મનોરંજન

બૉલીવુડના આ 5 સ્ટાર્સના લગ્નની અનદેખી તસ્વીરો, જેના પર તમારી હજી સુધી નજર નહિ પડી હોય…..

આજના સમયમાં તો બોલીવુડમાં સ્ટાર્સના લગ્નને લઈને ખુબ જોશ જોવા મળે છે, વેન્યુ પર મીડિયાના કેમેરા લાગી જાય છે. સમારોહમાં હાજર થયેલા મહેમાનો પણ લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી નાખે છે. પણ પહેલાના લગ્નમાં આવું ન હતું. સાધનોની ખોટ હોવાને લીધે લગ્નની તસ્વીરો ખૂબ મુશ્કિલથી મળતી હતી. આજે અમે તમને એવા જ સીતારાઓના લગ્નની તસ્વીર દેખાડવા જઈ રહ્યા છીએ જેને કદાચ જ તમે જોઈ હશે.

Image Source

1.ઋષિ કપૂર-નીતુ સિંહ:

Image Source

ઋષિ કપૂર અને નીતુ સિંહે 38 વર્ષના વિવાહિત જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છતાં પણ તેઓ આજે સાથે છે.કહેવામાં આવે છે કે જ્યારે નીતુ સિંહે ઋષિ કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યુ તો તેની ઉંમર માત્ર 14 વર્ષની જ હતી. બંનેની જોડી ફિલ્મી સ્ક્રીન પર પણ ખુબ જ હિટ રહી છે. વર્ષ 1980 માં બંનેએ લગ્ન કર્યા હતા. હાલ ઋષિ કપૂર ન્યુયોર્ક માં પોતાની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે અને આ મુશ્કિલ ઘડીમાં નીતુ સિંહ પણ તેની સાથે ઉભેલી છે.

2.કાજોલ-અજય દેવગન:

Image Source

કાજોલ-અજયની જોડી રિયલ લાઈફની સાથે સાથે ફિલ્મોમાં પણ સુપરહિટ રહી છે. બંનેના લગ્નના 20 વર્ષ થઇ ગયા છે આ જોડીની પ્રેમ કહાનીમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા હતા. બંનેએ 24 ફેબ્રુઆરી 1999 ના રોજ લગ્ન કર્યા હતા.અજય-કાજોલની જોડી પહેલી વાર વર્ષ 1995 માં ફિલ્મ હલચલમાં નજરમાં આવી હતી. 1998 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ ની શૂટિંગ પછી બંનેએ પોત પોતાના પ્રેમને જાહેર કર્યુ હતું.

3. હની સિંહ અને શાલિની તલવાર:

Image Source

યો યો હની સિંહના નામથી ઓળખાતા સિંગરની લવ સ્ટોરી પણ ખુબ જ દિલચસ્પ છે. તેમણે 20 વર્ષ સુધી પોતાની પ્રેમિકા શાલિનીને ડેટ કરી અને તેની સાથે જ લગ્ન કર્યા. શાલિની અને હની એક જ સ્કૂલમાં ભણતા હતા. બંને પ્રેમ થઇ ગયા પછી છુપી રીતે મળતા હતા, અને સમય વિતાવતા હતા. જો કે બંનેના અફેરની ચર્ચા તે સમયે કઈ ખાસ ચર્ચામાં ન હતી. તેના પછી હની સિંહ અભ્યાસ માટે યુકે ચાલ્યા ગયા. હની સિંહે શાલિની સાથે 23 જાન્યુઆરી,2011 ના રોજ ગુરુદ્વારે માં સીખ રીત-રિઆજોથી લગ્ન કર્યા હતા.

4. શાહિદ કપૂર-મીરા રાજપૂત:

Image Source

બોલીવુડના સૌથી ક્યૂટ કપલ શાહિદ કપૂર અને મીરા રાજપૂતની લવ સ્ટોરી પણ ખુબ દિલચસ્પ રહી છે. આ બંનેનો પરિવાર દિલ્લીના એક જ સત્સંગ માં જાતો હતો અને ત્યાંથી જ મીરા-શાહિદની મુલાકાત થઇ હતી. જ્યારે મીરા શાહિદને મળી ત્યારે તેમણે ગ્રેજ્યુએશન જ પૂરું કર્યુ હતું. તે સમયે મીરા માત્ર 21 વર્ષની જ હતી. જોકે પહેલા શાહિદે કહ્યું હતું કે તે 21 વર્ષની નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવા તૈયાર નથી પણ જ્યારે તે મીરાને મળ્યા તો તેની આંખ માં ખોવાઈ ગયા અને બંને એ 7 કલાક સુધી વાતો કરી હતી. શાહિદ-મીરાના લગ્ન 7 જુલાઈ 2015 ના રોજ છત્તરપુરમાં થયા હતા. હાલ તેઓની એક દીકરી અને એક દીકરો પણ છે.

5. આર માધવન-સરિતા બિરજે:

Image Source

આર માધવન ઇન્ડિયન આર્મીમાં પોતાનું કેરિયર બનાવવા માગતા હતા પણ તેનું આ સપનું અધૂરું રહી ગયું. તેના માતા-પિતાના કહેવા પર તેમણે મેંનેજમેન્ટ સ્કૂલથી ઇલેક્ટ્રોનિક્સમાં ડિગ્રી લઇ લીધી. ડિગ્રી પુરી થયા પછી તે દેશમાં કોમ્યુનિકેશન અને પબ્લિક સ્પીકિંગના ક્લાસ લેવા લાગ્યા. એવા જ મહારાષ્ટ્ર ના કોલ્હાપુરમાં પર્શનાલીટી ડેવલપમેન્ટ ક્લાસમા તેની મુલાકાત સરિતા બિરજે સાથે થઇ. સરિતા એર હોસ્ટેઝની તૈયારી કરી રહી હતી.સરિતા ઇન્ટરવ્યૂમાં સફળ રહી અને તેને લાગ્યું કે તે માધવનને લીધે જ થયું છે, માટે તેમણે માધવનનો આભાર માન્યો અને ડિનર માટે બોલાવ્યો. બસ ત્યારથીજ બંને વચ્ચે પ્રેમ પ્રકરણ શરૂ થઇ ગયું અને બંનેએ 1999 માં લગ્ન કરી લીધા.