ખબર

અમદાવાદ-વડોદરા હાઈ-વે ઉપર હૃદય કંપાવી દેનારો અકસ્માત, ઉભેલી ટ્રકમાં ઘુસી ગઈ ઈક્કો, ત્રણ લોકોના મોત

દેશભરમાં લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે જ લોકો હવે પોતાના ઘરોની બહાર નીકળવા લાગ્યા છે, હવે બજારોમાં પણ ટ્રાફિક થઇ રહ્યો છે તો હાઈ વે ઉપર પણ વાહનોની અવર જવર વધવા લાગી ગઈ છે. ત્યારે આ દરમિયાન અકસ્માતની ઘણી ઘટનાઓ પણ સામે આવી રહી છે.

Image Source

થોડા દિવસ પહેલા જ આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક એક ટ્રક અને ઇકો કાર વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાળકો સહીત 9 લોકોના મોત થયા હતા. હવે બીજી એક એવી જ ઘટના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ઉપર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર અકસ્માતની અંદર ત્રણ લોકોના મોત નિપજ્યા હતા, જયારે 7 લોકો ઘાયલ થયા હતા.

Image Source

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર આજે બપોરના સમયે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈ-વે પર નડિયાદ પાસે રોડની સાઈડમાં બંધ પડેલી ટ્રકમાં એક ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારના પરખચ્ચા ઉડી ગયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની અંદર સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.