મનોરંજન

શુટિંગ પર આટલી મોંઘી બેગ લઈને નીકળી દીપિકા પાદુકોણ, જાણો બેગની કીંમત

આટલી કિંમતમાં બુક કરાવી શકો છો માલદીવમાં 2 લકઝરી હોલીડે પેકેજ

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઇન્ડસ્ટ્રીઝની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસ પૈકી એક છે. બોલીવુડની મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણ તેની એક્ટિંગની સાથે-સાથે ફેશન માટે પણ જાણીતી છે. રેડ કાર્પેટથી લઈને ઇન્ટરનેશનલ એવોર્ડ શો સુધી દીપિકાનો સ્ટનિંગ લુક જોવા મળે છે. આટલું જ નહીં દીપિકા પાદુકોણ નો કેઝ્યુએલ લુક પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. દીપિકાની ડેનિમ અટાયર ફેન્સને જીન્સ પહેરવાની અલગ-અલગ ટિપ્સ આપે છે.

દીપિકાને હાલમાંજ ગેટ વે ઓફ ઈંડિયા પર સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં એક્ટ્રેસ તેની આગમે ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. થોડા મહિના પહેલા ગોવામાં ફિલ્મના શુટીંગ બાદ શકુન બત્રાની આ ફિલ્મનું શૂટિંગ હાલ મુંબઈમાં ચાલી રહ્યું છે. જ્યાં દીપિકા તેણ સીનના શૂટિંગ માટે પહોંચી હતી. દીપિકા પાદુકોણએ જીન્સ સાથે વી ગળાવાળું ટોપ પહેર્યું હતું. જેમાં તે એકદમ સ્ટાઈલિશ લાગતી હતી.

દીપિકાએ તેના આ લુકને સફેદ સ્નીકર્સ અને હેન્ડબેગ સાથે પૂરો કર્યો હતો. એક્ટ્રેસનું આ બ્લેક કલરનું લેધર હેન્ડબેગ તેના પર ઘણું શૂટ કરી રહ્યું હતું. દીપિકાએ આ Louis Vuittonના ONTHEGO જીએમ મોનોગ્રામ એમપરીમેન્ટ ઘણું મોંઘુ હતું. આ બેગની કિંમત 2250 ડોલર એટલે કે, 2,47,517 છે. જો તમે ઇચ્છો તો આ બેગની કિંમતમાં માલદીવમાં 2 લકઝરી હોલીડે પેકેજ પણ બુક કરાવી શકો છો.

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે પતિ રણવીર સિંહ સાથે 83માં નજરે આવશે. આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્ની રૂમી ભાટિયાનો રોલ નિભાવી રહી છે. દીપિકા પાદુકોણ આ સિવાય શકુન બત્રાની ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

આ સિવાય દીપિકા પ્રભાસ સાથે પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન સાથે નજરે આવશે. આ સાથે જ દીપિકા, શાહરુખ ખાનની ફિલ્મ પઠાણમાં નજરે આવશે. આવતા વર્ષ દીપિકા પડદા પર ધૂમ મચાવવાની છે.