80ના દાયકામાં જાણીતી ટીવી સિરિયલ રામાયણ આજકાલ લોકોની જબરદસ્ત ડિમાન્ડને લઈને ફરી એક વાર બીજી વાર પ્રસારિત કરવામાં આવે છે. આજકાલ ફરી એકવાર રામાયણ દૂરદર્શન પર રિલીઝ થઇ રહી છે. પહેલાથી પણ રામાનંદ સાગરની રામાયણની ટીઆરપીએ મામલે બધી સીરિયલને પાછળ છોડી દીધી છે.

33 વર્ષ પહેલા બનેલી આ સિરિયલને દરેક કલાકારએ બહુ સારી રીતે રોલ નિભાવ્યા છે. આ શોમાં હનુમાનજીના રોલ કરનાર એક્ટર દારા સિંહે નિભાવ્યું હતું. ભલે દારા સિંહે આપણી વચ્ચે ના હોય પરંતુ આજે પણ લોકોના દિલમાં જીવે છે.
વર્ષ 2012માં દારાસિંહે 83 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું હતું. પહેલવાનીથી કરિયરની શરૂઆત કરનાર દારાસિંહે એક્ટર, નિર્દેશક અને નિર્માતા તરીકે બહુ સારી રીતે કામ કર્યું હતું. વર્ષ 1976માં આવેલી ફિલ્મ બજરંગબલીમાં હનુમાનજીનો રોલ નિભાવ્યો હતો. આ બાદ રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનનો રોલ નિભાવ્યો હતો.

મૃત્યુ પામતા પહેલા દારા સિંહે ફરી રામાયણ ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વાતનો ખુલાસો વિદુ દારાસિંહે કર્યો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, વિંદુએ જણાવ્યું હતું કે, તેના પિતાએ તેના છેલ્લા દિવસોમાં રામાયણ જોવા માંગતા હતા.
વિંદુએ જણાવ્યું હતું કે, પિતા પાસે જઈને છેલ્લા દિવસોમાં મેં પૂછ્યું હતું કે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી જેહજુ સુધી પુરી ના થઇ હોય. ઘણી વાર પૂછવા પર તેમને કહ્યું હતું કે, રામાયણ લગાવી દે. હું ફરી એક વાર રામાયણ જોવા ઇચ્છુ છું. મારા પિતા ઉત્સાહ સાથે રામાયણ જોતા હતા. એક દિવસમાં 5 એપિસોડ જોતા હતા. રામાયણ જોવી તેની આખરી ઈચ્છા હતી.

વિંદુએ વધુમાં કહ્યું હતું કે, પપ્પાએ તેની એક્ટિંગ કરિયરમાં ત્રણ વાર હનુમાનનો રોલ નિભાવ્યો છે. પહેલીવાર વર્ષ 1976માં રિલીઝ થયેલી ફિલ્મ બજરંગબલીમાં હનુમાનનો રોલ નિભાવ્યો હતો. આ બાદ રામાનંદ સાગરની રામાયણમાં હનુમાન બન્યા હતા. ત્રીજી વાર બીઆર ચોપરાના ટીવી શો મહાભારતમાં હનુમાનના રોલમાં નજરે આવ્યા હતા. આ બાદ ઘણા એક્ટરે હનુમાનનો રોલ કર્યો હતો પરંતુ તેના જેવો કોઈ નિભાવ્યો ના હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.