ખબર

સુશાંત પછી હજુ એક મૃત્યુ, બોલીવુડની આ સ્વરૂપવાન હિરોઇનનું અચાનક નિધન થતા ચાહકો શોકમાં

વર્ષ 2020 બોલિવૂડ માટે બહુ ખતરનાક સાબિત થયું છે. થઈ રહ્યું છે. એક પછી એક સેલેબ્રિટીના મૃત્યુથી આખું મનોરંજન જગત હચમચી ઉઠ્યું છે સુશાંત પછી હવે બોલીવુડની અભિનેત્રી અને મોડેલ દિવ્યા ચૌક્સેનું નિધન થયું છે. દિવ્યા ચૌક્સેના મોતની જાણ તેની મિત્ર અને બહેન દ્વારા FB પર કરવામાં આવી છે. દિવ્યાના નિધનનાં અહેવાલને જોતા જ ફેન્સે એક્ટ્રેસને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું છે.

સૌમ્યાએ તેના FB પર લખ્યું છે કે મને ખૂબ જ દુ:ખ સાથે તે કહું છું કે મારી કઝિન બહેન દિવ્યા ચૌક્સેનું કેન્સરના કારણે નાની ઉંમરમાં નિધન થયું છે. તેણે લંડનથી એક્ટિંગનો કોર્સ કર્યો હતો. તે ઘણી સારી મોડેલ હતી. તેણે ઘણી ફિલ્મો અને ટીવી શૉમાં કામ કર્યું છે. તેણે ગાયિકામાં પણ નામ કમાયું હતું. આજે તે આપણને છોડીને જતી રહી છે. ઈશ્વર તેની આત્માને શાંતિ આપે.

તમને જાણવી દઈએ કે આ અભિએન્ટ્રીએ લંડનથી એક્ટિંગનો કોર્સ કર્યો હતો. તેણે એક્ટિંગ સિવાય ડાન્સમાં પણ ટ્રેનિંગ લીધી હતી. તેણે ઘણી એડ ફિલ્મોમાં કામ કર્યું છે. મોડેલ અને એક્ટ્રેસ દિવ્યા ચૌક્સેએ કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘હે અપના દિલ તો આવારા’થી કરી હતી.

દિવ્યા ચૌક્સે ટ્વિટર પર કઈ ખાસ એક્ટિવ નહતી. પરંતુ છેલ્લી ટ્વિટમાં તેણે મદદ માંગી હતી. દિવ્યાની છેલ્લી ટ્વિટ 7 મેના રોજ હતી. અંતિમ ટ્વિટમાં દિવ્યાએ લખ્યું કે ‘શું કોઈ misseltow થેરેપી વિશે ખબર છે? મારે અત્યારે મદદની જરૂર છે. ‘ દિવ્યાએ બોલિવૂડમાં હે અપના દિલ તો આવારા ફિલ્મથી એન્ટ્રી કરી હતી. પછી તો તે ઘણા ફિલ્મોમાં જોવા મળી હતી.