ખબર

ગુજરાતમાં કોરોના રોકેટની સ્પીડે વધ્યો, જાણો કુલ કેસ અને મોત?

ગુજરાતમાં આજે કોવિડ પોઝિટિવ દર્દીઓના આંકડો ચિંતાજનક હદે વધ્યો છે. સ્વરાજની ચૂંટણી પછી નવા કેસમાં કૂદકે ને ભૂસકે વધારો થઇ રહ્યો છે. આજે કોવિડ-19ના 555 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, તથા 482 દર્દીઓ વાયરસથી સ્વસ્થ થઇ ગયા છે. અત્યાર સુધી 2,66,313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે, આ સાથે જ કોવિડથી સાજા થવાનો રેસિયો 97.22 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં બનાસકાંઠા, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 05 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો ગુજરાતમાં કુલ 3212 એક્ટીવ કેસ નથી, તેમાંથી 41 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 3171 લોકો સ્ટેબલ છે. આ સાથે જ રાજ્યમાં કુલ 4416 લોકોના મૃત્યું પામ્યા છે.

વેક્સિનેસન પ્રોગ્રામમાં અત્યાર સુધીમાં ટોટલ 15,01,253 વ્યક્તિને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 3,57,654 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

વધુમાં તમને જણાવી દઈએ કે આજે 60 વર્ષથી વધુ એજન લોકોને સાથે જ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 89,447 વ્યક્તિઓનું રસીકરણ અપાઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.