચુકી છે.

ફરહાન અને શિબાની ઘણીવાર એકબીજાની સાથે સમય પસાર કરતા જોવા મળે છે. ચાહકો તેમની આ જોડીને ઘણી પસંદ પણ કરે છે. તેમના આ સંબંધો તેમના પરિવારને પણ મંજુર છે એ વાતની સાબિતી છે કે શિબાનીએ હોળી ફરહાનના પરિવાર સાથે મનાવતી તસવીરો શેર કરી હતી. જેમાં ફરહાન અને શિબાની સાથે જાવેદ અખ્તર પણ પાર્ટી એન્જોય કરતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

🌈 @faroutakhtar #javedakhtar @abheetgidwani @ankurtewari @thesubaya 📸 @sandymridul 🌟

A post shared by Shibani Dandekar (@shibanidandekar) on

વર્ષ 2017માં ફરહાને પત્ની અધુના સાથે આપસી સહેમતી સાથે છૂટાછેડા લીધા હતા. તેમને બે દીકરીઓ પણ છે. આ પછી વર્ષ 2018માં ફરહાન અને શિબાનીના સંબંધોની વાતો સામે આવી હતી. એ પછી ફરહાન અને શિબાનીએ ન્યુયર મનાવતી કેટલીક તસવીરો શેર કરીને પોતાના સંબંધોને જાહેર કર્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, બંને આ વર્ષના અંત સુધી કે 2020ની શરૂઆતમાં લગ્ન કરી શકે છે. ફરહાનની દીકરીઓ પણ શિબાનીને પસંદ કરે છે, એવું જણાવવામાં આવી રહ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks