હેલ્થ

દરરોજ ફક્ત 2 પલાળેલા અંજીર ખાવાથી 1 મહિનામાં છુમંતર થાય છે આ બીમારી

ફાયદા જાણીને તમે પણ શરૂ કરશો અંજીરનું સેવન

આપણે સૌ જાણીએ છીએ કે, ડ્રાયફ્રૂટ્સ પોષક તત્વોથી ભરપૂર છે. ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાથી ઘણી બીમારીને દૂર કરી શકાય છે. જો તમે સ્વાસ્થ્યને સુધારવા માટે હેલ્ધી એન આસાન બ્રેકફાસ્ટની શોધમાં હોય તો ડ્રાયફ્રૂટ્સ તમારી મદદ કરી શકે છે. ડ્રાયફ્રુટની વાત કરવામાં આવે તો જેમાં સૌથી સારું અંજીર અને બદામ છે. આજે અમે તમને અંજીરના ફાયદા વિષે જણાવીશું.

Image Source

બહુ ઓછા લોકો જાણે છે કે, અંજીર શક્તિવર્ધક, મોટાપો ઓછો કરવો, ડાયાબિટીસને કંટ્રોલ કરવો અને હ્ર્દયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

પલાળેલ અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, પલાળેલા અંજીરથી કબજિયાતથી પણ રાહત થાય છે, અંજીરમાં જરૂરી વિટામિન અને મિનરલ જેવા કે,વિટામિન એ, બી 1, બી 2, મેગ્નેશિયમ અને પોટેશિયમ, મૈગનીઝ, કોપર, આયર્ન અને ફોસ્ફોરસ ભરપૂર માત્રામાં હોય છે.

મહિલાઓના સ્વાસ્થ્ય માટે અંજીર ફાયદેમંદ છે. અંજીરની તાસીર ગરમ હોવાને કારણે મહિલાઓ તે ખાવાથી બચે છે.

Image Source

મહિલાઓ ફક્ત શિયાળામાં જ અંજીરનું સેવન કરે છે. પરંતુ જણાવી દઈએ કે, મહિલાઓએ દરેક સીઝનમાં અંજીર ખાવા જોઈએ. જે મહિલાઓના શરીરની તાસીર ગરમ હોય તે લોકોએ અંજીરને પલાળીને ખાવા જોઈએ. અંજીરને પલાળીને ખાવાથી મહિલાઓના શરીરની તાસીર બદલી જાય છે.

અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયલ અને ફાઈબર હોય એનિમિયા જેવી બીમારીથી છુટકારો થાય છે. આ બીમારીમાંથી છુટકારો મેળવવા માટે અંજીરને દૂધ સાથે પીવાનું. તાજા અંજીરની જગ્યાએ સૂકા અંજીર મીઠાશ અને ક્ષાર ત્રણ ગણો વધારે હોય છે. અંજીરમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફૈટી એસિડ હોય છે. જે હાર્ટની બીમારી સાથે રક્ષણ કરે છે. પલાળેલા અંજીરને ફાઇબરનું પાવર હાઉસ માનવામાં આવે છે, જે પેટની ડાઇઝેશન સિસ્ટમને ઠીક રાખવામાં મદદ કરે છે. અંજીર ખાવાથી ભૂખથી રાહત મળે છે. જલ્દીથી ભૂખ નથી લાગતી જેના કારણે વેટ લોસમાં ઘણી મદદ મળે છે.

Image Source

અંજીરમાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય કુદરતી ઔષધિનું કામ કરે છે. જે મહિલાઓને લાંબા સમયથી ક્બ્જીયાતની તકલીફ રહેતી હોય તે લોકોએ તેના ડાયેટમાં અંજીરને શામેલ કરવા જોઈએ. તાજા સૂકા અંજીર બંને કબજિયાતના ઈલાજ માટે ઘણા ફાયદેમંદ છે. અંજીરમાં કેલ્શિયમ હોવાને કારણે હાડકાને મજબૂત કરે છે. અંજીરમાં પોટેશિયમ હોવાને કારણે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.

Image Source

દરરોજ 2 અંજીરના ટુકડા કરી ને પાણીમાં પલાળી દો. દરરોજ સવારે આ પાણી પી જઈ અંજીરને ચાવીને ખાઈ જવાથી ફાયદો થાય છે. દરરોજ બાળકનો પણ 1 પલાળેલું અંજીર આપી શકાય છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.