ઘઉંના લોટની નહિ પણ આ લોટની રોટલી ખાવાથી નહી જવું પડે જીમ, વાંચો બેસ્ટ ટિપ્સ
આપણા દેશમાં મોટાભાગના ઘરોની અંદર ઘઉંના લોટની રોટલી બનતી હોય છે, અને તે ખાવી પણ દરેકને ગમતી હોય છે. પરંતુ ઘઉંના લોટ ઉપરાંત બીજો એક એવો લોટ પણ છે જેની રોટલી ખાવાથી શરીરમાંથી ઘણીબધી બીમારીઓ જડ મૂળથી દૂર થઇ જશે. ચાલો જાણીએ એવા લોટ વિશે.

આજે અમે તમને જે લોટની રોટલી વિશે જણાવવાના છીએ એ છે ચણાના લોટની રોટલી. ચણા શરીર માટે સૌથી વધુ ગુણકારી છે તે આપણે જાણીએ છીએ. ચણા શરીરમાં તાકત લાવનાર અને ભોજનમાં રુચિ લાવનારા હોય છે.

ચણાની અંદર કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મોટા પ્રમાણમાં મળી રહે છે. ચણાના લોટની રોટલી ઘણા ગુણોથી ભરપૂર છે. આ રોટલી ઘણી બધી બીમારીઓને અટકાવવામાં અને જડ મૂળથી દૂર કરવામાં ઉપયોગી બને છે.

ચણાના લોટની રોટલી શરીરમાં સ્ફૂર્તિ લાવવાનું કામ કરે છે. ચણા લોહીને સાફ કરવાનું કામ કરે છે, ત્યારે આ હેતુથી ચણાની રોટલી બહુ જ ગુણકારી છે. ચણા શરીરને તંદુરસ્ત પણ કરે છે. તેના સેવનથી પેશાબ પણ ખુલીને આવે છે. ચણાને પાણીમાં પલાળીને ચાવવાથી પણ તાકાત આવે છે.

ચાલો જોઈએ ચણાની રોટલી કેવી રીતે બનાવી શકાય.
ચણાની રોટલી પણ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. છોતરા સહીત ચણાને પીસીને લોટ તૈયાર કરી રોટલી બનાવી શકાય છે. જો આ લોટની અંદર થોડો ઘઉંનો લોટ પણ ઉમેરવામાં આવે તો તે મિસ્સી રોટલી કહેવાય છે. તેને પાણીની મદદથી લોટ બાંધીને 3 કલાક બાદ ફરીવાર લોટ બાંધી રોટલી બનાવવી.

આ રોટલી ત્વચા સબંધી રોગો જેવા કે ખંજવાળ, દાદરમાં ખુબ જ ફાયદા કારક રહે છે. ચણાના લોટની રોટલી બનાવતી વખતે તેમાં શાકભાજીનો રસ ઉમેરવાથી તે વધારે ગુણકારી બને છે.

બાળકોને મોંઘી બદામ ખવડાવવાના બદલે કાળા ચણા ખવડાવવા જોઈએ જેનાથી તે વધારે સ્વસ્થ રહે છે. જ્યાં એક ઈંડાની અંદર 1 ગ્રામ પ્રોટીન અને 30 કૈલોરી ઉષ્મા પ્રાપ્ત થાય છે ત્યાં મૂળ રૂપે આ ચણામાં 41 ગ્રામ પ્રોટીન અને 864 કૈલોરી પ્રાપ્ત થાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.