ખબર

લગ્નમાં આવેલી ડાન્સર સાથે ડાન્સ કરવાની બાબતમાં થઈ ગઈ મોટી માથાકૂટ, એક વ્યક્તિને ખોવો પડ્યો જીવ

લગ્ન આમ તો ખુશીઓનો પ્રસંગ ક્હેવામાં આવે છે, અને લગ્નની અંદર મોટાભાગે લોકો શાનદાર તૈયારીઓ કરતા હોય છે. પરંતુ ઘણીવાર લગ્નની અંદર માથાકૂટો થતા પણ જોવા મળે છે અને ઘણીવાર આવા ઝઘડાઓના પરિણામ ખુબ જ ઘાતક પણ આવે છે.

આવો જ કિસ્સો હાલ બિહારના સાસારામ નગરના વોર્ડ નંબર 1 યાદવ ટોલામાં આવેલી એક જનની અંદર બન્યો જ્યાં એક વિવાદમાં લાકડી અને ડંડા  મારીને એક જાનૈયાની હત્યા કરી દેવામાં આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આ વિવાદ સ્થાનિક લોકો દ્વારા મંચ ઉપર ચઢીને યુવકો દ્વારા ડાન્સ કરવા વળી નર્તકીને લઈને શરૂ થયો હતો. જે હત્યા સુધી પહોંચ ઇગયો. મૃતકનું નામ દદન સિંહ ઉંમર 45 વર્ષ જણાવવામાં આવી રહી છે. જે કારાકાટ પોલીસ સ્ટેશન વિસ્તારના નોખાપરાસી ગામ નિવાસી સ્વ. ગંગા સોહનો પુત્ર જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની અંદર ચાર લોકો ઘાયલ થઇ ગયા છે.

(પ્રતીકાત્મક તસવીર)

ઘાયલ થેયલા ચારેય લોકોને સારવાર માટે પીએચસીમાં ભરતી કરવામાં આવ્યા છે. જયારે ગંભીર રૂપે ઘાયલ એક અન્ય વ્યક્તિને પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. સૂચના મળવા ઉપર પોલીસે ઘટના સ્થળે પહોંચી શબને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલી દીધું હતું. ઘટના દરમિયાન લોકોએ જાનૈયાઓના ત્રણ વાહનોને પણ લાકડી ડંડા મારીને નુકશાન પહોંચવી દીધું છે.

(પ્રતીકાત્મક તસવીર)

તો આ બાબતે એસડીપીઓ એ જણાવ્યું છે કે બંને પક્ષ વિરુદ્ધ કોરોનાના નિયમોનું ઉલ્લઘન કરવાનો પણ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. તેમના વિરુદ્ધ પરવાનગી વગર સમારંભ કરવાનો, ડાન્સના કાર્યક્રમ આયોજન કરવાનો આરોપ છે. તેમને એમ પણ જણાવ્યું કે હાલમાં કન્યાના પિતા દુધેશ્વર સિંહ ઉર્ફ સાધુ અને તેના સહોયોગી લાલા બહાદુર સિંહની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.