ફિલ્મી દુનિયા

સિંઘમ ફેમ કાજલ અગ્રવાલ માટે પરિવારે શોધ્યો વરરાજો, જલ્દી જ વાગવાની છે શરણાઈ

અજય દેવગન સાથે ફિલ્મ સિંઘમમાં દમદાર અભિનય કરનારી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી કાજલ અગ્રવાલ જલ્દી જ લગ્ન કરવા જઈ રહી છે. કાજલના પરિવારના લોકો ઘણા સમયથી તેના માટે એક સારા હમસફરની શોધ કરી રહ્યા હતા એવામાં હવે તેઓની આ શોધ પુરી થઇ ચુકી છે.

Image Source

જો કે કાજલના તરફથી આ બાબતની કોઈ પુષ્ટિ થઇ નથી પણ મીડિયા રિપોર્ટના આધારે કાજલ ટૂંક સમયમાં જ લગ્ન કરી શકે તેમ છે અને જલ્દી જ શરણાઈઓ વાગશે. જણાવી દઈએ કે કાજલ માટે પરિવારે એક મોટા બિઝનેસમૈનની પસંદગી કરી છે.

Image Source

મળેલી જાણકારીના આધારે કાજલ બિઝનેસમૈન ગૌતમ કિચલુ સાથે સાત ફેરા લેવાની છે. કાજલને ગૌતમના પરિવાર સાથે મંદિરમાં દર્શન કરતા પણ જોવામાં આવી હતી. બંન્ને માંથી કોઇએ પણ પણ લગ્ન વિશેનો ખુલાસો કર્યો નથી. ગૌતમ એક બિઝનેસમૈન અને ઇન્ટિરિયર ડિઝાઈનર છે.

Image Source

કાજલ ગૌતમ સાથે અરેન્જ મેરેજ કરવાની છે. લગ્નનનો સમારોહ બે દિવસ સુધી ચાલશે અને તેમાં માત્ર નજીકના લોકોને જ આમંત્રિત કરવામાં આવશે. કાજલના લગ્નનું આયોજન મુંબઈમાં જ કરવામાં આવશે.

Image Source

કાજલે અમુક દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી હતી, જેમાં કાળા બેકગ્રાઉન્ડ પર હાર્ટ વાળી ઈમોજી હતી. જેની સાથે કાજલે લખ્યું કે,”માત્ર દિલની ઈમોજી બનાવી છે”. કાજલની આવી પોસ્ટ પરથી એ અંદાજો લગાવી શકાય છે કે તે હવે રિલેશનમાં જોડાવા જઈ રહી છે.

Image Source

કાજલ આગળના 16 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે ઐશ્વર્યા રાય અને વિવેક ઓબેરૉયની ફિલ્મ ‘કયો હો ગયા ના’ દ્વારા ડેબ્યુ કર્યું હતી. જેમાં તેણે ઐશ્વર્યાની બહેનનો કિરદાર નિભાવ્યો હતો. જેના પછી કાજલે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો આપી.

Image Source

કાજલ અજય દેવગનની ફિલ્મ સિંઘમામાં જોવા મળી હતી. આ ફિલ્મે તેને બોલીવુડમાં ખાસ ઓળખ આપી હતી. આ સિવાય કાજલ સ્પેશિયલ 26, દો લફઝો કી કહાની, મુંબઈ સાગા માં પણ જોવા મળી હતી.

Image Source

કાજલ અગ્રવાલની નાની બહેન નિશા અગ્રવાલ પણ એક અભિનેત્રી છે, નિશાના લગ્ન પણ વર્ષ 2013 માં એક બીઝનેસમૈન સાથે થયા હતા. હવે તો એ જોવાનું રહેશે કે ક્યારે કાજલના ઘરે ફરીથી શરણાઈઓ વાગશે.

 

View this post on Instagram

 

♾🙏🏻

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.