સામાન્ય રીતે આપણે જો તો હોય છે કે ખેલાડી મેદાનમાં તેના પ્રદર્શનથી હીરો બનીને ઉભરાઈ જાય છે. પરંતુ જો રિયલ લાઈફમાં આવું કામ કરી દે તો લોકો તેના વખાણ કરતા થાકતા નથી. આવું જ કંઈક બ્રાઝિલમાં જોવા મળ્યું હતું, બ્રાઝીલના 24 વર્ષના ફૂટબોલર બ્રાયન બોરગેસએ તેની પ્રેગ્નેન્ટ પત્ની માટે જે કર્યું તે જાણીને તમે પણ સલામ કરશો.

માતાપિતા તેના આવનારા બાળક માટે આતુર હોય છે. આ દરમિયાન ક્યા ડોક્ટરની સલાહ લેવી, ક્યાં ડોક્ટર પાસે ડીલેવરી કરાવવી એ બાબતનું ધ્યાન રાખતા હોય છે. બ્રાઝીલીયન ફૂટબોલર બ્રાયન બોર્ગસ તેના બાળકને લઈને ઉત્સાહિત હતો.

બ્રાયન બોરગેસએ તેની પત્નીની રક્ષા કરી તેની લાડલી સિસિલિયાને પણ ઇજાથી બચાવી હત. સોશિયલ મીડિયામાં આ વિડીયો સામે આવ્યો તો તેની હિંમતને દાદ આપવી પડી હતી. બ્રાયન બોરગેસની પત્ની માયલેનાને લેબર પેન શરૂ થયું હતું. આ માટે તે તેના એપાર્ટમેન્ટથી હોસ્પિટલ લઇ જવા માટે નીકળ્યો હતો.

પરંતુ જયારે તે તેની પત્નીને લઈને પાર્કિંગમાં રહેલી ગાડી સુધી પહોંચ્યો તે પહેલા તેની પત્નીનું દર્દ વધી ગયું હતું. માયલેના જમીન પર સુઈ ગઈ હતી. દર્દ અસહનીય થઇ ગયું હતું. આ વચ્ચે તેની પત્નીને બાળકીને જન્મ આપ્યો હતો, બ્રાયનએ તેની દીકરીને જમીન પર પડવાથી બચાવી હતી. પત્નીને સંભાળી હતી. બંનેને સુરક્ષિત જગ્યા પર પહોંચાડ્યા હતા.

આ કપલે એરિજોના હોસ્પિટલના પ્રસુતિ વોર્ડમાં પહેલા થી જ બુકીંગ કરાવી લીધું હતું. પરંતુ ભગવાનને કંઈક અલગ જ મંજુર હતું. પુત્રીના જન્મ બાદ બ્રાયન તેના મિત્રોની મદદથી પત્નીને કારમાં બેસાડીને હોસ્પિટલ લઇ ગયો હતો. હવે પત્ની અને બાળકી બંને સ્વસ્થ છે. બાળકનું વજન 2.9 કિલો છે. આ ઘટના 1 ઓક્ટોબરની છે.
જણાવી દઈએ કે, બ્રાયન સેકન્ડ ડિવિઝનની ટિમ નોટિકો કૈપિબરીબે એફસી માટે રમે છે. બ્રાયને કહ્યું હતું કે, તેને જિંદગીભર યાદ રહેશે. જયારે મારી દીકરી સમજદાર થશે ત્યારે તેના જન્મ સમયે શું થયું હતું તે હું તેને જરૂરથી જણાવીશ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.