વાયરલ

પૈસા ગણવામાં આ ભેંસ કરી રહી છે વ્યક્તિની મદદ, વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે સ્માર્ટ ભેંસ, તમે પણ જુઓ

સોશિયલ મીડિયાની અંદર ઘણા વીડિયો  રાતો રાત વાયરલ થઇ જતા હોય છે, ઘણા એવા ફની વીડિયો પણ વાયરલ થાય છે જેને પેટ પકડીને આપણે હસીએ અને ઘણા એવા જુગાડુ વીડિયો પણ વાયરલ થતા હોય છે, હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પૈસા ગણવામાં ભેંસ મદદ કરી રહી છે.

આ ફની વીડિયોને આઇએફએસ સુશાંતા નંદાએ પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ભેંસની સામે નોટ ગણી રહ્યો છે. અચાનક તે ઉભો રહી જાય છે અને પોતાના હાથનો એક અનુઠો ભેંસના મોઢા પાસે લઇ જાય છે.

ત્યારે ભેંસ પણ તેનો અંગુઠો ચાટે છે અને ત્યારબાદ તે વ્યક્તિ ફરી નોટ ગણવામાં લાગી જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો આ વીડિયોને જોઈ ભેંસને સ્માર્ટ ભેંસ પણ કહી રહ્યા છે. જુઓ તમે પણ આ ફની વીડિયો