ખબર

ભયાનક અકસ્માત : બસ અને ટ્રક વચ્ચે ટક્કર બાદ ભભૂકી ઉઠી આગ, 12થી વધુ જીવતા…

રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ખાનગી બસ ટેન્કર ટ્રેલર સાથે અથડાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં બસમાં સવાર 12 લોકો દાઝી ગયા છે. અકસ્માત બાદ બાડમેર-જોધપુર હાઈવે પર જામ થઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ટેન્કર સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી હતી. અકસ્માત સમયે બસમાં 25 લોકો સવાર હતા. વહીવટીતંત્રને 10 લોકોને બહાર કાઢવામાં સફળતા મળી છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં 10થી વધુ લોકોના અત્યાર સુધી મોત થયાના અહેવાલ છે.

અકસ્માત બાદ રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જિલ્લા કલેક્ટર લોક બંધુ અને પોલીસ અધિક્ષક દીપક ભાર્ગવ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બસમાં લગભગ ત્રણ ડઝન મુસાફરો સવાર હોવાનું કહેવાય છે. મૃતકો અને ઘાયલોની હજુ ઓળખ થઈ નથી. પોલીસ તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ બાડમેર જિલ્લાના પચપદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના ભંડિયાવાસ ગામ પાસે સવારે 11.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. અહીં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. અકસ્માત સમયે બસમાં ત્રણ ડઝન જેટલા મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં પચપાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડને બોલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. અકસ્માત બાદ રોડ પર લાંબો જામ થઈ ગયો હતો. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, બાડમેરમાં બસ-ટ્રક અકસ્માતના સંદર્ભમાં, બાડમેરના જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કર્યા પછી, તેમને રાહત અને બચાવ કામગીરી અંગે નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘાયલોને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવામાં આવશે.

બસમાં સવાર એક મુસાફર અનુસાર, બસ બાલોત્રાથી સવારે 9:55 વાગ્યે નીકળી હતી. દરમિયાન રોંગ સાઇડમાં સામેથી આવતા ટેન્કરે બસને ટક્કર મારી હતી. જે બાદ બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, આગ એટલી વિકરાળ હતી કે થોડીવારમાં બસ બળીને રાખ થઈ ગઈ હતી. જોકે, 10 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.