ખબર

લોકડાઉનના નિયમો ધજીયા ઉડાવી ક્રિકેટર દારૂના નશામાં ગાડી લઈને નીકળી પડ્યો, અકસ્માત થતા પોલીસે કરી ધરપકડ

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો ફેલાયેલો છે જેના કારણે મોટાભાગના દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ભારત સમેત દુનિયાના મોટાભાગના દેશો આ વાયરસ સામેની લડતમાં લોકડાઉનનું પાલન કરી રહ્યા છે ત્યારે ઈંગ્લેન્ડમાં પણ કોરોના વાયરસના ખતરાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે,પરંતુ ઇંગ્લેન્ડના આ ક્રિકેટરને લોકડાઉનમાં જાણે મોજ કરવી હોય એમ દારૂના નશામાં ધૂત ગાડી લઈને નીકળી ગયો અને અકસ્માત પણ કરી બેઠો જેના બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર ગુલ્સ્ટરશાયરના ક્રિકેટર જોર્જ હેકીન્સને રસ્તા ઉપર થયેલા એક અકસ્માતમાં દારૂ પી અને ગાડી ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. હેકીન્સ 28 ફર્સ્ટ કલાસ મેચ રમી ચુક્યો છે આ ઘટના 19 એપ્રિલના રોજ પોર્ટ્સમાઉથ રોડ કોબમમાં બની છે જ્યાં તે ગાડી લઈને લિનિકલ્યો હતો અને રસ્તા ઉપર બીજી ગાડીને ટક્કર મારી હતી. આ બાદ તેની ધરપકડ કરવામાં આવતા તે દારૂના નશામાં મળી આવ્યો હતો.

હેકીન્સને જુલાઈમાં ગીલ્ડફોર્ડ મેજિસ્ટ્રેટ કોર્ટ સામે રજૂ કરવામાં આવશે, હેકીન્સ 23 વર્ષનો છે અને તે ફર્સ્ટ કલાસ ક્રિકેટ સાથે ટી-20 પણ રમે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.