મનોરંજન

બોલિવુડના 8 સેલિબ્રિટીએ કર્યા સિક્રેટ મેરેજ, આજ સુધી લગ્નના ફોટો પણ જાહેર થયા નથી..!

તહેવાર હોય કે પછી લગ્ન ફેન્સ બોલિવુડ સ્ટાર્સ શાનદાર રીતે સેલિબ્રેટ કરે છે. ખાસ કરીને તેઓના લગ્ન હંમેશા તેમના ફેન્સ અને મીડિયાની ઉત્સુક્તાનો વિષય બની રહે છે. કરોડો દિલો પર રાજ કરનારા સિતારાના ફોટો વાયરલ થતા હોય છે. પરંતુ ઘણા સ્ટાર્સ એવા છે જેમણે પોતાના લગ્ન મીડિયા અને ફેન્સથી દૂરીમાં જ કરી લીધા હતા.
જ્યારે તેઓએ લગ્ન કર્યા ત્યારે કોઇને કાનો કાન ખબર જ નહતી પડી. ઘણા સેલેબ્સે પોતાના લગ્નના ફોટો શેર કર્યા તો ઘણાએ મીડિયા કે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને પોતાના લગ્નની જાણ કરી. તો ઘણા સેલેબ્રિટીઝના લગ્નના ફોટો આજ સુધી જાહેર જ થયા નથી. આવો એવા જ સેલિબ્રિટીએ ક્યારે લગ્ન કરી લીધા અને તે કોણ છે તેના વિશે જાણીએ.

1.રાની મુખર્જી-આદિત્ય ચોપરા

બોલિવુડના દિગ્ગજ ફિલ્મમેકર આદિત્ય ચોપરા અને રાની મુખર્જીની લવ સ્ટોરી ઘણા વર્ષોથી ચર્ચામાં રહેતી હતી. આદિત્ય ચોપરા કેમેરાથી દૂર રહેવુ જ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર પણ આદિત્યના બહુ ઓછા ફોટોઝ જોવા મળે છે. આજ કારણ છે કે, આદિત્યએ રાની સાથે 21 એપ્રિલ 2014ના રોજ ઇટલી ખાતે લગ્ન કરી લીધા હતા. જેમાં તેમના નજીકના 20 લોકોજ હાજર રહ્યા હતા. આ લગ્નમાં બોલિવુડમાંથી કરણ જોહર અને વૈભવી મર્ચેંટ હાજર સામેલ થયા હતા. લગ્નની જાણ પણ રાનીએ માંથા પર સિંદૂર અને મંગળસુત્ર પહેરીને ખુદ મીડિયાને કરી હતી. ઉલ્લેખનીય છે કે આજ સુધી રાની અને આદિત્યના લગ્નની ફોટો જાહેર થઇ નથી.

2.જ્હોન અબ્રાહમ- પ્રિયા રુંચલ

મીડિયા અને ફેન્સની વચ્ચે ઘેરાયેલો એક્ટર જ્હોન પોતાની પર્સનલ લાઇફને હંમેશા લાઇમ લાઇટથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. જ્હોને NRI બેન્કર પ્રિયા રુંચલની સાથે પોતાની લવસ્ટોરીને ક્યારેય જાહેર કરી નહતી. જ્હોન અને પ્રિયાએ 3 જાન્યુઆરી 2014ના રોજ અમેરિકામાં લગ્ન કરી લીધા હતા. આ લગ્નની જાણકારી પણ જ્હોને ખુદ ટ્વિટર ના માધ્યમથી પોતાના ફેન્સને આપી હતી, જેમાં જ્હોને પ્રિયા અને પોતાના તરફથી ફેન્સને નવા વર્ષની શુભેચ્છા આપી હતી. જો જ્હોન આ ટ્વીટ ન કરતા તો કોઇને તેમાં લગ્નની આજ સુધી જાણ પણ થઇ ન હોત.

3.માધુરી દીક્ષિત- ડો.શ્રીરામ નેને

માધુરી દીક્ષિત અને ડો.શ્રીરામ નેનેના લગ્ન બોલિવુડના સિક્રેટ લગ્નોમાંથી એક છે. વર્ષ 1999માં લોસ એન્જિલેસ ખાતે શ્રીરામ સાથે માધુરીએ લગ્ન કર્યા હતા. માધુરીએ આજ સુધી પોતાના લગ્નના ફોટોઝને જાહેર થવા દીધા ન હતા. તેણે લગ્ન બાદ મુંબઇ આવીને પોતાના લગ્નની ખુશીમાં એક રિસેપ્શન પાર્ટી આપી હતી.

4.જુહી ચાવલા- જય મહેતા

પોતાની ક્યુટ સ્માઇલથી દર્શકોના દિલોને જીતનારી એક્ટ્રેસ જુહી ચાવલાએ વર્ષ 1995માં બિઝનેસ મેન જય મહેતા સાથે લગ્ન કરી લીધા હતા, ત્યારે ઘણા લોકો હેરાન થઇ ગયા હતા. કારણ કે આ લગ્નની કોઇને ખબર જ નહતી પડી. જુહી અને જયના લગ્નની પણ કોઇ ફોટો જાહેર થઇ ન હતી.

5.દિવ્યા ભારતી- સાજીદ નડિયાદવાલા

90ના દાયકાની સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી દિવ્યા ભારતી અને ફિલ્મમેકર સાજીદ નડિયાદવાલાના લગ્ન બોલિવુડના સૌથી ચર્ચિત તથા વિવાદિત લગ્નોમાંથી એક રહ્યા છે. પરિવારની મરજી વિરુદ્ધ દિવ્યા ભારતીએ સાજીદ નડિયાદવાલા સાથે સીક્રિટ લગ્ન કરી લીધા હતા. આ લગ્નની જાણ દિવ્યા ભારતીના મૃત્યુ પછી થઇ. સાજીદ અને દિવ્યાના પણ કોઇ ફોટોઝ જોવા મળ્યા નથી.

6.આમિર ખાન- રીમા દત્તા

ક્યારેક પોતાની ચાઇલ્ડહૂડ ગર્લફ્રેન્ડ રીમા દત્તાને લોહીથી લવ લેટર આમિર લખતો હતો. આમિરે રીમા સાથે લગ્ન કર્યા તેની જાણ તેણે પોતાના પરિવારને પણ કરી નહતી. ઘણા સમય બાદ તેના પરિવારને રીમા સાથે લગ્ન થઇ ગયા હોવાની જાણકારી મળી હતી.

7.મનોજ બાજપાઇ- નેહા

મનોજ બાજપાઇ અને અભિનેત્રી નેહાએ કોઇને કાનો કાન ખબર ન પડે તે રીતે એપ્રિલ 2016માં સિક્રેટલી લગ્ન કરી લીધા હતા. એક અહેવાલ અનુસાર, મનોજના આ લગ્ન ખુબ જ ઝડપથી લેવાયા હતા, જેમાં તેનો પરિવાર પણ હાજર રહી શક્યો ન હતો. મનોજ અને નેહાના લગ્નના પણ કોઇ ફોટોઝ જાહેર થયા નથી.

8.કિમ શર્મા-અલી પુંજાની

બોલિવુડમાં ગણતરીની ફિલ્મો કરનારી અભિનેત્રી કિમ શર્મા પણ આ યાદીમાં સામેલ છે. વર્ષ 2010માં કિમે કેન્યાના મોટા બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કરી લીધા હતા. જો કે આ લગ્ન ખુબ ઓછા સમય ટક્યા હતા. કિમ અને અલીના લગ્નના પણ કોઇ ફોટોગ્રાફ્સ જાહેર થયા નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.