ખબર મનોરંજન

રાનુ મંડલની દીકરીએ માના મેનેજર પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું – માને મળવાની કોશિશ કરીશ તો પગ…

રાનુ મંડલનો લતા મંગેશકરનું ગીત ગાતો વિડીયો વાયરલ થયા બાદ હવે તે રાતોરાત સુપરસ્ટાર બની ગઈ છે, હવે તો રાનુને મોટી મોટી ઓફર્સ પણ મળવા લાગી છે. તેને હિમેશ રેશમિયા સાથે 3 ગીતો રેકોર્ડ કરી લીધા છે. ત્યારે હવે અતીન્દ્ર ચક્રવર્તી જેને રાનુનો વાયરલ વિડીયો રેકોર્ડ કર્યો હતો એ જ રાનુનું બધું જ કામ જોઈ રહ્યો છે. રાનુ તેને દીકરાની જેમ જ માને છે. આ બધા જ વચ્ચે રાનુની દીકરી એલિઝાબેથ સાઠી રોયે અતીન્દ્ર ચક્રવર્તી પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેને પોતાની માતા સાથે મળવા નથી દેતા.

 

View this post on Instagram

 

After 10 year 😭#ranu #himeshreshammiya #singers #daughter #love

A post shared by Ranu mondal (@ranu.mondal_) on

એલિઝાબેથે કહ્યું કે મને ધમકી આપે છે કે ‘અતીન્દ્ર ચક્રવર્તી અને તપન દાસ એવો દેખાડો કરે છે કે જાને તેઓ મારી મન સગા દીકરા ન હોય. તેમને અને ક્લબના બીજા સભ્યોએ મને ધમકી આપી છે કે જો હું મારી માની નજીક પણ જોવા મળી તો તેઓ મારા પગ તોડીને મને બહાર ફેંકાવી દેશે. એ લોકો ફોન પર પણ મને મારી મા સાથે વાત નથી કરવા દેતા. તેઓ મારી માને મારી વિરુદ્ધ ભડકાવી રહયા છે. મને નથી સમજાતું કે હું શું કરું.’

એલિઝાબેથે આગળ કહ્યું કે ‘અતીન્દ્ર અને તપન પ્રખ્યાત થવા માંગે છે, જો એવું નથી તો તેઓ પોતાનો કામ ધંધો અને પરિવારને છોડીને મારી મા સાથે મુંબઈ શા માટે ગયા. હું કોઈ એવું પગલું નથી ભરવા માંગતી કે જેનાથી મારી માતા પર નકારાત્મક અસર થાય, એવામાં તેઓ પોતાના સંગીત અને રેકોર્ડિંગ્સ પર ધ્યાન નહિ આપી શકે. તેમની માનસિક હાલત ઠીક નથી અને મીડિયા તેમને પરેશાન કરી રહી છે.’

Image Source

એલિઝાબેથે અતીન્દ્ર અને તપન પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ માની સાથે હોવાનું નાટક કરી રહયા છે, પણ તેઓ મારે માના પૈસાનો દુરુપયોગ કરવામાં લાગ્યા છે. બંને પરિવારને છોડીને મારી મા સાથે મુંબઈ જાય છે, પણ મને તેમની સાથે મુંબઈ જવા દેવામાં નથી આવતી. માના ઘરે જવા પર મને હકીકત જાણવા મળી કે માના ઘરમાં જરૂરી વાસણ પણ નથી અને તપન મારી મા પાસેથી પૈસા લેતો રહે છે. તેમને મા પાસેથી 10000 રૂપિયા લઈને તેમની માટે માત્ર 1 સૂટકેસ અને એક જોડી કપડાં ખરીદ્યા, મને તેમના પર ભરોસો નથી. હું મા સાથે રહેવા માંગુ છું અથવા તેમને મારી સાથે રાખવા માંગુ છું.

Image Source

રાનુ મંડલની દીકરી એલિઝાબેથ સાઠી રોયનું કહેવું છે કે તે ડિવોર્સી છે અને સિંગલ મધર છે. એ સુરીમાં એક કરિયાણાની નાની દુકાન ચલાવે છે અને પોતાના ચાર વર્ષના બાળકનું ધ્યાન રાખે છે. એલિઝાબેથ સાઠી રોય અનુસાર, રાનુના બે વાર લગ્ન થયા હતા. તે રાનુના પહેલા પતિની દીકરી છે અને તેના પિતાનું કેટલાક વર્ષો પહેલા નિધન થઇ ગયું. રાનુનો બીજો પતિ જીવે છે અને મુંબઈમાં જ કશે પોતાના બાળકો સાથે રહે છે. તે પોતાના ભાઈ બહેનો સાથે સંપર્કમાં નથી. એલિઝાબેથ સાઠી રોયે કહ્યું કે ‘મેં મારી માને અનેકવાર મારી સાથે આવીને રહેવા કહ્યું, પણ મારી માને અમારી સાથે રહેવું જ નથી. તો પણ લોકો મને જ દોષ આપે છે. બધા જ મારી વિરુદ્ધ થઇ ગયા છે. હવે હું કોની પાસે જાઉં?’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks