મનોરંજન

દિવ્યા ખોસલા કુમાર દિલ્હીના મધ્યમ વર્ગના પરિવારની યુવતી આ રીતે બની T-Seriesની માલિકણ

ટી સિરીઝની માલકીન દિવ્યા ખોસલા કુમાર હાલમાં ચર્ચામાં છવાયેલી છે. સોનુ નિગમ દ્વારા પોતાને પતિ ભૂષણ કુમાર પર ગંભીર આક્ષેપો કરવા બદલ ખૂબ નારાજ છે દિવ્યા. દિવ્યા ખોસલાએ પણ એક વીડિયો દ્વારા સોનુ નિગમ સામે પ્રતિક્રિયા આપી છે. દિવ્યાનું નામ આજે બોલિવૂડની પ્રભાવશાળી મહિલાઓમાં લેવામાં આવે છે.

ચાલો આપણે જાણીએ કે કેવી રીતે દિલ્હીના મધ્યમ વર્ગના પરિવારની છોકરી કેવી રીતે ટી સિરીઝ જેવી મોટી કંપનીની માલકીન બની ગઈ. દિવ્યા ખોસલાનો જન્મ દિલ્હીના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. દિવ્યા એ જ્યારથી સમજણી થઇ ત્યારથી જ તે અભિનેત્રી બનવા માંગતી હતી.

અભિનેત્રી બનવાનું સ્વપ્ન પૂરું કરવા માટે દિવ્યા કોલેજ પુરી કરીને પછી મુંબઈ આવી ગઈ હતી  દિવ્યા ખોસલાએ 2004 માં ‘લવ ટુડે’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તે ફાલ્ગુની પાઠકના મ્યુઝિક આલ્બમ ‘આઈયો રામા’ માં પણ જોવા મળી હતી.

દિવ્યાની લોકપ્રિયતાવધતા તેને અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને બોબી દેઓલ જેવા કલાકારો સાથે ‘અબ તુમ્હારે હવાલા વતન સાથીયો’માં કામ મળ્યું હતું . આ ફિલ્મે દિવ્યાના જીવનમાં એક નવો વળાંક આવ્યો.

એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ દરમિયાન દિવ્યા ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારને મળી હતી. જોકે આ મુલાકાત સંપૂર્ણ રીતે વ્યાવસાયિક હતી, પરંતુ ભૂષણ પ્રથમ નજરે દિવ્યા પર દિલ દઈ બેઠો હતો. આ ફિલ્મના એક વર્ષ પછી ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલાના લગ્ન 13 ફેબ્રુઆરી 2005 ના રોજ થયા હતા. બંનેના લગ્ન કટરાની વૈષ્ણો દેવીમાં થયા હતા.

ભૂષણ કુમાર સાથે લગ્ન કર્યા પછી દિવ્યા કરોડોની ટી સિરીઝની માલકીન બની ગઈ છે. ખરેખર, 1997 માં ગુલશન કુમારના મૃત્યુ પછી, ભૂષણ કુમાર જ ટી સિરીઝનો માલિક છે.