મનોરંજન

બોલીવુડ હીરોઇનો લે છે આવી થેરાપી, જાણો આ પાછળનું ઊંડું રહસ્ય

બૉલીવુડ એક્ટ્રેસ અને ટાઇગર શ્રોફની એક્સ ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણી કંઈકને કંઈક કારણોસર ચર્ચામાં રહે છે.દિશા પટ્ટણી થોડા સમય પહેલા એક ઇવેન્ટમાં પહોંચી હતી. જેમાં તે લાઈટ બ્રાઉન બોડી ફિટ ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી હતી. પરંતુ તે દરમિયાન તેની પીઠ પાછળ દાઝેલા નિશાન જોવા મળ્યા હતા. આ નિશાનના કારણે તે બહુજ ખરાબ લાગી રહી હતી.

Image Source

આ થેરાપીને કપિંગ થેરાપી કહેવામાં આવે છે. આ થેરાપી બહુજ દર્દનાક થેરાપી હોય છે. તેનાથી સ્કિન ચમકીલી બને છે. આ થેરાપીમાં એક્યુપંક્ચર સ્પેશ્યાલીસ્ટ કોટનનાને દારૂમાં ડુબાડે છે. ત્યારબાદ આ રૂને કાચના ગ્લાસ અથવા કપમાં નાખીને આગ લગાડે છે. આ આગને ઠારીને તે વાસણને સ્કિન પર રાખવામાં આવે છે. આમ જોવા જઈએ તો દિશા પહેલાથી જ ખુબસુરત છે. પરંતુ કેપિંગ થેરાપી બાદ તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લાગી ગયા હતા. આ પ્રક્રિયા મસાજની વિપરીત છે.

Image Source

હજારો વરસ પહેલા આ યુનાની ચિકિત્સા પદ્ધતિ કપિંગ થેરાપીમાં માસપેસીઓ પર દબાણ કરીને સ્કિન અને માંસ પેસીઓને ઉપરની તરફ ખેંચવામાં આવે છે. આ થેરાપી દરમિયાન શરીર પર લાગેલા ઘાવને વાસ્તવમાં કપિંગની હીલિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. આ થેરાપી ત્રણ સ્ટેપમાં કરવામાં આવે છે.કાચના કપ અથવા ગ્લાસમાં ગરમ કર્યા બાદ તેને સ્કિન પર રાખીને શરીરમાંથી દૂર ખેંચવામાં આવે છે

Image Source

જેથી માંસપેસીઓને આરામ મળી શકે. આ પદ્ધતિને અરબીમાં હીઝામાં, અંગ્રેજીમાં કપિંગ,ભારતમાં રક્ત મોક્ષણ નામથી જાણવામાં આવે છે.આ થેરાપીમાં લિહિ કહીને બીમારીએ દૂર કરી શકાય છે.’હીઝામા’ એક અરબી શબ્દ છે.

Image Source
Image Source

આ થેરાપી બધી જ જગ્યાએ લોહી પહોંચાડે છે. આ થેરાપીથી લોહીમાં રહેલા પદાર્થ અને મૃત કોશિકાઓ એન દુષિત તત્વોને બહાર કાઢી રોગથી બચાવે છે. તેથી નવા લોહીનું નિર્માણ થાય છે. આ થેરાપી કરવાથી દર્દથી આરામ થાય છે. દર્દવાળી જગ્યા પર દબાવાથી શરીરમાં ઊંડે સુધી ટિશૂને આરામ મળે છે. સાથે પીઠ અને ગળાનો દુખાવો, માઇગ્રેનથી આરામ મળે છે. આ થેરાપીથી શરદી-ઉધરસમાં ઝડપથી આરામ મળે છે. સાથે શરીરના બધા ભાગમાં લોહી પહોંચાડીને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

ઇવેન્ટમાં આવેલા લોકો દિશાની પીઠ જોઈને અચરજ પામી ગયા હતા. પરંતુ બાદમાં ખબર પડી હતી કે,પીઠ પાછળની દાઝેલું નહીં પરંતુ તેનું સાચું કારણ કપિંગ થેરાપી છે.દિશા સિવાય ઘણી અભિનેત્રીઓએ આ થેરાપીનો સહારો લીધો છે.
જુવો વિડિઓ: