ફિલ્મ જોતા હોઇએ ત્યારે સ્ક્રિન પર અભિનેત્રીઓની સુંદરતા જોઇને જોયા કરવાનું જ મન થાય છે. છોકરાઓ તેની સુંદરતાથી ઘાયલ હોય છે, તો બીજી તરફ છોકરીઓ તેને પોતાની સ્ટાઇલ આઇકોન બનાવીને તેને ફોલો કરે છે. પરંતુ શું ખરેખર દરેક અભિનેત્રીઓ સ્ક્રિન પર દેખાય છે, તેવી જ સુંદર હોય છે?
જી, ના દરેક અભિનેત્રી પહેલાથી આટલી સુંદર ન હતી. બોલિવુડમાં અનેક અભિનેત્રી એવી છે જેની સામે જોવું પણ કોઇ પસંદ ન કરે પરંતુ પોતાના અભિનયના દમ પર બોલિવુડમાં તો આવી પણ દેખાવના કારણે ઘણી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો. તેઓએ હાર માન્યા વિના પોતાનું મેકઓવર કર્યું અને આજે બોલિવુડ દિવાના લિસ્ટમાં તેમના નામ સામેલ છે. તો આવો એ અભિનેત્રીઓ કોણ છે? તેના વિશે જાણીએ.
રાની મુખર્જી –

ઓછી હાઇટ ધરાવતી રાનીને ઘણા ડાયરેક્ટર અને પ્રોડ્યુસરે રેજેક્ટ કરી હતી. તેમ છતા રાનીએ રાજા કી આયાગી બારાત અને મહેંદી જેવી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તે સમજી ગઇ હતી. તેના સામાન્ય દેખાવના કારણે તેને બી ગ્રેડ ફિલ્મોમાં જ કામ મળશે. તેથી રાની મુખર્જી મેકઓવર કરીને ફિલ્મ ગુલામ અને કુછ કુછ હોતા હે જેવી ફિલ્મો દ્વારા દર્શકોને પોતાના અભિનય સાથે સુંદરતાના દિવાના બનાવ્યા હતા. અને રાની મુખર્જી એક સમયે બોલિવુડની રાની બનીને રાજ કરતી હતી.
વિદ્યા બાલન –

વિદ્યા બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અને બહુમુખી અભિનેત્રી છે. જ્યારે તેણે બોલિવુડમાં પ્રવેશ કર્યો ત્યારે તેનો દેખાવ સામાન્ય છોકરી જેવો જ હતો. પરંતુ તેણે જાતે જ વિચાર્યુ કે તેણે બોલિવુડમાં પોતાનું ભવિષ્ય
બનાવવું હશે, કે પોતાની આગવી ઓળખ ઉભી કરવી હશે તો તેણે પોતાનું મેકઓવર કરવું પડશે. પહેલી ફિલ્મ બાદ તેણે પોતાની ડ્રેસિંગ સ્ટાઇલ, હેર સ્ટાઇલ ચેન્જ કરીને અન્ય અભિનેત્રી કરતાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.
શિલ્પા શેટ્ટી –

શિલ્પા શેટ્ટી બોલિવુડ દિવાની સાથે ફિટનેસ આઇકોન છે. શિલ્પા શેટ્ટીને જોતા એમ જ લાગે છે કે તે જાણે તે હજી ન્યુ કમર છે. એક દીકરાની માતા હોય તેવુ તેને જોઇને લાગતુ નથી. શિલ્પા શેટ્ટીની ફિલ્મી સફર તો એટલી ખાસ રહી નથી. પરંતુ તેના ડાન્સ અને તેની સુંદરતાના લોકો આજે પણ વખાણ કરે છે. પરંતુ શિલ્પા જ્યારે અભિનય ક્ષેત્રમાં આવા ઇચ્છતી ત્યારે તેણે પણ તેના દેખાવના લઇને ઘણી ટિપ્પણીનો સામનો કર્યો હતો.
મુગ્ધા ગોડસે –

ફેશન ગર્લ મુગ્ધા ખૂબ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે. તે ખૂબ જ સારી અભિનેત્રી છે. તેણે બોલિવૂડમાં ફિલ્મમાં કામ મેળવવા માટે પોતાના રંગ અને દેખાવને લઇને ઘણા કટાક્ષ સાંભળ્યા હતા. તેને જોઇને એમ જ લોકો કહેતા કે તને સ્ક્રિન પર કોણ જોશે? આ બધી ટિપ્પણીની વચ્ચે મુગ્ધાએ પોતાની ઓળખ બનાવા મેકઓવર કર્યું અને અનેક ફિલ્મોમાં કામ પણ કર્યું.
રેખા –

બોલિવુડ એવરગ્રીન કહેવાતી અભિનેત્રી રેખા. છેલ્લી ત્રણ પેઢી સાથે સતત કામ કરતી રેખાને એક સમયે તેના દેખાવને લઇને ફિલ્મોમાં કામ મળતુ ન હતું. અનેક ડાયરેક્ટર પ્રોડ્યુસરે તેને રિજેક્ટ કરી હતી. પરંતુ રેખાએ હાર ન માનીને પોતાના દેખાવ પર થોડો અભ્યાસ કરીને મેકઓવર કર્યુ. આજની અભિનેત્રીઓને પણ શરમ આવે તેવી સુંદરતા રેખા દાખવે છે.
બિપાશા બાસુ –

બિપાશા બાસુ બોલિવુડમાં બ્લેક બ્યુટી તરીકે ઓળખાય છે. બિપાશા જ્યારે ફિલ્મ ઇન્ડર્સ્ટ્રીમાં આવી ત્યારે તેના દેખાવને લઇને ઘણી ટિપ્પણી થઇ હતી. પરંતુ બિપાશાએ પોતાની ફિટનેસ અને સ્ટાઇલ આઇકોન તરીકે ઓળખ બનાવી હતી.
કાજોલ –

કાજોલને બોલિવૂડની એક શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. ઘણા લોકો કાજોલને તેના દેખાવને લઇને પણ પસંદ કરે છે, તથા તેને સુંદર પણ કહે છે. પરંતુ કાજોલ પહેલાથી આટલી સુંદર ન હતી. કાજોલના અભિનયના તો વખાણ થતા જ હતા, પછી તેણે મેકઓવર કરીને પોતાનો દેખાવ પણ સુંદર બનાવ્યો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.