ખબર

અમેરિકાના આ મહાન આરોગ્ય સલાહકારે નરેન્દ્ર મોદીને આપી આ શિખામણ

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે. જેનાકાનરે ઘણી જગ્યાએ રાત્રી કર્ફ્યુની સાથે કેટલીક પાબંધીઓ પણ લાદી દેવામાં આવી છે તો દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ પોતાના રાજ્યમાં લોકડાઉન પણ લગાવ્યું છે. દેશના પ્રધાન મંત્રી નરેદ્ર મોદીએ જનતાને સંબોધતા રાજ્યોને લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે લેવાનું જણાવ્યું હતું તો હાલમાં અમેરિકા દ્વારા ભારતમાં લોકડાઉન જરૂરી છે તેમ જણાવવામાં આવ્યું છે.

એક અંગ્રેજી અખબારને શુક્રવારે આપેલા ઈન્ટરવ્યૂમાં અમેરિકાના મુખ્ય આરોગ્ય સલાહકાર ડો. એન્થની એસ. ફૌચીએ કહ્યું હતું કે ભારતમાં જે પ્રકારે કોરોના સંક્રમણનો ફેલાવો નિરંકુશ રીતે જારી છે, લોકો હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડ માટે પરેશાન થઈ રહ્યા છે, દવાઓની કાળાબજારી થઈ રહી છે ત્યારે દેશ થોડા દિવસ માટે બંધ કરવો યોગ્ય છે.

ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન બાબતે ડો. ફૌચીએ કહ્યું કે થોડા સપ્તાહો અગાઉ વેક્સિનેશન ડ્રાઈવને ઝડપી બનાવાઈ હોત તો ઘણા ખરા અંશે કોરોના વાયરસ પર અંકુશ મેળવી શકાયો હોત. કારણ કે, આ સમયે ભારતમાં અફરાતફરીનો માહોલ મચી ગયો છે, લોકો માર્ગો પર ઓક્સિજન સિલિન્ડર માટે ભટકી રહ્યા છે અને હોસ્પિટલોમાં દાખલ થવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે.