આણંદમાં ઘરના આ મોટા સભ્યે 13 વર્ષની દીકરી પર વારંવાર બળાત્કાર કરીને ‘માતા’ બનાવી દીધી, નામ જાણી લોહી ઉકળી ઉઠશે

ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ અને સગીરાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર તો સંબંધોને પણ શર્મશાર કરે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હાલમાં આણંદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક બાપે તેની 13 વર્ષની સગીર દીકરી સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યુ અને તે જ્યારે ગર્ભવતી બની તો તેણે આ પાપ છુપાવવા સગીરાના બાળલગ્ન કરાવી દીધા. આ મામલો સગીરાની માતા સુધી પહોંચતા તેણે ફરિયાદ નોંધાવી

અને તે બાદ પોલીસે ગુનો નોંધી આરોપી બાપની ધરપકડ કરી છે. આણંદના ઉમરેઠના એક શખ્સના કેટલાક વર્ષ પહેલા છુટાછેડા થયાં હતાં અને તે બાદ તેની પત્ની બે સંતાનો સાથે પિયર જતી રહી. જ્યારે એક દિકરી આ શખ્સ સાથે રહેતી. જો કે, પિતા-પુત્રીના લાગણીસભર સંબંધમાં હવસખોર પિતાએ 13 વર્ષની દીકરીને જ પીંખી નાખી અને તેનું જીવન નર્ક બનાવી દીધું. દોઢેક વર્ષ પહેલા પિતાએ તેની પુત્રી પર દુષ્કર્મ ગુજારવાનું શરૂ કર્યુ હતું અને

અવાર-નવાર તેને કારણે દીકરી ગર્ભવતી બનતા નરાધમે પોતાનું પાપ છુપાવવા પુત્રી ગર્ભવતી હતી ત્યારે તેના બાળલગ્ન કરાવી દીધા. જો કે, આ વાત જાણી સગીરાની માતા ચોંકી ગઇ અને તરત દીકરીનો સંપર્ક કરી તેના ઘરે પહોંચી તપાસ કરી, જ્યારે દીકરીના મોંઢે માતાએ બાપની આ કરતૂત જાણી તો તે સ્તબ્ધ થઈ ગઇ. જે બાદ આ સમગ્ર મામલે ભાલેજ પોલીસ મથકે માતાએ ફરિયાદ નોંધાવી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવસખોર પિતાએ 3 મહિના પહેલા જ દીકરીને સંતાન થતા તેના 25 વર્ષના યુવક સાથે બાળલગ્ન કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હાલમાં મહેસાણામાંથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી, જે બાદ ખળભળાટ મચી ગયો હતો. 24 વર્ષની પરિણીતા પર ઊંઝાના ભાખર ગામની સીમમાં પાંચ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જેની પરિણીતા દ્વારા પોલિસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદ નોંધાયા બાદ ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Shah Jina