મનોરંજન

IIFA Awards: દીપિકા ફરી એકવખત દુલ્હનના રૂપમાં જોવા મળી, જુઓ ગ્લેમરસ તસવીરો

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એટલે કે IIFA 2019 એવોર્ડ્સનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું, જેમાં બોલીવૂડના કલાકારોનો મેળાવડો લાગ્યો હતો. સલમાન ખાન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, રેખા, સારા અલી ખાન સહિત બોલિવૂડની તમામ હસ્તીઓએ હાજરી આપી હતી.

આ દરમ્યાન બોલિવૂડની તમામ હસ્તીઓ એકથી વધીને એક દેખાઈ રહી હતી, પણ જેને બધાનું જ ધ્યાન આકર્ષિત કર્યું એ છે દીપિકા પાદુકોણ, તેની સ્ટાઇલે બધાનું જ ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

 

View this post on Instagram

 

💜💜🙌🏻🙌🏻 Queen received a special award for the Best Actress Female for Chennai Express #iifa20 #iifa.

A post shared by Deepika Padukone Fanpage (@deepika.padukone.fanpage) on

IIFA 2019માં દીપિકા પાદુકોણ પર્પલ કલરના ગાઉનમાં પહોંચી હતી, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી હતી. દીપિકાનો આવો અંદાજ કદાચ જ પહેલા જોવા મળ્યો હશે. દીપિકાના આ લૂકને જોઈને કદાચ તમને તેના લગ્નના સમયની તસ્વીરો યાદ આવી જશે.

 

View this post on Instagram

 

oh my gosh this is so breathtaking!!!! 💜💜 @deepikapadukone for #IIFA last night in mumbai wearing @gauravguptaofficial 💜💜

A post shared by Deepika Padukone Fanpage (@deepika.padukone.fanpage) on

દીપિકાનું ગાઉન ખૂબ જ લાંબુ હતું, ત્યારે એ પોતાના ગાઉનને સરખું કરતી દેખાઈ હતી. દીપિકાએ આઈફામાં પોતાનો લૂક એના જેવો જ રાખ્યો હતો, જેવો લૂક તેને પોતાના રિસેપશનમાં રાખ્યો હતો.

તેને આ ગાઉનની સાથે માથા પર નેટનો દુપટ્ટો પણ લગાવ્યો હતો. જે કારણે તેની સુંદરતા વધુ દેખાઈ રહી હતી. તેને સાથે જ ગાઉનના રંગની જ ટ્રેલ પણ લગાવી રાખી હતી અને હલકો મેકઅપ અને માથામાં બન બનાવીને લૂકને કમ્પ્લીટ કર્યો હતો.

 

View this post on Instagram

 

I purple you…💜

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાએ પોતાના આ લૂકની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી અને સાથે લખ્યું હતું – I purple You. આ લૂકની ખાસ વાત તો એ હતી કે દીપિકાના આ સુંદર અંદાજ કાયલ તો તેના પતિ રણવીર સિંહ પણ થયા.

 

View this post on Instagram

 

I purple you…💜

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાએ જેવી પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી કે તરત જ રણવીરે તેના પર કોમેન્ટ કરીને લખ્યું – Baby, You’re Killin Me.

 

View this post on Instagram

 

I purple you…💜

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

જણાવી દઈએ કે દીપિકા પાદુકોણને છેલ્લા 20 વર્ષોમાં સૌથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. તેના પતિ રણવીર સિંહને પદ્માવત માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ મળ્યો છે. જયારે આલિયા ભટ્ટને ફ્લિમ રાઝી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks