મનોરંજન

આ દોસ્તી…શાહરુખ-કરન જોહરથી લઈને અનન્યા-શનાયા સુધી, આ છે બોલીવુડની 6 સૌથી ફેમસ યારીઓ

બોલીવુડમાં માં-દીકરી, બાપ-દીકરો પતિ-પત્ની, ભાઈ-બહેન જેવી અનેક જોડીઓ લોકપ્રિય છે. પણ આજે અમે તમને એવી જોડીઓ વિશે જણાવીશું જેઓ એકબીજાના ગાઢ મિત્રો છે. તેઓએ બોલીવુડમાં દોસ્તી-યારીની એક મિસાલ કાયમ કરી છે. આવો તો જણાવીએ આવી જોડીઓ વિશે.

Image Source

1. સંજય દત્ત-અજય દેવગન:
સંજય દત્ત અને અજય દેવગન લાંબા સમયથી એકબીજાના મિત્રો છે.બંન્નેની મિત્રત્તાની ચર્ચા પુરા બોલીવુડમાં થાય છે.

Image Source

2. સોનમ કપૂર-જૈકલીન ફર્નાડીઝ:
સોનમ અને જૈકલીન ઘણા સમયથી એબીજાની ખાસ મિત્રો છે જો કે બંને પાર્ટી કે ઇવેન્ટમાં એક સાથે જોવા નથી મળતી. પણ બંન્ને એકબીજા સાથે સમય વિતાવતી રહે છે.

Image Source

3. અનન્યા પાંડે-શનયા કપૂર:
અનન્યા પાંડે અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂર એકબીજાની પાકી મિત્રો છે. બંન્ને વચ્ચે બાળપણથી જ મિત્રતા છે. અનન્યા પાંડે બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે પણ શનાયા કપૂર  લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

Image Source

4. રણબીર કપૂર-અયાન મુખર્જી:
રણબીર અને યાને વેક અપ સીડમાં સાથે કામ કર્યું હતું, જેના પછીથી જ બંને વચ્ચે દોસ્તી થઇ હતી. આ મિત્રતા એટલી ગાઢ છે કે બંન્ને સાથે વેકેશન પર પણ જાય છે અને સમય વિતાવે છે.

Image Source

5. રણવીર સિંહ-અર્જુન કપૂર:
રણવીર સિંહ અને અર્જુન કેરની મિત્રતાની ચર્ચા માત્ર ફિલ્મોમાં જ નહિ પણ અસલ જીવનમાં પણ થાય છે. બંને અવાર-નવાર એકબીજા સાથે સ્પોટ થતા જોવા મળી જ જાય છે.

Image Source

6.અમૃતા અરોરા-કરીના કપૂર:
શાહરુખ અને કરનની જેમ જ મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા અને  કરીના કપૂરની દોસ્તી પણ ખુબ પહેલાની છે. બંન્ને એકબીજાના પરિવારના ફંક્શનમાં પણ સાથે જોવા મળે છે. પાર્ટી કે ઈવેન્ટમાં પણ કરીના સાથે અમૃતા ન હોય એવું બનતું જ નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.