ખબર

શું ખતમ થઇ રહી છે કોરોના વાયરસની તાકાત? WHO એ કોરોનાને ફરી રોન કાઢી, જાણો

કોરોના વાયરસને કારણે દરરોજ વિશ્વના સેંકડો લોકોનો જીવ જઈ રહ્યો છે, જ્યારે હજારો લોકો આ ખતરનાક વાયરસથી પીડિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસ પહેલાની જેમ જ ખતરનાક છે અને તેના પ્રભાવોને ઓછો ન આંકવો જોઇએ. ડબ્લ્યુએચઓએ આ ચેતવણી ઇટાલીના ડોકટરના નિવેદન પછી આપી છે, જેમનું કહેવું છે કે વાયરસ નબળો પડી રહ્યો છે.

ઇટાલીના એક ડોક્ટરે દાવો કર્યો છે કે કોરોના વાયરસ હવે નબળી પડી ગયો છે અને હવે તે પહેલાંની જેમ ખતરનાક નથી રહ્યો. ઇટાલીના મિલાનના રહેવાસી ડોક્ટર આલ્બર્ટો ઝંગ્રિલોએ સ્થાનિક ટેલિવિઝન સાથેની વાતચીતમાં જણાવ્યું કે COVID-19 સંક્રમણ પોતાની શક્તિ ગુમાવી રહ્યો છે અને તે ઓછો ખતરનાક બની ગયો છે. તેમણે કહ્યું કે વાયરસ એક કે બે મહિના પહેલાની સરખામણીમાં હવે નબળો પડી ગયો છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે કોરોના વાયરસ હવે ઇટાલીમાં ક્લિનિકલ રૂપથી હાજર નથી.

Image Source

જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ હાલમાં આ દાવાઓને નકારી દીધા છે. સાથે જ એમ પણ કહ્યું કે લોકોને હંમેશની જેમ સાવચેત રહેવાની જરૂર છે. ડબ્લ્યુએચઓનાં ઇમરજન્સી ડિરેક્ટર માઇકલ રિયાને વર્ચ્યુઅલ બ્રીફિંગમાં કહ્યું હતું કે આપણે સાવચેત રહેવાની જરૂર છે. એ વિચારવું યોગ્ય નથી કે વાયરસ અચાનક ખતમ થઈ જશે અથવા તેની અસર ઓછી થઇ જશે.

ડોક્ટર ભલે દાવો વરસ નબળો પડવાનો દાવો કરે, પણ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તરમાં લોમ્બાર્ડી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર બનેલો છે. જણાવી દઈએ કે ઇટાલીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં, કોરોના વાયરસથી 33 હજારથી વધુ લોકો માર્યા ગયા છે, પરંતુ હવે નવા દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.

Image Source

જણાવી દઈએ કે કોરોના સંકટ પછી, ઇટાલીએ તેના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે પ્રતિબંધોમાં રાહત આપવાનું શરૂ કર્યું છે. ઇટાલીના તમામ એરપોર્ટ 3 જૂનથી ખોલવામાં આવશે. ઇટાલીના પરિવહન વિભાગે આ અંગે માહિતી આપી છે. હવે અહીં કોરોના સંક્રમણ નિયંત્રણમાં જોવા મળી રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.