ખબર

બાઈક રેસ જોવા માટે ક્રેઈન લઈને આવ્યા લોકો, સોશિયલ ડિસ્ટેંસીન્ગનું એક અનોખું ઉદાહરણ, તસવીરો વાયરલ

કોરોનાના કારણે ઘણું બધું બદલાઈ ગયું છે, સામાન્ય જીવનથી લઈને આપણી રહેણી કરણી બધામાં ઓચિંતો બદલાવ લાવવો પડ્યો છે. ત્યારે આ વાયરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટેંસીન્ગ એક મોટી બાબત બની ગઈ છે. જેના કારણે લોકો એકબીજા વચ્ચે સામાજિક અંતર જાળવી રાખે છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસીન્ગ રાખવાની અલગ અલગ રીતો આપણે જોઈ હશે પરંતુ એક રેસિંગ દરમિયાન બનેલી આ ઘટના તમને પણ નવાઈ પમાડશે.

Image Source

પોલેન્ડના લબ્લિન શહેરની અંદર 13 હજાર લોકોની ક્ષમતા વાળા સ્ટેડિયમની અંદર બાઈક રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સોશિયલ ડિસ્ટેંસીન્ગના કારણે માત્ર 25 ટકા સીટો જ બુક કરવામાં આવી હતી, પરંતુ રેસના પ્રસંશકોને તો આ રેસ જોવી જ હતી. એટલા માટે ચાહકોએ એવી રીત શોધી કાઢી, જેના કારણે મેચ પણ જોઈ અને સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પણ પાલન થઇ ગયું.

Image Source

એક ન્યુઝ મીડિયા પ્રમાણે રેસ જોવા માટે પ્રશસંકોએ 21 ક્રેનો ભાડે લીધી હતી. દરેક ક્રેન ઉપર જગ્યા પ્રમાણે લોકો ચઢ્યા. ત્યાર બાદ ક્રેનને ઉઠાવવામાં આવી અને ચાહકોએ ઊંચાઇએથી આ રેસને નિહાળી.

Image Source

ક્રેન સ્ટડીયમની ચારેય તરફ ઉભી કરવામાં આવી હતી, અને કેટલીક ક્રેન સ્ટેડિયમની અંદર પણ ઉભી કરવામાં આવી, અને ચાહકોએ 65 ફૂટ ઉપરથી રેસની મઝા લીધી હતી.

એક ક્રેનની અંદર 2 થી 4 લોકો જ ચઢ્યા હતા અને રેસ પુરી થવા ઉપર ક્રેન ઉપર રહીને જ ચાહકોએ આતીશબાજી પણ કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.