સોશિયલ મીડિયા અને બોલીવુડની ખબરોમાં અત્યારે શિલ્પા શેટ્ટીના મા બનવાની ખબર ખુબ જ ચર્ચાઈ રહી છે, રાતો રાત મા બનાવ ઉપર ઘણા લોકોને આશ્ચર્ય પણ થઇ રહ્યું છે, 15 ફેબ્રુઆરીના રોજ શિલ્પાએ એક દીકરીને જન્મ આયો તેના સમાચાર તેને 21 ફેબ્રુઆરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને જણાવી હતી.

ઘણા લોકો શિલ્પાને મા બનાવ ઉપર ખુશ છે છતાં આશ્ચર્યમાં પણ છે. તેના ચાહકો તેને એમ પણ પૂછી રહ્યા છે કે “તે પ્રેગ્નેટ ક્યારે હતી?” પરંતુ આ બધા સવાલોના જવાબ કોઈની પાસે નથી, શિલ્પા શેટ્ટી બીજીવાર મા બની છે અને આ વખતે સેરોગેસી દ્વારા તેને એક બાળકીને જન્મ આપ્યો છે. આ બધા રહસ્યો વચ્ચે ડાયરેક્ટર ફરહા ખાને શિલ્પા શેટ્ટીના મા બનવાનું રહસ્ય દર્શાવતી એક કોમેન્ટ કરી છે.

ફરાહ ખાને શિલ્પા શેટ્ટીની પોસ્ટ ઉપર કોમેન્ટ કરીને જણાવ્યું છે કે “ભગવાન ટેરો આભાર, હવે હું આનાથી વધારે રહસ્ય નહીં છુપાવી શકું, શુભકામના, શુભકામના અને શુભકામના.” ફરાહ ખાનની આ કોમેન્ટ દ્વારા એટલું સ્પષ્ટ સમજાઈ રહ્યું છે કે શિલ્પા શેટ્ટીએ ભલે દુનિયા સામે પોતાના માયા બનવાનું રહસ્ય છુપાવ્યું હશે પરંતુ ફરાહ ખાનને આ વાતની જરૂર ખબર હશે. શિલ્પા શેટ્ટીને મા બનવા ઉપર ફિલ્મ જગતના લોકો અને તેના ચાહકો દ્વારા શુભકામનો પણ મળી રહી છે.
View this post on Instagram
શિલ્પા શેટ્ટીએ આ પહેલા પણ જણાવ્યું હતું કે તે એક દીકરી ઇચ્છતી હતી, અને તેને સેરોગેસી દ્વારા મેળવી છે. બાળકીનું નામ પણ તેને પહેલાથી જ વિચાર્યું હતું. સમીશા શેટ્ટી કુન્દ્રા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.