મનોરંજન

દિલીપ જોષીથી લઈને આ 5 કોમેડિયનની પત્નીઓ રહે છે લાઇમ લાઇટથી દૂર, જીવે છે સામાન્ય જીવન

બોલીવુડની ફિલ્મો હોય કે ધારાવાહિક તેની અંદર સસપનેસ થ્રિલર સાથે કોમેડીની પણ ખાસ જરૂર હોય છે, કોમેડી વગર જાણે અધૂરી લાગે, મોટા પડદા ઉપ્પર અને નાના પડદા ઉપર ઘણા બધા કોમેડિયન અભિનેતાઓ છે. જે પોતાની હાસ્ય કલા અને અભિનય દ્વારા દર્શકોને હસાવતા હોય છે. આવા કોમેડિયન પડદા ઉપર તો ચાહકોને હસાવે છે અને લાઇમ લાઇટમાં બનેલા રહે છે, પણ ઘણા કોમેડિયન એવા છે જેમની પત્નીઓ લાઇમલાઈટથી ઘણી દૂર રહે છે. આજે તમને એવા જ કેટલાક કોમેડિયનની પત્નીઓ વિષે જણાવીશું.

Image Source

1.દિલીપ જોશી અને જયમાલા જોશી:
ટીવી જગતની સૌથી પ્રખ્યાત ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં  અભિનેતા દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલનો અભિનય તો આપણે સૌએ જોયો જ છે. તે આ શોમાં તો તેમની પત્ની દયા બતાવી છે પણ અસલ જીવનમાં તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. દિલીપ જોશી આજે ટીવી જગતના ખયતનામ અભિનેતા છે પરંતુ તેમની પત્ની લાઇમલાઈટથી ઘણી દૂર છે.

Image Source

2.કિકુ શારદા અને પ્રિયંકા શારદા:
ધ કપિલ શર્મા શોની અંદર સૌને હસાવીને લોટપોટ કરનાર અભિનેતા કિકુ શારદા પણ નાના પડદાનું ખુબ જ મોટું નામ છે. તેની પત્નીનું નામ છે પ્રિયંકા શારદા, તે બંનેના લગ્ન વરહ 2003માં થયા હતા. પ્રિયંકા પણ લાઈમાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે.

Image Source

3.અલી અસગર અને સિદ્દીકી અસગર:
કપિલ શર્મા શોની અંદર જ દાદી અને નાનીનો અભિનય કરીને લોકોનું દિલ જીતનાર અભિનેતા અલી અસગર પણ એક પ્રખ્યાત અભિનેતા છે. તે ફિલ્મોમાં પણ નજર આવી ચુક્યો છે. તેની પત્નીનું નામ સિદ્દીકા અસગ઼ર છે. તે બંનેએ 2005માં લગ્ન કર્યા હતા. પરંતુ તેની પત્ની પણ લાઇમલાઈટથી દૂર રહે છે.

Image Source

4.સુનિલ ગ્રોવર અને આરતી ગ્રોવર:
સુનિલ પણ કપિલ શર્મા શોની અંદર ડોક્ટર ગુલાટીનો અભિનય કરી રહ્યો છે. તે પણ ખુબ જ ખ્યાતનામ કલાકાર છે  તેને આજ શોમાં ગુથ્થીનું પણ પાત્ર ભજવ્યું હતું. તેની પત્નીનું નામ છે આરતી ગ્રોવર અને તેને પણ લાઇમ લાઇટમાં રહેવાનું નથી ગમતું.

Image Source

5.જોની લીવર અને સુજાતા લીવર:
જોની લીવર બોલૂડનો એક ખ્યાતનામ અભિનેતા છે. ઘણી ફિલ્મોમાં તેને પોતાના અભિનયથી દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. જોની લીવરે 1984માં સુજાતા સાથે લગ્ન કર્યા હતા. સુજાતા પણ લાઇમ લાઇટથી ઘણી જ દૂર રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.