અત્યારે ગુજરાતી ફિલ્મ જગત ઘણું આગળ આવ્યું છે અને હવે તો ગુજરાતી ફિલ્મો પણ નેશનલ એવોર્ડ્સ જીતવા લાગી છે ત્યારે હવે ગુજરાતી ફિલ્મના દર્શકો માટે પણ અને ગુજરાતી ફિલ્મ અને એન્ટરટેઇનમેન્ટ જગત માટે પણ એક આનંદના સમાચાર સામે આવ્યા છે.

વાત એમ છે કે ટૂંક જ સમયમાં EHSAAS PEOPLES CHOICE AWARDS અમદાવાદમાં યોજાઇ રહ્યો છે. આ એવોર્ડ અંતર્ગત 1 જાન્યુઆરી 2019થી 31 ડિસેમ્બર 2019ની વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મો માટે યોજવામાં આવશે. આ એવોર્ડ એવી ફિલ્મોને આપવામાં આવશે કે જેને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી હશે.
સંજીવની ચેરીટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વર્ષ 2015થી EHSAAS એ બે વાર નોન-કંપેટેટીવ એવોર્ડ શોનું આયોજન કરવામાં આવે છે. 2017થી આ ઈવેન્ટ્સ વાર્ષિક ઈવેન્ટ્સ બની ગઈ. તો હવે તેમના દ્વારા આયોજિત આગામી ઈવેન્ટ્સ સમગ્ર ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની ફીચર ફિલ્મની સ્પર્ધા રહેશે જે અમદાવાદમાં જ યોજાશે. તે આ ઇવેન્ટની ત્રીજી આવૃત્તિ હશે અને ગુજરાતી ફિલ્મ અને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાતમાં પહેલો પીપલ્સ ચોઇસ એવોર્ડ હશે.

આ એવોર્ડની ખાસિયત એ રહેશે કે આ વર્ષે કોને એવૉર્ડ મળવો જોઈએ એ ગુજરાતી ફિલ્મોના દર્શકો જ નક્કી કરશે. આમ પણ દર્શકોએ ગુજરાતી ફિલ્મો તો જોઈ જ છે. ખરેખર દર્શકો તો જાણતા જ હોય છે કે ફિલ્મો કેવી છે એટલે જ આ એવોર્ડ કોને મળવો જોઈએ એ પણ દર્શકોને પૂછવામાં આવી રહ્યું છે. ત્યારે એક કલાકાર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને પ્રેક્ષકો તરીકે તેઓ પોતાના દર્શકોના સહકારની અપેક્ષા રાખી રહયા છે.
તો હવે તમે પણ તમારા મનપસંદ બેસ્ટ એકટર, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સપોર્ટીંગ એક્ટર, બેસ્ટ સીંગર, બેસ્ટ ડાયલોગ અને બીજી ઘણી બધી કેટેગરીના એવોર્ડ્સ સિલેક્ટ કરી વોટ આપી શકશો.
http://www.ehsaasawards.com
ખૂબ જ જલ્દીથી આ એવોર્ડ ગુજરાતના અમદાવાદમાં આયોજિત થવા જઈ રહયા છે, તો દર્શકો પોતાના મનપસંદ કેટેગરીના મનપસંદ લોકોને આ એવોર્ડ જીતાડવા માટે જલ્દી વોટ શરુ થશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.