મનોરંજન

સગી બહેનોથી પણ વધારે ઊંડો છે બોલીવુડની આ 5 નણંદ-ભાભીનો સંબંધ, કરીના અને ઐશ્વયા પણ છે આ લિસ્ટમાં

એક છોકરીના લગ્ન પછી તેની સાથે ઘણા સંબંધો અને જવાબદારીઓ જોડાઈ જાય છે. તેમાનો જ એક સંબંધ છે નણંદ-ભાભીનો. આ સંબંધ ખુબ જ સુંદર હોય છે, અને બંન્નેનો સંબંધ બહેનોની જેમ જ હોય છે. બૉલીવુડમાં પણ નણંદ-ભાભીની એવી જોડીઓ પણ છે જે એક મિસાલ કાયમ કરે છે. આવો તો જણાવીએ નણંદ-ભાભીની આ બેસ્ટ જોડી વિશે

1. કરીના કપૂર-સોહા અલી ખાન:

Image Source

કરીના કપૂર અને સોહા અલી ખાન વચ્ચે ખુબ સારી એવી મિત્રતા છે. બંન્નેને પાર્ટી કે ઇવેન્ટમાં પણ એક સાથે જોવામાં આવે છે. બંન્ને સાથે વેકેશનમાં રજાઓ માણવા માટે જાય છે, પાર્ટીઓ કરે છે, શોપિંગ પણ કરે છે. બંન્ને વચ્ચેની બોન્ડિંગ સોશિયલ મીડિયા પર પણ જોઈ શકાય છે.

2. ઐશ્વર્યા રાઈ-શ્વેતા નંદા:

Image Source

બોલીવુડની ફેમસ નણંદ-ભાભીની જોડી ઐશ્વર્યા રાય અને શ્વેતા નંદાની પણ છે. બંન્નેને ઘણીવાર મોટા ઈવેન્ટ્સ અને લગ્ન સમારોહમાં એકસાથે જોવામાં આવે છે. શ્વેતા નંદાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ઐશ્વર્યાને ખુબ જ પ્રેમ કરે છે અને ખુશ છે કે અભી-ઐશ એક સાથે છે.

3. અનુષ્કા શર્મા-ભાવના કોહલી:

Image Source

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા વિશે તો દરેક કોઈ જાણે જ છે પણ વિરાટની બહેન ભાવના કોહલી વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. ભાવના પોતાની ભાભી અનુષ્કાને નાની બહેનની જેમ જ પ્રેમ છે છે, જો કે બંન્ને એકસાથે મીડિયાની સામે જોવા નથી મળતી.

4. ટ્વીન્કલ ખન્ના-અલ્કા ભાટિયા:

Image Source

બૉલીવુડ અભિનેત્રી ટ્વીન્કલ ખન્ના અને અક્ષય કુમારની બહેન અલ્કા ભાટિયા વચ્ચે નણંદ-ભાભીનો સંબંધ ખુબ જ શાનદાર છે. બંન્ને નણંદ-ભાભી કરતા વધારે મિત્રોની જેમ રહે છે. બંન્ને વચ્ચે સારી એવી બોન્ડિંગ છે.

5. મીરા રાજપૂત-સનાહ કપૂર:

Image Source

મીરા રાજપૂત અને શાહિદ જકપુરની બહેન સનાહ કપૂરની વચ્ચેનો સંબંધ પણ ખુબ સારો છે. આ નણંદ-ભાભીની જોડી બેસ્ટ ફ્રેન્ડથી ઓછી નથી. બંન્નેને મોટાભાગે એકસાથે જોવામાં આવે છે.

Author: GujjuRocks Team


આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.