ઘરમાં કૂતરાનું હોવું બાળકોના વિકાસ માટે,અને બીમારીઓને અટકાવવા માટે ફાયદેમંદ છે.વૈજ્ઞાનિકોએ પણ આ વાતને સ્વીકારી લીધી છે.સદીઓથી કૂતરાઓ લોકોના સારા એવા મિત્ર સાબિત થયા છે પણ તમે કદાચ એ વાત જાણતા નહિ હોવ કે જો તમારા ઘરમાં પણ કૂતરો છે તો તમારા બાળકને ઘણી એવી બીમારીઓનો ખતરો ઓછો થઇ જાય છે.

જે ઘરોમાં કુતરાઓને પાળવામાં આવે છે, તે ઘરના બાળકોને અસ્થમા થવાનો ખતરો 15 ટકા ઓછો થઇ જાય છે.વૈજ્ઞાનિકોએ નાની ઉંમરના કુતરાઓના સંપર્કમાં રહેનારા અને પછી અસ્થમાના વિકાસ સંબંધના અધ્યયન માટે નેશનલ રજીસ્ટરનો ઉપીયોગ કરતા 10 લાખથી પણ વધારે બાળકોની સૂચનાઓનું વિશ્લેષણ કર્યુ હતું.પણ કોઈ ગંભીર જાણકારી મળી ન હતી.

પણ નવા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે બાળકો કુતરાના સંપર્કમાં મોટા થાય છે તેઓને અસ્થમાનો ખતરો 15 ટકા ઓછો થઇ જાય છે.એક રિસર્ચના અનુસાર,”રિસર્ચ પરથી એ જાણવા મળ્યું છે કે ખેતરોમાં મોટા થનારા બાળકોમાં અસ્થમાનો ખતરો ઘણો ઓછો થઇ જાય છે, અમે એ જોવા માગતા હતા કે ઘરમાં કૂતરાની સાથે મોટા થનારા બાળકોમાં પણ આ સત્ય છે કે નહીં”.જેમાં કૂતરાની સાથે મોટા થનારા બાળકોમાં અસ્થમાનો ખતરો 15 ટકા ઓછો જોવા મળ્યો હતો.

બાળકો અને જાનવરોની વચ્ચે સંબંધ પર એક નવા શોધના અનુસાર જે ઘરોમાં જેટલા વધારે કુતરાઓ હોય છે, ત્યાં મોટા થનારા બાળકોમાં એટલી જ ઓછી એલર્જી હોય છે.ઘરમાં કુતરા પાળવાથી શારીરિક,માનસિક અને સામાજિક એવા ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે.

આગળના વર્ષે થયેલા રિસર્ચના અનુસાર જે ઘરોમાં પાલતુ કુતરાઓ હોય છે, ત્યાં જન્મ લેનારા બાળકોમાં એલર્જીનો ખતરો એટલો જ ઓછો જણાયો છે. શોધકર્તાઓએ 1,278 બાળકોનું પરીક્ષણ કર્યુ હતું.શોધમાં એ જાણવા મળ્યું કે જે બાળકો 18 મહિના,3 વર્ષ, 8 કે 9 વર્ષની વચ્ચેના ઉંમરમાં કૂતરાઓની વચ્ચે ઉછેરાય છે, તેવા બાળકોમાં એલર્જીનો ભય ખુબ ઓછી માત્રામાં હોય છે.

રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે 49 ટકા ઘરો એવા છે જ્યાં પાલતુ જાનવરો નથી અને ત્યાં જન્મ લેનારા બાળકો 12 મહિનાની અંદર વધારે એલર્જીની સમસ્યાથી પીડિત રહે છે.જે ઘરોમાં એક કૂતરો હોય છે ત્યાંના બાળકોમાં 43 ટકા એલર્જીની સંભાવના રહે છે. જે બાળકો ત્રણ પાલતુ જાનવરોની સાથે રહે છે તેઓમાં 24 ટકા એલર્જીની સંભાવના રહે છે.જે બાળકો પાંચ કે તેનાથી વધારે પાલતુ જાનવરોની વચ્ચે રહે છે તેઓમાં બાળપણ થી જ કોઈપણ પ્રકારની એલર્જી નથી રહેતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks