ખબર

અમૂલ આપી રહ્યું છે તમને લાખોની કમાણી કરવાનો સારો મોકો, ઓછા રોકાણમાં જ શરૂ કરી શકો છો પોતાનો બિઝનેસ

કોરોના વાયરસના કારણે ઘણા લોકો નોકરી ધંધા વિહોણા બની ગયા છે, ત્યારે ઘણા લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવો છે પરંતુ ચોક્કસ જ્ઞાન અને માર્ગદર્શન ના હોવાના કારણે કયો બિઝનેસ શરૂ કરવો તે મૂંઝવણ હોય છે, ત્યારે આવા લોકો માટે અમૂલ તમને બિઝનેસ કરવાની સારી તક આપી રહ્યું છે. જેનાથી તમે લાખોની કમાણી કરી શકો છો.

Image Source

આજે દૂધ, દહીં, છાસ જેવી વસ્તુઓ જીવન જરૂરિયાતનો એક મહત્વનો ભાગ બની ગઈ છે, તો દૂધમાં થતી ભેળસેળના કારણે લોકો સારું દૂધ ખરીદવાનો આગ્રહ રાખે છે, ત્યારે અમૂલ એક એવું નામ છે જેના ઉપર લોકો આંખો બંધ કરી અને વિશ્વાસ મૂકી શકે છે. તો તમે અમૂલની ફ્રેન્ચાઇઝી લઈને પોતાનો જ વ્યવસાય શરૂ કરી શકો છો. તમારા મનમાં પ્રશ્ન થશે કે અમૂલ સાથે બિઝનેસ કરવામાં મોટા રોકાણની જરૂર હશે ? પરંતુ ના અમૂલની ફ્રેન્ચાઇઝી લેવા માટે તમારે માત્ર 2 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવાનું છે. જેના દ્વારા તમે દર મહિને 5-10 લાખ રૂપિયા સુધીનો પણ બિઝનેસ કરી શકો છો. હા, પરંતુ તમે કેવી જગ્યા ઉપર આ વ્યવસાય કરો છો તે મહત્વનું છે. જો તમે પ્રાઈમ લોકેશન ઉપર આ વ્યવસાય શરૂ કરો છો તો તમારી કમાણી બમણી પણ થઇ શકે છે.

Image Source

અમૂલની વિવિધ પ્રોડક્ટ્સ MRP ઉપર તમને અલગ અલગ કમિશન મળે છે. જો વાત અમૂલની દૂધની થેલીની કરીએ તો તેના ઉપર તમને 2.5 ટકા જેટલું કમિશન મળશે. આ ઉપરાંત દૂધની બનાવટો ઉપર 10 ટકા અને આઈસ્ક્રીમ ઉપર તમને 20 ટકા સુધીનું કમિશન મળી શકે છે.

Image Source

જો તમે વધારે રોકાણ કરી અને અમુલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લો છો તો તેમાં આઈસ્ક્રીમ, પીઝા, શેક, હોટ ચોકલેટ જેવી વસ્તુઓ પણ બનાવી શકો છો અને તેની અંદર તમને 50 ટકા જેટલું કમિશન મળી શકે છે. તમારે તેના માટે ફક્ત એક સારું સ્થળ શોધવાનું છે. જો તમે અમુલ પાર્લર શરૂ કરવા માંગતા હોય તો તમારે 150 વર્ગ ફૂટ જગ્યાની જરૂર પડશે અને તમારે અમુલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવી હશે તો 300 વર્ગ ફૂટ જગ્યાની જરૂર પડશે.

Image Source

જો તમારે ફ્રેન્ચાઇઝી લેવી હોય તો તમારે કોઈ વચેટિયાનો સંપર્ક નથી કરવાનો તમે સીધા જ અમુલ સાથે વાત કરી શકો છો. જેના માટે તમારે retail@amul.coop ઉપર ઇમેઇલ કરવાનો રહશે. આ ઉપરાંત તમે વધુ માહિતી માટે http://amul.com/m/amul-scooping-parlours ઉપર પણ ક્લિક કરીને મેળવી શકો છો.