અજબગજબ જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો

આ છે ભારતનાં મોંઘા 15 બંગલા, જેમાં ફક્ત એક બોલિવુડ સ્ટારના ઘરનો સમાવેશ થાય છે- જુઓ ક્લિક કરીને

જિંદગીમાં ક્યારેય આવા ભવ્ય અને મોંઘા 15 બંગલા નહિ જોયા હોય.. જુઓ તસ્વીરો

દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે પોતાનું એક ઘર બનાવે. આ સપનું પૂરું કરવા માટે લોકો તનતોડ મહેનત પણ કરે છે. કેટલાક લોકો પોતાના ઘરને પોતાની ક્ષમતા અનુસાર ખર્ચ કરીને બનાવે છે તો કેટલાક લોકો એવા પણ હોય છે જે ઘરમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પાણીની જેમ પૈસા વહાવે છે. ત્યારે વિચારો કે ભારતના કરોડપતિઓના ઘર કેવા ભવ્ય હશે અને કેટલા મોંઘા હશે. તો આજે તમારા માટે હાજર છે ભારતના સૌથી મોંઘા પાંચ બંગલાઓની યાદી –

મુકેશ અંબાણી –

Image Source

આ યાદીમાં જેમના ઘરનું નામ પહેલા આવે છે તે પણ આ વિશ્વમાં સૌથી મોંઘું ઘર છે. આ ઘરના માલિકી મુકેશ અંબાણી છે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે. મુંબઇમાં બનાવેલ આ ઘરનું નામ એન્ટિલા છે. તે ચાર લાખ હજાર ચોરસ ફૂટની લંબાઈમાં બનાવવામાં આવ્યું છે. તેમાં 27 માળ છે. આ બનાવવા માટે આશરે 32 અરબ રૂપિયા વપરાયા છે.

એનસીપીએ એપાર્ટમેન્ટ્સ –

Image Source

એનસીપીએ એપાર્ટમેન્ટ મુંબઈના પૉશ એરિયા નરિમાન પોઇન્ટમાં બનેલા છે. આ ભારતના સૌથી મોંઘા એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટ 99 એકરમાં બનેલા છે. આમાં 23 ફ્લોર છે. ચાર બેડરૂમના એક ફેલ્ટમાં એક સ્કવેર ફૂટની કિંમત લગભગ લાખ રૂપિયા છે. આ એપાર્ટમેન્ટમાં ઘર લેવાનું ઘણા લોકોનું સપનું હશે.

શાહરૂખ ખાન –

Image Source

બોલિવુડના કિંગ ખાનનું ઘર દેશના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. શાહરુખ ખાનનું આ મન્નત ઘર એક જન્નત કરતા ઓછું તો નથી જ. તે મુંબઈના બાન્દ્રામાં છે. તેનું ઘર છ માળનું છે. લાઇબ્રેરી, જીમમાં, સિનેમા હોલ, બધું જ એમાં મળી આવશે.

રતન ટાટા –

Image Source

ટાટા ગ્રૂપના ચેરમેનની યાદીમાં રતન ટાટાનું ઘર પણ આ યાદીમાં સામેલ છે. રતન ટાટા રેસીડન્સીસ, 13500 ચોરસ ફૂટ રેડિયસમાં બાંધવામાં આવેલ છે, તે મુંબઈ, કોલાબામાં છે. તેની કિંમત 150 કરોડ સુધી છે.

અનિલ અંબાણી –

Image Source

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીનું ઘર પણ આ યાદીમાં સામેલ છે. જો કે એ હજી બની રહ્યું છે. અનિલ અંબાણીએ તેના ઘરનું નામ અબોડ રાખ્યું છે. આ મકાન મુંબઈના બાન્દ્રાની પાલી હિલમાં બાંધવામાં આવશે. એવું માનવામાં આવે છે કે તે વિશ્વના સૌથી મોંઘા ઘર એટલે કે એન્ટિલા કરતાં પણ મોટું હશે.

ગૌતમ સિંઘાનિયા રેસિડેન્સ જેકે હાઉસ –

Image Source

જેકે હાઉસ દેશના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. આ ઘર ગૌતમ સિંઘાનિયાનું છે જે રિમાન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર છે. આ ઘરમાં 30 ફ્લોર છે જેમાં 3 ફ્લોર પર તો માત્ર પાર્કિંગ જ છે. આટલું જ નહિ, ઘરમાં બીજી ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ છે, જેમ કે હેલ્થ સેન્ટર, મ્યુઝિયમ અને હેલિપેડ.

White House in the Sky –

Image Source

આ ઘર કિંગફિશર એરલાઇન્સના મલિક રહી ચૂકેલા વિજય માલ્યાનું છે. આ ઘરનું નામ વ્હાઇટ હાઉસ ઈન ધ સ્કાય છે. આ ઘર બેંગ્લોરમાં બનેલું છે અને આ ઘરની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૂપિયા છે.

નવીન જિંદલ રેસિડેન્સ –

Image Source

નવીન જિંદલનો બંગલો દિલ્હીમાં આવેલો છે જે દેશની સૌથી મોંઘી સંપત્તિઓમાંથી એક છે. આ ઘરની કિંમત પણ લગભગ 150 કરોડ રૂપિયા છે. આ ઘરના માલિક નવીન જિંદલ જિંદલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના ચેરમેન અને ઓપી જિંદલ ગ્લોબલ યુનિવર્સીટીના ચાન્સેલર છે.

શશી રુઇયા અને રવિ રુઇયા રેસિડેન્સ –

Image Source

એસાર ગ્રુપના ચેરમેન શશી રુઇયા અને વાઇસ ચેરમેન રવિ રુઇયાનો આલીશાન બંગલો પણ દેશના મોંઘા ઘરોમાં સામેલ છે. આ ઘર નવી દિલ્હીના તીસ જનવરી માર્ગ પર બનેલું છે. આ ઘરની કિંમત 120 કરોડ રૂપિયા જેટલી છે.

રાણા કપૂર રેસિડેન્સ –

Image Source

યસ બેન્કના સીઈઓ રાણા કપૂરનો બંગલો પણ ભારતના સૌથી મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. આ ઘર મુંબઈમાં આવેલું છે.

અમિતાભ બચ્ચન –

Image Source

બોલીવૂડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચન મુંબઈના જુહુમાં રહે છે, તેમના આ ઘરનું નામ જલસા છે. ૧૯૮૨માં નિર્દેશક રમેશ સિપ્પીએ ફિલ્મ સત્તે પર સત્તામાં કામ કરવા માટે તેમને આ ૧૧૨ કરોડનું ઘર ભેટમાં આપ્યું હતું.

સલમાન ખાન –

Image Source

બોલીવૂડના બજરંગી ભાઈજાન એટલે કે સલમાન ખાન મુંબઈના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. ફ્લેટ માત્ર ૧ બીએચકે જ છે પરંતુ આ ઘરની કિંમત પણ 16 કરોડ રૂપિયા તો છે જ.

શિલ્પા શેટ્ટી –

Image Source

બોલિવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી મુંબઈના જુહુમાં પોતાના પતિ રાજ કુન્દ્રા સાથે એક ખૂબ જ સુંદર બંગલાની માલિક છે. સમુદ્રના કિનારે આવેલા આ ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે.

આમિર ખાન –

Image Source

બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા આમિર ખાન કાર્ટર રોડ પર એક ખૂબ જ સુંદર એપાર્ટમેન્ટમાં રહે છે. આમિર ખાન અને તેમનો પરિવાર ફ્રીડા એપાર્ટમેન્ટમાં રહે છે, જેની કિંમત 60 કરોડ રૂપિયા છે.

રણબીર કપૂર –

Image Source

બોલીવૂડના રોકસ્ટાર અભિનેતા રણબીર કપૂરે વસ્તુ પલ્લી હિલ નામક એક શાનદાર એપાર્ટમેન્ટમાં સાતમા મળે એક ફ્લેટ ખરીદ્યો છે, જેની કિંમત 35 કરોડ રૂપિયા છે. આ ઘર માટે ઇન્ટિરિયર ડિઝાઇન કિંગ ખાનની પત્ની ગૌરી ખાને કર્યું છે.

કરણ જોહર –

Image Source

બોલીવૂડના પ્રસિદ્ધ નિર્દેશક કરણ જોહરનું કાર્ટર રોડ પર પેન્ટહાઉસ છે. કરણ જોહરે કેટલાક વર્ષો પહેલા ફ્લેટ ખરીદ્યો હતો. એક 8000 સ્કવેર ફુટ ડુપ્લેક્ષ ફ્લેટની કિંમત ૩૨ કરોડ છે. એમના આ ઘરમાં તેમના જુડવા બાળકો માટે નર્સરી પણ છે.

શાંતમ –

Image Source

સન ફાર્માના સ્થાપક અને મેનેજીંગ ડિરેક્ટર દિલીપ સંઘવીનું આ ઘર મુંબઈના બાંદ્રા પલ્લી હિલ વિસ્તારમાં આવેલું છે. મઠારું એસોસિયેટ્સ દ્વારા બનાવવામાં આવેલા તેમના આ ઘરમાં બે એન્ટ્રન્સ સાથે જ સુંદર વાસ્તુશિલ્પ ડિઝાઇન છે અને જેમાં હાઇએન્ડ રૂમ્સ, એક મંદિર, અને ગાર્ડન પણ સામેલ છે.

જાતિયા હાઉસ –

Image Source

મુંબઈના માલાબાર હિલ્સ પર આવેલા આ ઘરના માલિક આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેટ મંગલમ બિરલાનું છે. મંગલમ બિરલાએ 30,000 સ્કવેર ફૂટમાં આવેલો આ બે માળનો બંગલો 450 કરોડમાં લીધો હતો. એક સેન્ટ્રલાઈઝડ આંગણા સાથે આ ઘરમાં ભવ્ય રીતે ડિઝાઇન કરેલા રૂમ્સ છે.

ગુલિસ્તાન –

Image Source

નેપિયન સી રોડ પર આવેલા આ ત્રણ માળના લક્ઝરી બંગલોના માલિક મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાનો છે. આ બંગલો ૧૩૦૦૦ સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે. આ ઘર ૨૭૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું.

લક્ષ્મી મિત્તલ, બંગલો નંબર ૨૨ –

Image Source

દિલ્હીના ઔરંગઝેબ રોડ પર આવેલો લક્ષ્મી મિત્તલનો બંગલો પણ ભારતના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે. આ ઘર નવી દિલ્હીના એ વિસ્તારમાં આવેલું છે, જ્યાં ઘણા વિદેશી દૂતાવાસોનું પણ ઘર છે.

આઇએલ પલાઝો –

Image Source

મુંબઈના માલાબાર હિલ્સ સ્થિત આ ઘર હરૂપેશ ગોયેન્કાનું છે, જે એક ડુપ્લેક્ષ છે. આ પાંચ બેડરૂમનો એપાર્ટમેન્ટ છે. આ ૩૫૦૦ સ્કવેર ફૂટમાં ફેલાયેલો એક સુવિધાથી સજ્જ અને પાર્કિંગની સુવિધા સાથેનું ડુપ્લેક્ષ છે.