જીવનશૈલી

ફક્ત પૈસાદાર લોકો જ ભણી શકે છે અંબાણીની આ સ્કુલમાં, અંદરનો નઝારો જોઈને વિશ્વાસ નહિ આવે

ફક્ત કરોડોપતિ માં બાપની ઓલાદોના નસીબમાં આ સ્કૂલ છે, ફી જાણીને રુવાડા ઉભા થઇ જશે

દુનિયાના બધા માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે તેનું બાળક શ્રેષ્ઠ ભણતર મેળવે. બાળકના ભણતર પાછળ માતા-પિતા સારી સ્કૂલમાં એડમિશન સારામાં સારા કોચિંગ ક્લાસ આપવા માટે તેની બધી જ બચત પણ દાવ પર લગાડી દે છે,


આજે આપણે સૌ જાણીએ છીએ કે, આજકાલ સ્કૂલમાં ફી બહુ વધારે હોય છે. આ સાથે જ મોંઘા પુસ્તકો અને યુનિફોર્મના તો ખર્ચા અલગ. દરેક માતા-પિતાની એવી જ કોશિશ હોય છે કે ભલે તેને બધી જ તકલીફોનો સામનો કરવો પડે પરંતુ તેના બાળકમાં કોઈ પણ પ્રકારની ખામી ના રહેવી જોઈએ.

આજે અમે તમને એક એવી શાળા વિષે જણાવીશું કે જ્યાં બાળકોના એડમિશન માટે માતા-પિતાઓની લાઈ લાગતી હોય છે. આ શાળામાં બધા બાળકોને ભણાવવા તો મુશ્કેલ છે, પરંતુ કરોડપતિ ઘરના બાળકોના નસીબમાં આ શાળા હોય છે.

આજે આપણે વાત કરીશું ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ

મુંબઈમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ દેશના અમિર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેના પિતાની યાદમાં ખોલી હતી. આ સ્કૂલમાં વધારે સેલિબ્રિટીના બાળકો જ ભણે છે. આ સ્કૂલમાં સચિન તેંડુલકરથી લઈને સૈફ અલીખાનના બાળકો ભણે છે.

આ સ્કૂલની ફી એટલી છે કે સામાન્ય માણસના બાળકો અહીં ભણી શકતા નથી. દેશમાં આ સ્કૂલ બૉલીવુડ સેલિબ્રિટીની પહેલી પસંદ છે. આખરે એવી તે શું ખાસિયત છે કે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ સૌથી અલગ છે.

Image Source

આ સ્કૂલમાં ક્રિકેટ સમ્રાટ સચિન તેંડુલકરથી લઈને શ્રીદેવીના બાળકો ભણી ચુક્યા છે. તો ઘણા સ્ટારકિડ વર્તમાનમાં પણ ભણે છે. આ સ્કૂલના ચેરપર્સન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી છે. એક ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, જયારે એડમિશનનો સમય આવે છે ત્યારે ફોન ઓફ છે જેથી ભલામણથી બચી શકાય.

નીતા અંબાણીની બહેન મમતા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ટીચર છે. બાંદ્રા સ્થિત આ સ્કૂલ શરૂ કરતી વખતે જ મમતાએ નીતા અંબાણીને મદદ કરી હતી. છતાં પણ નીતા અંબાણીને સ્કૂલ ખોલતા સમયે ડર હતો કે, આ સ્કૂલ ચાલશે કે નહીં.

આ સ્કૂલને ઘણી દેશની ટોપ 10 સ્કૂલમાં ગણતરી કરવામાં આવે છે. આ સ્કૂલને ઇન્ટરનેશનલ સ્કૂલનો એવોર્ડ પણ મળેલો છે. સ્કૂલના વાર્ષિક મહોત્સવમાં બોલીવુડના ઘણા સિતારાઓ હાજરી આપે છે.

Image Source

આ સ્કૂલની વાત કરવામાં આવે તો, આ સ્કૂલ 2003માં શરૂ થઇ હતી, આ સ્કૂલની બિલ્ડીંગ 7 માળની છે. એક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સ્કૂલમાં એલકેજીથી 7 ધોરણ સુધીની ફી 1,70,000 રૂપિયા, 8 થી 10 આઈસીએસસી ધોરણની ફી 1,85,000 અને 8 થી 10 ધોરણની આઈજીસીએસસી બોર્ડની ફી 4,48,000 રૂપિયા છે. મીડિયા રિપોર્ટની માનીએ તો સ્કૂલમાં એડમિશન ફી 24 લાખ રૂપિયા છે. આ સ્કૂલમાં ખાસ ઇન્ટરનેશનલ બૈકાલુરેટ કોર્ષ પણ ચલાવવામાં આવે છે.

Image Source

આ શાળાની સુવિધાની વાત કરવામાં આવે તો મલ્ટીમીડિયા પ્રોજેક્ટર્સ લેસ ઇનેવીલ્ડ કલાસરૂમ છે. કોમ્પ્યુટર અને વિજ્ઞાન વિષયો માટે શાનદાર પ્રયોગશાળા છે. મલ્ટીપર્પઝ ઓડિટોરિયમ, ચિત્રકલા, આર્ટસ માટે આધુનિક સેન્ટર છે. જુદી-જુદી રમતો માટે પણ જુદી-જુદી સુવિધાઓ પણ છે. સ્કૂલમાં ડોકટરો અને નર્સ વાળું મેડિકલ સેન્ટર પણ છે.

સ્કૂલની લાઈબ્રેરીમાં 38,200 પુસ્તકો, 40 ન્યુઝપેપર અને મેગેઝીન, 1600 મલ્ટીમીડિયા/સિડી/ડીવીડી અને 16 ઓનલાઇન ડેટા બેઝ ઉપલબ્ધ છે. આખા કેમ્પસમાં વાઈફાઈની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ શાળામાં વિધાર્થીઓ માટે 2 ડાઇનિંગ હોલ્સ અને શાનદાર કૈફેટેરિયા છે. આ સ્કૂલમાં એડમિશન મેળવવા માટે Website અને ફોન નંબર દ્વારા સંપર્ક કરવો પડે છે. આ સ્કૂલમાં ઘણા કાર્યક્રમ થાય છે

.

જો કે મુકેશ અંબાણી અને તેના પરિવાર વિશે તો ઘણું એવી જાણીએ છીએ પણ ક્યારેય નીતા અંબાણીના પરિવાર વિશે જાણવાનો મોકો નથી મળ્યો. નીતાની બહેનો, તેના માતા-પિતા, ભાઈ વગેરે વિશે જાણવા માટે ન તો ક્યારેય આપણે વિચાર્યું, કે ન તો કોઈ ઉત્સુકતા બતાવી. પરંતુ આ વર્ષે જયારે આકાશ અંબાણીના લગ્ન થયા ત્યારે નીતા અંબાણીની બહેન અને માતા ચર્ચામાં આવ્યા હતા.

એ સમયે સોશિયલ મીડિયા પર નીતા અંબાણીની બહેન મમતા દલાલ અને તેમની માતા પૂર્ણિમા દલાલની તસ્વીરો વાયરલ થઇ હતી. ત્યારે આજે આપણે નીતા અંબાણીની બહેન મમતા દલાલ વિશે જાણીશું. મમતા દલાલનું નામ સાંભળીને જ તમને લાગી રહ્યું હશું કે નીતા જેમ તે પણ કોઈ પ્રખ્યાત વ્યક્તિ હશે અને તેના ગજબના ઠાઠ-બાટ હશે પણ અસલમાં તેવું બિલકુલ પણ નથી.

જ્યાં એક તરફ નીતા લક્ઝુરિયસ જીવન જીવે છે, તો તેમની બહેન તેનાથી બિલકુલ ઉલટ એક સ્કુલમાં ટીચર તરીકે કામ કરે છે. મુંબઈની બાંદ્રા સ્થિત ધીરુભાઈ અંબાણી સ્કુલની નીવ રાખતા મમતાએ જ નીતાને સ્કુલના એડ્મીનીસ્ટ્રેશનને સંભાળવામાં મદદ કરી હતી. તેના બાદ આ જવાબદારી મમતાને આપવામાં આવી હતી.

Image Source

મમતા ખુબ જ સિમ્પલ લાઈફ જીવનારી મહિલા છે. તે વ્યવસાયથી એક ટીચર છે અને નીતા અંબાણીના ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કુલમાં બાળકોને ભણાવે છે. જ્યાં એક તરફ નીતા પોતાના સ્ટાઈલને લીધે મીડિયાની નજરોમાં રહે છે સાથે જ મમતા મીડિયાથી દુર રહેવાનું પસંદ કરે છે. મમતા મોટાભાગે નીતાના ઘરે આવતા જતા રહે છે અને નીતાની સાસુ કોકીલાબેન સાથે ખાસ નજ્દીકી છે.

Image Source

નીતા અંબાણીના પિતા રવિન્દ્ર ભાઈ દલાલ અને માતા પૂર્ણિમા દલાલ છે, મમતા દલાલ તેમની મોટી બહેન છે. નીતા અંબાણી કરોડોનો બિઝનેસ સંભાળે છે અને તેમના સ્ટાઇલ સ્ટેટમેન્ટને લીધે તે હેડલાઇન્સમાં રહે છે, જ્યારે મમતાને શાંત અને સાદગીભર્યું જીવન ખુબ જ પસંદ છે, પણ બહેન નીતાની પાર્ટીમાં તે ઘણીવાર નજરમાં આવે છે. મમતાને જવેલરી ડીઝાઈન કરવું ખુબ જ પસંદ છે. ઘણીવાર મમતાને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વૉક કરતા જોવામાં આવ્યા છે.

Image Source

બૉલીવુડ અને ખેલ જગતની તમામ મોટા સેલિબ્રિટીઝના બાળકો ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણે છે. મમતા દલાલે શાહરૂખ, ઐશ્વર્યા, રવિના ટંડન, હૃતિક રોશન, ચંકી પાંડે અને સચિન તેંડુલકરના બાળકોને ભણાવ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં મમતાએ કહ્યું હતું કે, “દુનિયા માટે આ સેલિબ્રિટીઝના બાળકો છે, પરંતુ મારા માટે તે હંમેશા મારા વિદ્યાર્થીઓ જ છે.”

Image Source

આ તસ્વીરો ફક્ત આકાશ અંબાણીના લગ્નના ફંક્શનની જ છે. મમતા દલાલે આ દરમિયાન લાલ રંગની સાડી પહેરી હતી. જેમાં તે ખૂબ સુંદર લાગી રહયા છે. ત્યારે નીતા અંબાણીની માતા, પૂર્ણિમા દલાલે ક્રીમ કલર સાડી સાથે સિમ્પલ મેકઅપ કર્યો હતો. પૂર્ણિમા દલાલ જોઈને એ સ્પષ્ટ ખબર પડે છે બંને દીકરીઓ સુંદર કેમ છે? જો માતા આટલા સુંદર દેખાતા હોય તો દીકરી તો સુંદર હોવાની જ છે ને!