મનોરંજન

મહાભારતની દ્રૌપદીએ કર્યો હતો 3 વખત આત્મહત્યાનો પ્રયાસ, આજે જીવી રહી છે કંઈક આવું જીવન, વાંચો એક સમયની લોકપ્રિય અભિનેત્રીના જીવન વિશે

જે સમયે ટીવી ચેનલોનો આટલો પ્રચાર પ્રસાર હતો નહિ, મનોરંજનના માધ્યમો ઓછા હતા ત્યારે દૂરદર્શન ઉપર આવતા રામાયણ અને મહાભારતનું એક આગવું જ મહત્વ હતું. લોકો ટોળે વળીને આ ધારાવાહિક જોતા. ટીવીની સામે બેસીને આવતા અભિનેતા અને અભિનેત્રીઓને પગે પણ લાગતા. પરંતુ આજે તો મનોરંજનના એટલા સાધનો છે જેના કારણે એ સમયની વાતો અને યાદો બંને વિસરાઈ ગયું છે.

વાત કરીયે એ સમયે આવતા “મહાભારત” મહાભારતમાં એક પાત્ર આવતું દ્રોપદીનું. દ્રોપદીનું એ પાત્ર નિભાવનાર અભિંનેત્રીનુ નામ હતું રૂપ ગાંગુલી. રૂપા એ સમયે પોતાના અભિનયથી ઘર ઘરમાં પ્રખ્યાત હતી. દ્રૌપદીના ચીરહરણ સમયે શૂટિંગ દરમિયાન રૂપા પોતાના જીવનને યાદ કરીને સાચું રડી પણ હતી. ડાયરેક્ટરે તેને ચૂપ કરાવી હતી.

રૂપાએ આ બધી વાતો “સચ કા સામના” નામના એક શોની અંદર જણાવી હતી. રૂપાના લગ્ન 1992 એક મેકેનિકલ એન્જીનીયર ધ્રુવ મુખર્જી સાથે થઇ ગયા હતા. લગ્ન પહેલા પણ રૂપા બંગાળી સિરિયલ અને કેટલીક હિન્દી સીરિયલમાં પણ કામ કરતી હતી પરંતુ લગ્ન બાદ તેને પોતાનું આ કેરિયર છોડી અને સંપૂર્ણ પણ હાઉસ વાઈફ બનવાનું નક્કી કરી લીધું।

પરંતુ તેનો પતિ જરૂરિયાત પ્રમાણે કમાઈ શકતો નહોતો જેના કારણે ઘરની અંદર અવાર નવાર ઝગડા થતા હતા તેના લીધા રૂપાએ 3 વખત આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. 14 વર્ષનું લગ્ન જીવન પોતાના પતિ સાથે વિતાવી 2007માં તે પોતાના પતિથી અલગ થઇ ગઈ અને 2009માં કાયદાકીય રીતે બંનેના છૂટાછેડા પણ થઇ ગયા.

Image Source

રૂપાએ વધુમાં આ શોની અંદર જણાવ્યું હતું કે છૂટાછેડા બાદ તે તેનાથી 13 વર્ષ નાના પ્રેમી દિવ્યેન્દુ સાથે મુંબઈ ચાલી ગઈ. ત્યાં તે મુમબી સ્થિત પોતાના ફ્લેટમાં દિવ્યેન્દુ સાથે જ રહેવા લાગી. દિવ્યેન્દુ માટે રૂપાએ કહ્યું કે :”દિવ્યેન્દુના કારણે જ હું કલકત્તાથી મુંબઈ આવી. તેને જ મને બીજીવાર આ ક્ષેત્રમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરી અને તેના કારણે જ મને “મહાભારત”માં કામ મળ્યું જેના કારણે ઘર ઘરમાં મને લોકો ઓળખતા થયા.” પરંતુ થોડા સમય પછી રૂપા દિવ્યેન્દુથી પણ અલગ થઇ ગઈ.

2015માં રૂપાએ રાજનીતિમાં પગ મુક્યો. ભાજપ સાથે જોડાઈને 2016માં રૂપાએ હાવડા નોર્થ સીટ ઉપરથી ચૂંટણી પણ લડી પરંતુ તે હારી ગઈ. મેં 2016માં તે ખુબ જ ચર્ચામાં આવી જયારે ત્રિણમૂલ પાર્ટીના કાર્યકર્તાઓએ તેની ગાડી ઉપર હુમલો કર્યો હતો. 2016માં જ તેને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી.

Image Source