વિદેશની લક્ઝુરિયસ લાઈફ છોડી ગામડે આવ્યા આ દંપતી.. પત્ની ચુલા પર બનાવે છે રસોઈ અને પત્ની ભેંસો દોહે છે

0
Advertisement

આપણા દેશના મોટેભાગના યુવાનોનું સપનું હોય કે તેઓ સારી નોકરી કરીને આરામથી જીવન વિતાવે, કે તેમને વિદેશ જવાનો મોકો મળે અને ત્યાં સ્થાયી થઇ જાય, લાખોની નોકરી હોય, આરામનું જીવન હોય, આવી તક તો કોણ છોડે? આવી વાતના વિચારોથી પણ કોઈ પણ ખુશ થઇ જાય તો આવી તક તો કઈ રીતે જતી કરી શકે?

Image Source

ત્યારે વિદેશમાં સ્થાયી થઇ ચૂકેલા આ યુવા દંપતીએ પોતાનું વિદેશનું એશો-આરામવાળું જીવન છોડીને પોતાના વતન આવીને વસી જવાનું નક્કી કર્યું. એટલું જ નહીં, વતન આવીને શહેરમાં રહીને કોઈ નોકરી કરવાને બદલે પોતાના બાપ-દાદાનો પારંપરિક વ્યવસાય અપનાવવાનું નક્કી કર્યું. અને ગામમાં આવીને તેમને કઠણ જીવનમાં પણ સફળતાની ઇમારત ચણી છે.સામાન્ય રીતે તો 21મી સદીના યુવાનોને ગામડામાં રહેવું પસંદ નથી પડતું ત્યારે આ યુવા દંપતીએ ઈંગ્લેન્ડનું જીવન છોડીને પોતાનું વતન પોરબંદરના બેરણ ગામે આવીને વસ્યા છે અને અહીં આવીને ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. તમે એવો સવાલ થતો હશે કે તેઓએ આવું શા માટે કર્યું? તો ચાલો જોઈએ તેમની આખી વાત.

Image Source

કોણ છે આ યુવા દંપતી –

આ યુવા દંપતી છે રામદે ખુંટી અને તેમની પત્ની ભારતી ખુંટી, જે ઘણા લાંબા સમયથી લંડનમાં રહેતા હતા. ત્યાં તેઓઅએનું જીવન સુખ-સહાયબી ભરેલું હતું. પરંતુ હવે પતિ-પત્ની પોતાના નાના દીકરાને લઈને લંડન છોડીને ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલા પોતાના ગામડે પરત આવી ગયા છે. અહીં ગામમાં રહીને રામદે અને ભારતી ખેતી અને પશુપાલન કરે છે.રામદે ખુંટી વર્ષ 2006માં કામ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા, 2 વર્ષ ત્યાં કામ કર્યા પછી ભારત આવ્યા અને અહીં ભારતી સાથે લગ્ન કરી લીધા. લગ્ન સમયે ભારતી રાજકોટમાં એરપોર્ટ મેનેજમેન્ટ અને એર હોસ્ટેસનો કોર્સ કરી રહી હતી. ભરતી પોતાનો અભ્યાસ પૂરો કરીને વર્ષ 2010માં આપતી પાસે લંડન જતી રહી. લંડનમાં ભારતીએ ઇન્ટરનેશનલ ટૂરિઝમ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટની ડિગ્રી લીધી. આ પછી ભારતીએ બ્રિટિશ એરવેઝના હિથ્રો એરપોર્ટથી હેલ્થ અને સેફ્ટિનો કોર્સ પણ કર્યો અને પછી ત્યાં જ નોકરી પણ કરવા લાગી.વતન પરત ફરવાનો લીધો નિર્ણય –

લંડનમાં આ દંપતીનું જીવન શાનદાર વીતી રહ્યું હતું, બંનેને એક દીકરો પણ થયો. પરંતુ રામદેને અહીં ગુજરાતમાં રહેતા તેમના માતા-પિતાની ચિંતા સતાવી રહી હતી. રામદે તેમનો એકનો એક દીકરો હતો જે તેમનાથી દૂર હતો. તેમનું ધ્યાન રાખવાવાળું અહીં કોઈ ન હતું, અને તેમનું ખેતીનું કામ પણ બીજા લોકો કરી રહયા હતા.જેથી એક દિવસ રામદેએ ભારત પોતાના માતા-પિતા પાસે પરત ફરવાનો નિર્ણય લીધો,જેમાં તેમની પત્ની ભારતીએ પૂરું સમર્થન આપ્યું. જેથી એક દિવસ આ પતિ-પત્ની લંડન છોડીને પોતાના દીકરા સાથે ગુજરાત આવીને વાસી ગયા. અહીં આવીને પણ તેમને કોઈ શહેરમાં નોકરી કરવાને બદલે પોતાના બાપ-દાદાનો પારંપરિક વ્યવસાય અપનાવવાનો નિર્ણય લીધો. અહીં આવીને તેમને આધુનિક રીતે ખેતી અને પશુપાલન કરવા પર ધ્યાન આપ્યું.શરૂઆતમાં પડી તકલીફો –

જો કે ભારતીને શરૂઆતમાં તફલીફઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તેને પહેલા ક્યારેય ખેતીકામ કર્યું ન હતું. પરંતુ સતત મહેનતને પરિણામે હવે ભારતી ખેતી સાથે પશુપાલનનું કામ પણ જાતે જ સંભાળે છે. હવે ભારતી ભેંસોને પણ જાતે જ દોવે છે અને બીજા અન્ય કામો પણ જાતે જ કરે છે. તેને જોઈને તમને જરા પણ અંદાજો ન આવે કે આ પહેલા લંડનમાં રહી ચુકી છે.રામદે કહે છે કે તેઓ ખેતી માટે આધુનિક રીતો અપનાવી રહયા છે અને જૈવિક ખેતી કરી રહયા છે. નિયમિત આવક માટે તેઓએ ગાય-ભેંસના પાલનનો ધંધો પણ શરુ કરી દીધો છે, જેની જવાબદારી ભારતી ઉઠાવી રહી છે. તેઓ આ રીતે ગામમાં એક સારું જીવન વિતાવી રહયા છે અને તેમને જરા પણ અફસોસ નથી કે તેઓ લંડન છોડીને વતન આવીને ખેતી કરી રહયા છે. સૌથી મોટી ખુશીને વાત તો એ છે કે તેઓ હવે પરિવાર સાથે છે.રામદે કહે છે કે અહીં આવીને તેમને શીખ્યું છે કે ગામમાં રહીને પણ એક વ્યક્તિ શાનદાર જીવન જીવી શકે છે. ભારત કહે છે કે એવા તો ઘણા કિસ્સા છે કે વિદેશ જઈને બાળકો પોતાના માતાપિતાને ભૂલી જાય છે, ત્યારે લંડનથી અહીં સ્થાયી થઈને તેઓ કુદરતને ખોળે ઉછરી રહયા છે. આ એ વાતની સાક્ષી પૂરે છે કે સાચું સુખ પરિવાર સાથે છે.શરુ કરી યુટ્યુબ ચેનલ-

રામદે અને ભારતીએ એક વર્ષ પહેલા પોતાની યુટ્યુબ પર એક ચેનલ પણ શરુ કરી છે – ‘લિવ વિલેજ લાઈફ વિથ ઓમ એન્ડ ફેમિલી’, જેના માધ્યમથી તેઓ આધુનિક ટેક્નિકથી ખેતી અને વૈજ્ઞાનિક રીતે પશુપાલન કરવાની ટિપ્સ આપે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here