મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સંબંધી કે ત્વચા સંબંધી કોઈને કોઈ સમસ્યા ચોક્કસ હોય છે, એવામાં તેઓ ઘણા પ્રકારની મોંઘી દવાઓ અને પ્રોડક્ટ્સનો ઉપીયોગ કરતા હોય છે.પણ તમને જણાવી દઈએ કે તમે માત્ર નાભિ માં તેલ લગાડીને કોઈપણ જાતના પૈસાનો ખર્ચ કર્યા વગર જ ત્વચા સાથે સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.આ ઉપાય સ્કિન ની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાઈ છે.

નાભિ શરીરનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે.માટે શરીરીની દરેક ચેતાઓ આ નાભિમાંથી જ શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચે છે.માટે નાભિ પર તેલ લગાડવું શરીરના અનેક ભાગો માટે ફાયદેમંદ છે.

તમે પણ પેટની નાભિ પર માત્ર અમુક ટીપા તેલના લગાડીને થનારા ફાયદા જોઈને હેરાન જ રહી જાશો.તે પછી રાઈનું તેલ હોય,લીમડાનું તેલ હોય કે પછી બદામનું તેલ હોય.આવો તો તમને જણાવીએ નાભિ પર તેલ લગાડવાના ફાયદા વિશે.

1.રાઈના તેલમાં ઘણા એવા તત્વો રહેલા છે જે દર્દનાશકનું કામ કરે છે.સાંધાના દુખાવા,કાનના દુખાવા વગેરે માટે રાઈનું તેલ ખુબ ફાયદો કરે છે. આ સિવાય રાત્રે સૂતી વખતે રાઈનું તેલ નાભિ પર લગાવાથી ફાટેલા અને સૂકા હોંઠ મુલાયમ બની જાય છે. આ સિવાય આંખોની બળતરા,ખંજવાળ વેગેરેમાં રાહત મળે છે.

2.આ સિવાય નાભિ પર રાઈનું તેલ લગાડવાથી શરીરના સોજા પણ દૂર થાય છે.પાચનતંત્ર મજબૂત બનાવે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે.

3.મોટાભાગે લોકોને ખીલ,મસાની સમસ્યા હોય છે ખાસ કરીને મહિલાઓને. ખીલ-મસા સુંદરતાને કદરૂપું બનાવે છે.આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે રોજ સૂતી વખતે અને સવારે ઉઠ્યા પછી નાભિમાં લીમડાનું તેલ લગાવો.જેનાથી તમને જલ્દી જ ખીલ-મસામાં રાહત મળશે અને ચેહરો સુંદર અને તેજવાન બનાવશે.

4.શિયાળામાં ઠંડી અને સૂકી હવાને લીધે મોટાભાગે લોકો સૂકી ત્વચાથી પરેશાન રહેતા હોય છે.પણ આવા સમયે નાભીમાં નારિયેળનું તેલ લગાવવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે અને સ્કિન મુલાયમ બને છે.

5.નાભિ પ્રજનનતંત્ર સાથે જોડાયેલી હોય છે માટે નાભિ પર તેલ લગાવવાથી પ્રજનન ક્ષમતા વિકસિત થાય છે, નારિયેળ તેલ કે ઓલિવ ઓઇલને નાભિમાં લગાવવાથી મહિલાઓમાં હોર્મોન્સ સંતુલિત થાય છે અને ગર્ભધારણની સંભાવના વધી જાય છે.

6.નાભિ પર તેલ લગાવવાથી પેટનો દુઃખાવો પણ દૂર થઇ જાય છે. તેનાથીય અપચો,ફૂડ પોઇઝનિંગ,કબજિયાત જેવી બીમારીઓથી રાહત મળે છે. તેના માટે પેપરમિન્ટ ઓઇલ અને જીંજર ઓઈલને નાભિમાં લગાડવાથી ફાયદો મળે છે.

7.જો તમારે તમારી ત્વચામાં નિખાર લાવવો છે તો રોજ તમારી નાભિમાં બદામનું તેલ લગાવો. અમુક જ દિવસોમાં તમારી રંગત એકદમ બદલાઈ જાશે અને ત્વચા નિખરી ઉઠશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks