મિત્રો પૂજા કરતી વખતે આ રીતે દીવો કરશો તો ‘ભગવાન’ થશે સાક્ષાત પ્રસન્ન અને આ ભૂલ કોઈ દિવસ ના કરતા
આપણો દેશ એક ધાર્મિક દેશ છે, આ દેશમાં મોટાભાગના ઘરમાં સવાર સાંજ પૂજા થાય છે, આરતી થાય છે, દીવો કરવામાં આવે છે. આપણે આપણી ધંધાની જગ્યા ઉપર પણ રોજ સવારે અને સાંજે દિવા-બત્તી અચૂક કરતા હોઈએ છે. પરંતુ ઘણીવાર ઘણા લોકોના જીવનમાં એવું બનતું હોય છે કે સવાર સાંજ ભગવાનની પૂજા કરતા હોવા છતાં પણ ઈચ્છીત ફળ પ્રાપ્ત નથી થતું. શાસ્ત્રોમાં તે માટેના કેટલાય કારણો પણ બતાવવામાં આવ્યા છે.

આ બધા કારણોમાંનું એક કારણ દીવો કરતી સમયે આપણે જે ભૂલો કરીએ છીએ એ પણ છે, આપણે સવાર સાંજ દીવો તો કરીએ છીએ પરંતુ દીવો કરવાની સાચી રીત આપણને ખબર નથી હોતી. આજે અમે તમને જણાવીશું કે દીવો કરવાની સાચી રીત કેવી હોય છે.

જો દીવો સાચી રીતથી કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહેતી હોય છે. લક્ષ્મીજીનો પણ વાસ ઘરમાં થાય છે તો ચાલો જાણીએ સાચી રીતે દીવો કરવાની રીત.
તેલ અને ઘીનો દીવો કઈ રીતે કરવો?:
આપણે મોટાભાગે તેલ અને ઘીનો જ દીવો ઈશ્વર સામે કરતા હોઈએ છે, એવું માનવામાં પણ આવે છે કે તેલનો દીવો કરવાથી કષ્ટોનું નિવારણ થાય છે અને ઘીનો દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મોટાભાગે આપણે એક સરખી રીતે જ તેલ અને ઘીનો દીવો કરતા હોઈએ છે પરંતુ તેલ અને ઘીના દીવામાં પણ એક બાબતનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે. ઘીનો દીવો હંમેશા સફેદ રૂની દિવેટ દ્વારા અને તેલનો દીવો હંમેશા લાલ રંગના નાડાછડી કે દોરાની દિવેટ દ્વારા જ કરવામાં આવે તો તમારું કામ સફળ થઇ શકે છે.

દીવો કઈ તરફ રાખવો?:
શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો તેલ અને ઘી બંને દીવાને અલગ અલગ રીતે રાખવામાં આવે છે. જયારે તમે તેલનો દીવો કરો તો તેને પોતાના જમણા હાથ તરફ અને ઘીનો દીવો કરો ત્યારે તેને પોતાના ડાબા હાથ તરફ રાખવો જોઈએ. તેમજ દીવાની જ્યોત તમે કઈ દિશામાં રાખો છો તે પણ ઘણું જ મહત્વનું હોય છે, મોટાભાગના લોકોને આ વાત ખબર જ હશે છતાં પણ તમને જણાવી દઈએ કે દીવાની જ્યોત હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં જ જવી જોઈએ.
ખંડિત દીવો ક્યારેય ના કરવો:
આપણા હિન્દૂ ધર્મમાં પૂજા દરમિયાન કોઈપણ ખંડિત સામગ્રીને શુભ માનવામાં નથી આવતી તો ઈશ્વરને કરવામાં આવતો દીવો ખંડિત હોય તો કેમ ચાલે? હંમેશા ઈશ્વર સ્વચ્છ અને સારો દીવો જ ઉપયોગમાં લેવો જોઈએ. શાસ્ત્રોમાં ખંડિત દીવો પણ શુભ માનવામાં નથી આવતો.

ઈશ્વર સામે દીવાનું સ્થાન:
જયારે આપણે પૂજા કરીએ ત્યારે દીવો કર્યા બાદ દીવાને કોઈપણ સ્થાને જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવી દેતા હોઈએ છે, આ સારી વાત નથી, દીવાને કોઈપણ જગ્યાએ ક્યારેય ના મુકવો જોઈએ. હંમેશા દીવાને ભગવાનની એકદમ સામે જ મુકવો જોઈએ.
દીવો ક્યાં સમયે કરવો?:
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દીવો હંમેશા સવારે અને સાંજના સમયે કરવો જોઈએ. સવાર સાંજ બંને સમયે દીવો કરવાના કારણે ઘરમાં હકારાત્મક ઉર્જા વ્યપાયેલી રહે છે. સાથે જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ બનેલી રહે છે.
ક્યાં સ્થાન ઉપર દીવો કરવો?:
ભગવાનના મંદિરમાં તો આપણે રોજ દીવો કરતાં હોઈએ છે તે ઉપરાંત ઘરમાં પાણીયારા પાસે પણ રોજ સાંજે ઘીનો દીવો કરવો જોઈએ. આજના ઘરોમાં જ્યાં પણિયારા નીકળી ગયા છે ત્યાં જે જગ્યા ઉપર પીવાનું પાણી ભરવામાં આવતું હોય ત્યાં દીવો કરી દેવો જોઈએ. આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે તેમજ સુખ શાંતિ પણ વ્યાપેલી રહે છે અને શરીર સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.
આ ઉપરાંત સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો પ્રગટાવીને રાખવો જોઈએ જેનાથી મા લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે. પરંતુ આ જગ્યા ઉપર દીવો કરતા પહેલા એક વાત ધ્યાન રાખવી. દીવાને ક્યારેય નીચે ના મુકવો તેને ચોખાની નાની ઢગલી કરીને મુકવામાં આવે તો ફાયદાકારક છે.

પ્રગટેલા દિવા માટે ધ્યાનમાં રાખવા જેવી વાત:
આપણે ઈશ્વરનો દીવો પ્રગટાવી પૂજા કરતા હોઈએ ત્યારે દીવો બુઝાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જો કોઈ કારણોસર દીવો બુઝાઈ જાય છે તો દીવાને પાછો પ્રગટાવી બે હાથ જોડી ઈશ્વરની માફી માંગી લેવી જોઈએ. આ સિવાય એક દીવાથી બીજા દીવાને ક્યારેય ના પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રોમાં આ યોગ્ય માનવામાં નથી આવ્યું.
વ્હાલા દોસ્તો જ્યારે તમે દીવો કરો તો એક ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે કે દીવામાં ઘી અને તેલ બંને ક્યારેય મિક્સ ન કરવું જોઈએ. તમારે એકલા ઘીનો દીવો કરવો જોઈએ અથવા તો તેલનો પરંતુ તેલ અને ઘી બંને મિક્સ કરી તેનો દીવો કરવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.
તો દીવો કરતી વખતે માત્ર તમે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો હમેશા ઈશ્વરની કૃપા તમારા ઉપર બનેલી રહેશે, મા લક્ષ્મીના આશીર્વાદથી તમારું ઘર ધન-ધાન્યથી ભરેલું રહેશે. ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ વ્યાપેલી રહેશે.