કોઈ કઈ પણ કહે, પણ આપણા સૌનું અંતરમન જાણે જ છે કે વધતું તાપમાન, જમીનનું ધોવાણ, પૂર, અને સજીવોની પ્રજાતિનું નષ્ટ થવું, આ બધું એક જ તરફ ઈશારાઓ કરે છે કે આપણી પૃથ્વી ખતરામાં છે. જેને આપણે જ બચાવવી પડશે, ફિલ્મોની જેમ કોઈ હીરો નહિ આવે. આપણે જાણીએ જ છીએ. આ બધી જ સમસ્યાઓનું મુખ્ય કારણ જંગલોનું ઓછું થવું છે. આપણે બેફામ રીતે જંગલો નષ્ટ કરી રહયા છીએ અને જો આવું ચાલુ જ રહ્યું તો પરિસ્થિતિ વધુ ખરાબ થઇ જશે. જેથી પર્યાવરણને બચાવવા માટે આપણે જ સુપરહીરો બનવું પડશે અને બદલાવ લાવવો પડશે.

United Nations’ Food and Agricultural Organisationના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 1990થી અત્યાર સુધીમાં પૃથ્વી પરથી 129 મિલિયન હેકટર જંગલો નષ્ટ થઇ ચુક્યા છે. જેના કારણે જંગલોમાં વસનાર પશુ-પક્ષીઓની મોટેભાગની પ્રજાતિઓ વિલુપ્ત થવાની કગાર પર છે. દિવસેને દિવસે પ્રદુષણ વધી રહ્યું છે, તાપમાન વધી રહ્યું છે. પર્યાવરણને બચાવવું કોઈ એક વ્યક્તિના હાથમાં નથી, એવું આપણે વિચારીએ છીએ પણ બ્રાઝિલના એક કપલે આ પરિસ્થિતિને બદલવાનો નિશ્ચય કર્યો, 1,502 એકર જમીન પર ફરીથી વૃક્ષો વાવીને છેલ્લા 20 વર્ષમાં જંગલ ઉભું કર્યું છે.

ખતમ થઈ રહેલા જંગલોને બચાવવા માટે બ્રાઝિલિયન ફોટો જર્નાલિસ્ટ સેબેસ્ટિયાઓ સાલગાડો અને તેમની પત્ની લેલી ડેલ્યુઝ વેનકીક સાલગાડોએ સમગ્ર વિશ્વને સાબિત કરી આપ્યું છે કે કોઈ પણ કામ કરવા માટે ધગશ હોય તો કામ ભલેને પૃથ્વીને બચાવવાનું હોય, તો એ પણ થઇ શકે છે. 20 વર્ષોમાં તેમને 20 લાખ વૃક્ષો વાવીને ફરીથી જંગલ ઉભું કર્યું છે. આ કોઈ નાનું સૂનું કામ નથી.

1990ના દશકમાં સેબેસ્ટિયાઓ સાલગાડો રવાન્ડા નરસંહારને કવર કરી રહયા હતા, પણ ત્યાં એટલો રક્તપાત જોઈને તેઓને આઘાત લાગ્યો અને આ કપલે પોતાના વતન બ્રાઝિલ પાછું ફરવાનો નિર્ણય લીધો. ઘરે પહોંચીને તેમને જોયું કે જ્યા ક્યારેક વરસાદી જગલો હતા એ જગ્યા ઉજ્જડ વેરાન પ્રદેશ બની ગયો છે. આ જોઈને આ કપલ દુઃખી થઇ ગયું કે જેમને ક્યારે આ જગ્યા પર ગાઢ જંગલો જોયા હતા એ જગ્યા હવે એક સૂકી જમીન બનીને રહી ગઈ છે. આ જોઈને આ કપલને આ જંગલ ફરીથી વસાવવાનો વિચાર આવ્યો. લેલીને વિશ્વાસ હતો કે આ વેરાન પ્રદેશની કાયાપલટ કરી શકાશે.

સાલગાડો કહે છે કે ‘આ જમીન પણ એટલી જ ખતમ થઇ ગઈ હતી, જેટલો હું અંદરથી ખતમ થઇ ગયો હતો. ફક્ત 0.5 ટકા જ વૃક્ષો બચ્યા હતા.’ સાલગાડોને સમજાયું કે જેમ જેમ વૃક્ષો વધી રહયા છે, તેમ તેમ તેમનો પણ પુનર્જન્મ થઇ રહ્યો છે. જંગલ વધવાની સાથે જ ત્યાંથી જતા રહેલા બધા જ પશુ-પક્ષીઓ, અને બીજા સજીવો પરત આવવા લાગ્યા હતા.
સાલગાડો કહે છે કે ‘ફક્ત વૃક્ષો જ કાર્બન ડાયોકસાઇડને ઓક્સિજનમાં બદલી શકે છે. અમારે જંગલ ફરીથી વસાવવાનું હતું. એ માટે એવા જ વૃક્ષો લગાવવાના હતા જે એ ક્ષેત્રમાં મળી આવતા હોય. તો જ નહીં આ વૃક્ષો વધી શકશે અને જંગલ બની શકશે. અને અહીં પ્રાણીઓ નહિ આવે તો જંગલ શાંત થઈ જશે.’
બંનેએ સાથે મળીને Instituto Terra – નોન-પ્રોફિટ નોન-ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. આ સંસ્થાએ 4 મિલિયન છોડ વાવીને મરી ગયેલા જંગલને ફરીથી જીવંત કર્યું છે. તેની જે અસર થઇ છે એ સહજ જ જોવા મળે છે. યા ઉજ્જડ જમીન હતી એ હવે ફરીથી લીલી બની ચુકી છે. એમની 20 વર્ષની મહેનતથી જંગલ પાછું જીવંત થયું છે અને જંગલમાંથી જતા રહેલા પશુ-પક્ષીઓ પણ પરત આવી ગયા છે. જ્યા ક્યારેક સન્નાટો હતો ત્યાં હવે પશુ-પક્ષીઓનો અવાજ સંભળાય છે.

આશા રાખીએ કે આપણે પણ આ કપલ પાસેથી પ્રેરણા લઈને કોઈ સુપરહીરોની રાહ જોયા વિના જ આ પૃથ્વીને જીવવા માટે એક શ્રેષ્ઠ જગ્યા બનાવવા માટેના પ્રયાસો શરુ કરીએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks