ખબર

જાનમાં આવેલા જાનૈયાઓની કાર કૂવાની અંદર ખાબકી, 6 લોકોના થયા મુર્ત્યું, 3 ઘાયલ

મધ્યપ્રદેશના છત્તરપુરની અંદર એક દર્દનાક હાદસો ઘટી ગયો. જેમાં એક લગ્નમાં સામેલ થવા માટે આવેલા જાનૈયાઓની કાર કૂવાની અંદર ખાબકી પડી હતી, જેમાં 6 લોકોના મૃત્યુ થઇ ગયા અને 3 લોકો ઘાયલ થયા હતા.

Image Source

પોલીસ દ્વારા મળેલી જાણકારી પ્રમાણે ગત રાત્રે મહારાજપુર પોલીસ સ્ટેશનના દીવાનજી પુરાવમાં એક લગ્ન થઇ રહ્યા હતા જેમાં ભાગ લેવા માટે કેટલાક લોકો કાર લઈને પહોંચ્યા હતા. ગાડીને આયોજન પૂર્વક રોડના કિનારે પાર્ક કરવામાં આવી રહી હતી તે દરમિયાન જ ગાડીનું સંતુલન બગડ્યું અને ગાડી કુવામાં ખાબકી ગઈ હતી.

અંધારું હોવાના કારણે ડ્રાઈવરને કૂવો દેખાયો નહીં અને ગાડી કુવામાં પડી ગઈ જેની અંદર કુલ 9 લોકો બેઠેલા હતા. જેમાંથી 6 લોકોના મૃત્યુ થયા અને 3 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા જે અત્યારે સારવાર હેઠળ છે.

આ ઘટનાને લઈને સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પણ ટ્વીટર ઉપર એક પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે.