ખબર

કોરોના સામેના વૈશ્વિક યુદ્ધમાં ગુજરાતના આ જિલ્લાઓ જંગ જીત્યા હતા, ફરી કોરોનાએ એન્ટ્રી કરી…જાણો વિગત

ગુજરાતમાં કોરોનાના આંકડામાં વધારો થયો છે. ગુજરાતના 33 જિલ્લા પૈકી 28 જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. જ્યાં અત્યાર સુધીમાં એક પણ કેસ ના હતો ત્યાં અમરેલી જિલ્લામાં સંક્ર્મણ વધતા હાહાકાર મચી જવા પામ્યો છે.

Image source

અમરેલીના લાઠીના પીએસઆઇના ગાંધીનગર રહેતા પિતાને કોરોનાનો ચેપ હોસ્પિટલાઇઝ કરાયા છે. લાઠીના PSI પોતાના પિતાને ગાંધીનગર મળીને લાઠી આવ્યા છે, ત્યારે હવે અમરેલીમાં સંક્રમણનું સંકટ દેખાઈ રહ્યું છે. PSI પોતાની ફરજ દરમિયાન લાઠીના 12 લોકો સાથે સંપર્કમાં આવ્યા હતા. 12 માંથી 1 ફોટો ગ્રાફર, 1 હોમગાર્ડ, 1 ટી.આર.બી. જવાન અને 9 જેટલા પોલીસ જવાનો સમાવેશ થાય છે. આ તમામને કવોરોન્ટાઇન કરાયા છે.

Image Source

તો ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.જેમા એક 20 વર્ષીય યુવતી છે. એક 50 વર્ષના પુરુષ છે. ભાટ અને ઈટાદરા ગામે કોરોનાના કેસ નોંધાયા છે. યુવતીને સારવાર માટે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખસેડવામં આવી છે. જ્યારે પુરુષને સારવાર અર્થે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Image Source

ગાંધીનગરના આલીસા ગામમાં એસઆરપી જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તે અમદાવાદમાં (corona) આરોગ્ય વિભાગની ટિમ સાથે ફરજ બજાવતો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.