કોરાના વાયરસના દર્દીઓની સારવારમાં ખડેપગે રહેતી નર્સો દેખાઈ છે કંઈક આવી, જુઓ તસ્વીર

0

હાલમાં ચીનમાં કોરાના વાયરસ ફાટી નીકળ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોના મૃત્યુ નિપજ્યા છે. કોરોના વાયરસને કારણે હજારો લોકોને તેની અસર થઇ છે. કોરોના વાયરસને કારણે ચીનથી આવતી-જતી ફલાઇટ પણ ઓછી કરી દેવામાં આવી છે. ચીનથી ભારત આવતા લોકોનું મેડિકલ ચેક કરવામાં આવે છે.

Image Source

લોકો તો કોરોના વાયરસના પીડિત લોકો હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. પરંતુ કોરોના વાયરસપીડિત લોકોની સારવાર કરતી નર્સેની હાલત પણ બહુજ ખરાબ થઇ ગઈ છે. તબીબ કર્મચારીઓની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં આંખ દિવસ માસ્ક પહેરવાને કારણે ગળામાં નિશાન પડેલી તસ્વીર વાયરલ થઇ રહી છે.

Image Source

તસ્વીરમાં જોઈ શકાય છે કે, વુહાનમાં કામ કરતા તબીબો અને નર્સ આખો દિવસ કામકાજ કર્યા બાદ હોસ્પિટલની પાળી પર સુઈ જાય છે. સોશિયલ મીડિયામમાં વાયરલ થઇ રહેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, કલાકો સુધી માસ્ક પહેરતા તેના કારણે પડેલા નિશાન અને ઉઝરડા જોઈ શકાય છે.

Image Source

આ ચહેરા પરથી જોઈ શકાય છે કે, ફક્ત ચહેરા પર જ જખ્મો નથી જોવા મળતા પરંતુ તબીબી કર્મચારીઓને માનસિક અને શારીરિક થાક પણ જોઈ શકાય છે. આ તસ્વીર પરથી જોઈ શકાય છે કે, કોરોના વાયરસની દેખભાળ કરનાર ડોક્ટર અને નર્સ તેની જાતની ચિંતા કર્યા વગર સંભાળ લઇ રહ્યા છે.

Image Source

ચાઈનાના એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વુહાનમાં કોરોના વાયરસના દર્દીઓ માટે તબીબ કર્મચારીઓએ ખડેપગે કામ કરી રહ્યા છે. ઘણા સ્ટાફ તો એ હદે થાકી ગયો છે કે, તેની શિફ્ટ શરૂ કરતા પહેલા તે હોસ્પિટલની ખુરશીઓ અનેપાળી પર જ સુઈ જાય છે.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, ડોકટરો અને નર્સ આ દર્દીઓ પહલ એટલા બધા વ્યસ્ત હોય છે કે, તેને બાથરૂમ જવાનો સમય નથી તો ભોજનનો પણ સમય નથી મળતો. દર્દીઓને સારવાર કરવા માટે રક્ષણાત્મક ગિયર પહેરવું ખુબ જ જરૂરી છે જે ચેપને રોકવા માટે સુરક્ષિત છે. ચહેરા પર આખો દિવસ માસ્ક લગાવવાથી હોસ્પિટલના દર્દીઓ અને તેના ચહેરા પર ફોલ્લીઓ અને તેના શરીર છોલાઈ જાય છે. એક અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયામાં લોકો હોસ્પિટલના સ્ટાફની ઘણી પ્રસંશા કરી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.