મનોરંજન

‘એ ટપ્પુ કે પાપા’ મિસ કરી રહ્યા હતા આ ડાયલોગ ? તો આવી ગઇ છે દયાબેનની કાર્બન કોપી, જુઓ વીડિયો

ટીવીની લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જો કે આ શોનું દરેક પાત્ર પોતાનામાં અદ્ભુત છે, પરંતુ શોમાં દયાબેન માટે લોકોના ક્રેઝની કોઈ સીમા નથી. દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણીએ વર્ષ 2017માં શોમાંથી મેટરનીટી લીવ લીધી હતી. જો કે, પહેલા એવા અહેવાલ હતા કે તે ટૂંક સમયમાં શોમાં પરત ફરી શકે છે. પરંતુ તારક મહેતાના પ્રોડ્યુસર આસિત મોદીએ કહ્યુ કે દિશા વાકાણી આ શોમાં પરત ફરવાની નથી અને નવા દયાબેન માટે ઓડિશન ચાલુ છે, જલ્દી જ શોમાં ચાહકોને દયાબેનનું પાત્ર જોવા મળશે.

ત્યારે આ દરમિયાન દિશા વાકાણી ઉર્ફે દયાબેનની એક એવી કાર્બન કોપી મળી આવી છે જેણે દરેકને હેરાન કરી દીધા છે.તારક મહેતાની દયાબેનની સ્ટાઈલમાં ડાયલોગ બોલતી એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી છે જે દયાબેનના અવાજની હૂબહૂ નકલ કરી રહી છે. જે સાંભળીને તમારા પણ હોંશ ઉડી જશે. તમને સાંભળીને વિશ્વાસ નહીં થાય કે આ એ દયાબેન નથી પરંતુ કોઈ અન્ય છે.

આ છોકરી દયાબેનની મિમિક્રી કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. શોની વાત કરીએ તો, શોનો નવો પ્રોમો સામે આવ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યુ હતુ કે દયાબેન હવે અમદાવાદથી મુંબઇ ગોકુલધામ સોસોયટીમાં આવી રહી છે. પાંચ વર્ષો બાદ શોમાં દયાબેન જોવા મળશે. પરંતુ શોમાં હવે એવું બતાવવામાં આવે છે કે સુંદરે જેઠાલાલને દયાને મુંબઇ લાવવા માટે પ્રોમિસ કર્યુ છે તે પૂરુ કરવાનો નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એટલે કદાચ દયાબેન શોમાં હાલ જોવા મળશે નહિ. વાત કરીએ દયાબેનના રોલમાં દિશા વાકાણીની તો તેણે હાલમાં જ એક દીકરાને જન્મ આપ્યો છે અને એવામાં તેનો શોમાં આવવાનો સવાલ જ ઊભો થતો નથી.