ખબર

NCB પૂછપરછમાં દીપિકાની ચાલાકી ન ચાલી, આખરે ફૂટી જ ગયો ભાંડો અને NCB ટિમનો મગજ ગયો કારણકે

શનિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ટીમે બોલીવુડની ટોપ અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. આ બધી અભિનેત્રીઓને ડ્રગ્સના કેસમાં ઘણાં સવાલો પૂછવામાં આવ્યા હતા.

Image Source

પરંતુ અહેવાલ પ્રમાણે ત્રણેય અભિનેત્રીઓએ એનસીબીના સવાલોના સીધા જવાબ આપ્યા નથી. હવે સમાચાર આવ્યા છે કે એનસીબીએ દીપિકા, સારા, રકુલ, કરિશ્મા, સિમોન ખંભાતા અને જયા શાહના મોબાઇલ ફોન કબજે કર્યા છે.

મળેલી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે તે દરમ્યાન NCBના અધિકારીઓએ તેને ઈમોશનલ કાર્ડ પ્લે ન કરવાની સલાહ આપી હતી. ઇન્ડિયા ટુડેના એક ન્યુઝ અનુસાર, ટોપ અભિનેત્રી દીપિકાની આંખમાં આંસુ જોઈને NCB ના અધિકારીઓએ તેમના હાથ જોડી દીધા. સાથે જ તેને કહ્યું કે ઈમોશનલ કાર્ડ યુઝ કરવાને બદલે બધું સત્ય જણાવી દે એ જ તેના માટે વધુ સારું રહેશે.

વાઇરલ રિપોર્ટ્સ અનુસાર NCBની સામે દીપિકા પાદુકકોણે ડ્રગ્સ ચેટની વાત માની લીધી છે. પણ તેણે પોતે ડ્રગ્સ સેવનની વાત નકારી દીધી છે. દીપિકાએ NCBને જણાવ્યું કે તેનું આખું ગ્રુપ ડૂબ લે છે તે એક ખાસ પ્રકારની સિગરેટ છે. તેમાં ઘણા પ્રકારની વસ્તુઓ ભરવામાં આવે છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.