મનોરંજન

ટીવીના રામ-સીતાને મોંઘી પડી લંડન ટ્રિપ, મજબૂરીમાં કરાવ્યો પડ્યો કોરોના ટેસ્ટ, કોવિડ ટેસ્ટમાં જ ખર્ચ થઇ ગયા 60 હજાર રૂપિયા !

ટીવીના રામ-સીતા એટલે કે દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી તાજેતરમાં લંડનની મુલાકાતે ગયા હતા. ગુરમીત-દેબીનાને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું લોકપ્રિય સેલિબ્રિટી કપલ માનવામાં આવે છે. કોવિડ-19 મહામારી વચ્ચે બંનેએ એક વીડિયોમાં લંડન પ્રવાસનો અનુભવ કહ્યો છે. લંડનથી મુંબઈ પોતાના ઘરે આવ્યા બાદ દેબીનાએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. આ વીડિયોમાં દેબિના બેનર્જીએ જણાવ્યું છે કે ભારતમાંથી મુસાફરી કરનારાઓ માટે ઘણી કડકાઈ રાખવામાં આવી રહી છે.

કોરોના રોગચાળાની સ્થિતિનું વર્ણન કરતાં દેબિના કહે છે કે તે દૂરથી સમજી શકતી નથી, પરંતુ કોરોનાને લઈને ઘણી કડકતા છે. અમે 15-15 હજારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યો. આ અંગે ગુરમીત ચૌધરી આગળ જણાવે છે કે કોવિડ ટેસ્ટના કારણે લંડનની મુસાફરીમાં ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. જ્યારે અમે લંડનમાં ઉતર્યા ત્યારે 30 હજારનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો અને પછી આવતા સમયે પણ 30 હજારનો કોવિડ ટેસ્ટ થયો હતો. આ રીતે 60 હજાર રૂપિયા માત્ર કોરોના ટેસ્ટમાં જ ગયા.

લંડન પ્રવાસ વિશે વધુ જણાવતા ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી કહે છે કે કોવિડનો નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જ તેમને મુસાફરીની પરવાનગી મળી. ત્યાં જઈને ભારતીય ખાદ્યપદાર્થો અને તેમનો પાલતુ કૂતરો તેમને ઘણો યાદ આવ્યો. દેબિનાએ આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, ‘આખરે મારા દેશ ભારત પરત ફર્યા.. મુંબઈની હવાથી મને ઘરનો અહેસાસ થયો.

ટીવીનો રામ-સીતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીએ ઘણી સીરિયલ્સમાં કામ કર્યું હતું, પરંતુ 2008માં આવેલી ‘રામાયણ’ને કારણે તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. આ સિવાય આ જોડી તાજેતરમાં એક શોર્ટ ફિલ્મમાં જોવા મળી હતી. બંનેએ 11 વર્ષ બાદ આ શોર્ટ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.