બોલીવુડ ઘણી અભિનેત્રીઓ છે જે લગ્ન પહેલા જ મા બની જતી હોય છે. આપણા ભારતમાં આજે પણ લગ્ન પહેલા ગર્ભવતી થવું કે બાળકોને જન્મ આપવો એ ખરાબ માનવમાં આવે છે પણ ફિલ્મી જગતે આ મિથને તોડ્યો છે. ચાલો જાણીએ એવી કઈ કઈ હિરોઈન છે જે લગ્ન પહેલા જ મા બની હતી.
ફિલ્મ દેવ-ડી થી બોલીવુડમાં પગ મુકવાવાળી એક્ટ્રેસ કલ્કી કોચલીન આજકાલ ખબરોમાં છે. કલ્કિ પ્રેગ્નેટ છે અને ખુબ જલ્દી મા બનવા જઈ રહી છે. એ વાતને લઈને સોશિયલ મીડિયામાં કલ્કી ખુબ જ ટ્રોલ થઇ રહી છે.
કલ્કિને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે તેને ખબર હતી કે મુશ્કેલીઓ આવશે પણ એ દરેક મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર છે. કલ્કીનું માનવું છે કે સમાજમાં અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ હોય છે અને દરેક વ્યક્તિની અલગ અલગ વિચારધારા હોય છે.
કલ્કિએ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.પણ થોડા વર્ષો પહેલા બંનેનું ડિવોર્સ થઇ ગયું હતું. કલ્કિ તેની પ્રેગ્નેન્સી વિશે ખુલીને વાત કરતા જણાવ્યું હતું કે, ‘જયારે મને પહેલી વખત ખબર પડી કે હું પ્રેગ્નેટ છું ત્યારે હું એ માનવા તૈયાર નહતી કારણકે હું તૈયાર નહતી. પણ જયારે ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું અને ખબર પડી કે હું સાચે જ પ્રેગ્નેટ છું અને એક બાળકની મા બનવા જઈ રહી છું ત્યારે મને ઘણો આનંદ થયો હતો.’

કલ્કિએ એમ પણ જણાવ્યું હતું કે આ અનુભવ એની માટે ઘણો નવો છે અને તે આ સમયને ખુબ જ એન્જોય કરી રહી છે.
2. બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ પણ હાલ જ એક બાળકને જન્મ આપ્યો છે. અર્જુન અને ગ્રેબિએલાના લગ્ન થયા નથી. એમને લગ્ન વિના જ બાળકોને જન્મ આપવાનો નિર્ણય લીધો હતો.

3. બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં ગ્લેમર અવતાર માટે ઓળખાતી એમી જેક્શન લગ્ન પહેલા જ મા બની છે. એમીએ આ ન્યુઝ સાથે સોશિયલ મીડિયામાં તેની પ્રેગ્નેન્સી વાળી ઘણી તસ્વીરો પણ મૂકી હતી.
એમીએ થોડા સમય પહેલા જ તેના બોયફ્રેન્ડ સાથે એન્ગેજમેન્ટ કરી હતી અને હવે આવતા વર્ષે બંને લગ્ન કરશે તેવી ખબરો આવી રહી છે.
4. લીઝા હેડન પણ તેના લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઇ હતી. એ ખબર બાદ લીઝાએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા અને લગ્નના આઠ મહિના બાદ તેને ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો.
5. પેજ-3 ફિલ્મથી બોલીવુડમાં અભિનયની શરૂઆત કરવાવાળી કોંકણ સેન શર્મા પણ આ લિસ્ટમાં શામેલ છે. તેના બોયફ્રેન્ડ રણબીર સુરી સાથે લગ્ન બાદ સાત મહિનાની અંદર કોંકણાએ બાળકને જન્મ આપ્યો હતો.
6. અમૃતા અરોડા તેના બોયફ્રેન્ડ શકીલ સાથે લગ્ન પહેલા લિવ ઈનમાં રહેતી હતી. પ્રેગ્નેન્સીની ખબર આવતા અમૃતા શકીલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી.
7. સેલિના જેટલીએ તેના દુબઈના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના આઠ મહિના બાદ જ તે મા બની હતી.મની હૈ તો હનિ હૈં, નો એન્ટ્રી, અપના સપના મની મની જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી સેલિના જેટલી એ વર્ષ 2011 માં બોયફ્રેન્ડ પીટર હૉગ સાથે લગ્ન કર્યા હતા. કહેવામાં આવ્યું હતું કે સેલિના લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી અને લગ્નના અમુક જ મહિના પછી જુડવા દીકરાઓને જન્મ આપ્યો હતો.
8. પરદેશ ફિલ્મથી લોકોના દિલમાં જગ્યા બનાવવા વાળી મહિમાએ લોકોને લગ્ન પહેલા તેના પ્રેગ્નેસી વિશે ન્યુઝ આપીને ચોંકાવી દીધા હતા. મહિમાએ બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા અને લગ્નના 6 મહિના બાદ જ તે મા બની હતી.
View this post on Instagram
#makeup #followforfollow #like4like #jewellery #india #fashion #photoshot #camera #instamood #fan
9. શ્રીદેવી તેની સુંદરતા અને અભિનયથી લોકોના દિલોમાં રાજ કરતી હતી. શ્રીદેવીએ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. શ્રીદેવી પોતે જ આ વાતનો સ્વીકાર કરતી હતી કે લગ્ન પહેલા જાહન્વી કપૂર તેના ગર્ભમાં હતી.
10. નીના ગુપ્તા અને વેસ્ટઇન્ડીઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સનો અફેયર હતો. વર્ષ 1989માં નીના ગુઓતા ગર્ભવતી થઇ હતી પણ વિવીયને ક્યારેય લગ્ન માટે હા ન કહી. 90ના દશકમાં પણ સમાજ સામે ઝઘડીને પણ દીકરી મસાબાને જન્મ આપ્યો હતો.
મસાબા તેના પિતાની વધુ નજીક છે પણ તેનું ભરણ-પોષણ તેની મા નીના ગુપ્તા જ કરે છે. નીનાએ વર્ષ 2008માં દિલ્લીના એક બિઝનેસમેન વિવેક મહેરા સાથે લગ્ન કરી લીધા હતા.
11. સારિકા હસન અને કમલ હસનનો અફેયર ચાલી રહ્યો હતો. કમલ હસન પરણિત હતા છતાં પણ તેને સારિકા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. સારિકાએ લગ્ન પહેલા જ શ્રુતિ હસનને જન્મ આપ્યો હતો. કમલ હસન સાથે લગ્ન કાર્ય બાદ સારિકાએ અક્ષરા હસનને જન્મ આપ્યો હતો.

12. બોલીવુડ અભિનેત્રી વીણા મલિક પણ લગ્ન પહેલા મા બનવા જઈ રહી હતી. વર્ષ 2013માં તેને દુબઈના એક બિઝનેસમેન અસદ બશીર ખાન સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2014માં તેને તેના પહેલા દીકરા અબરામને જન્મ આપ્યો હતો.
View this post on Instagram
Try not to become a person of success, but rather try to become a person of value. #VeenaMalik
ખબર એવી છે કે એ વીણા અને તેના એક્સ બોયફ્રેન્ડનો દીકરો છે અસદ તેના પિતા નથી. વીણાએ આ ખબરને ક્યારેય પણ ખોટી સાબિત કરવાની કોશિશ કરી નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.