ખબર

આ કપલ લોટરીમાં 1130 કરોડ જીત્યું,175 પરિવારમાં વહેંચી દીધી ખુશીઓ અને પૈસા એવી એવી જગ્યા એ વાપર્યા કે…

કોની કિસ્મત ક્યારે બદલાઈ જાય કઈ કહેવાય નહિ, ઘણા લોકો સારી કિસ્મતના કારણે રાતો રાત કરોડપતિ બની ગયા હોવાના પણ ઘણા ઉદાહરણો મળે છે. ત્યારે બ્રિટેનના એક કપલ આજ રીતે લોટરીમાં સૌથી મોટી રકમ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. લોટરીમાં તેમને લગભગ 1130 કરોડ રૂપિયા મળ્યા.

Image Source

હવે કોઈપણ એવું જ વિચારે કે આટલી મોટી રકમ જીત્યા બાદ કોઈપણ વ્યક્તિનું જીવન બદલાઈ જાય, આલીશાન ઘર અને એક લક્ઝુરિયસ કાર પણ ખરીદી શકાય, પરંતુ આ વ્યક્તિએ એવું કઈ જ ના કર્યું અને પોતાના માટે એક જૂની ગાડી ખરીદી. એટલું જ નહીં તેમની દીકરીઓ પણ જૂની ગાડીઓમાં જ ફરે છે.

Image Source

લોટરીની આટલી મોટી રકમ જીત્યા બાદ ફ્રાન્સિસ કોનોલીએ નક્કી કર્યું કે તે પોતાના 50 મિત્રો અને સંબંધીઓની મદદ કરશે. પરંતુ ત્યારબાદ તેમને લગભગ 175 પરિવારોને લોટરીના પૈસાથી મદદ કરી. ફ્રાન્સિસના કારણે જ તેમના ઘણા મિત્રો નવા ઘર ખરીદી શક્યા છે અને ઘણા લોકોએ પોતાનું દેવું પણ ચૂકવી દીધું છે.

Image Source

એક અંગ્રેજી મીડિયા ધ સનના રિપોર્ટ પ્રમાણે લોટરી જીત્યાના 2 વર્ષ બાદ હવે ફ્રાન્સિસનું કહેવું છે કે તેમને અડધાથી પણ વધારેની રકમ (લગભગ 600 કરોડ રૂપિયા) લોકોને મદદ કરવામાં આપી દીધા છે. તેમને એ પણ કહ્યું કે તેમને સૌથી વધારે ખુશી એ વાતની છે કે તેમને જેને જેને પૈસા આપ્યા તેમને પણ બીજાની મદદ કરી.

Image Source

જાન્યુઆરી 2019માં આ કપલ એક લોટરીમાં વિજેતા બન્યું હતું. ત્યારે 25 વર્ષના ઇતિહાસમાં લોટરીમાં જીતવામાં આવેલી આ સૌથી વધારે રકમ હતી. 54 વર્ષીય ફ્રાન્સિસનું કહેવું છે કે તેને ઘરેણાં ખરીદવા કરતા વધારે ખુશી બીજાના ચહેરા ઉપર ખુશી જોઈને મળે છે. તો ગયા વર્ષે પેટ્રીકે ફ્રાન્સિસ માટે 2 લાખ રૂપિયામાં જૂની જેગુઆર ખરીદી હતી.