અદ્દભુત-અજબગજબ પ્રવાસ

ગોવા જવાનો પ્લાન બનાવો છો? તો આ બાબતો જરૂર ધ્યાનમાં રાખજો, નહિ તો પસ્તાશો

ભારતમાં ફરવાની ઘણી બધી જગ્યાઓ છે, ઉત્તર આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓરિસ્સા, તામિલનાડુ જેવી ઓછી પ્રચલિત જગ્યાઓ પર સ્થાનિક લોકો પ્રવાસીઓ અને મુસાફરો પ્રત્યે ખૂબ જ સાચા અને ઈમાનદાર છે, જયારે પ્રચલિત જગ્યાઓ જેવી કે ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, અને રાજસ્થાનના સ્થાનિક લોકો તમને ઠગવાની રાહ જોઈને બેઠા છે.

Image Source

યુવાનોમાં ગોવા જવાનો પ્લાન અચૂક બનતો હશે અને ખાસ કરીને ડિસેમ્બરના મહિનામાં અને નવા વર્ષની ઉજવણી કરવા માટે તો ચોક્કસથી યુવાનો ગોવા જવા વિશે વિચારતા હોય છે. દર વર્ષે લાખો લોકો ગોવા આવે છે. ગોવાના બીચ પણ ઘણા આકર્ષક છે કે દરેકને એકવાર તો મુલાકાત લેવાનું અચૂક જ મન થાય. પરંતુ ગોવામાં ઘણીવાર તમે ઠગાઇનો ભોગ બની શકો છો. આવી ઠગાઈ અને હોશિયારીને કારણે ફરવાની મજા તો ખરાબ થાય જ છે પણ આ લોકોના મન પર એક ખરાબ છાપ પણ છોડી જાય છે. ત્યારે ભલાઈ એમાં જ છે કે એને જાણી સમજીને બુદ્ધિથી કામ લેવામાં આવે.

Image Source

એટલે ગોવા જતા પહેલા ગોવા વિશે થોડી બાબતો જાણી લો અને એ પછી જ ગોવા ફરવા જવાનું આયોજન કરો –

એક બાજુ સમુદ્ર અને બીજી તરફ ગાઢ જંગલ વચ્ચે ગાડી ચલાવવાનું મન કોનું ન હોય? ગોવામાં ભાડાની ગાડી અને બાઈક ઘણી મળી જાય છે. એવામાં ભાડા પર કાર કે બાઈક લેવામાં શું નુકશાન છે એ જાણીએ. ક્યારેક તમને એવી બાઈક કે કાર ભાડા પર આપી દેવામાં આવે છે કે જેમાં પહેલાથી જ ડેન્ટ હોય અને વાહન પાછું આપતા સમયે તમારી પાસેથી એ ડેન્ટના પૈસા પણ વસુલવામાં આવશે, જે તમારે લીધે નથી થયા. એટલે જ કોઈપણ વાહન ભાડે લેતા પહેલા તેની તસ્વીર ક્લિક કરી લો અને દુકાનદાર સામે જ આખા વાહનનો આગળ પાછળથી વિડીયો બનાવી લો. જેથી એ દુકાનદાર તમને ઠગીને તમારી પાસેથી પૈસા ન પડાવી શકે.

Image Source

ઘર અને પરિવાર સાથે સંપર્કમાં રહેવા માટે અને ઇન્સ્ટાગ્રામ પર ફોટો અને વિડીયો નાખવા માટે તમને ઇન્ટરનેટની જરૂર પડે છે. ગોવાના ડીલરોને એ વાતની ખબર છે અને એ તમને સારી ડીલ બતાવીને ખોટી ડીલ વેચી કાઢશે. એટલે જ મોબાઈલ નેટવર્ક કંપનીના પ્રમાણિત સ્ટોરથી ફોન રિચાર્જ કરાવો. એરટેલ, વોડાફોન, બીએસએનએલ અને રિલાયન્સ જિયો જેવા ભારતના કેટલાક મોટા મોબાઈલ નેટવર્ક સારી સુવિધાઓ આપે છે.

Image Source

સસ્તી દારૂ, ભારતીય પોશાક, અને યાદગાર ભેટ લઇ જવા વિચારો ત્યારે ટેક્સી કે રીક્ષા ચાલકને દુકાન વિશે પૂછીને સલાહ લેવી એ સૌથી મોટી ભૂલ હશે. આ દુકાનો. રેસ્ટોરન્ટ્સ અને હોટલનો પર ટેક્સી અને રીક્ષા ચાલકોની દલાલી બંધાયેલી હોય છે. જયારે આ લોકો તમને દુકાનો પર લઇ જાય તો સમજો કે તમે સૌથી વધુ કિંમત ચૂકવવી પડશે. છેવટે દુકાનદારોએ એ લોકોને દલાલી પણ આપવાની હોય છે.

Image Source

ગોવામાં જયારે કોઈ વસ્તુઓની ખરીદી કરવી હોય તો હોટલ કે હોસ્ટેલના કર્મચારી/રિસેપ્શનિસ્ટની સલાહ લો. આ સિવાય ગૂગલ પણ તમને કેટલીક વિશ્વસનીય દુકાનોની સલાહ આપી શકે છે. ગોવામાં લાંબો સમય વિતાવી ચૂકેલા સહેલાણીઓ પાસેથી પણ સલાહ લઇ શકો છો. મફતની વસ્તુઓની ખરીદી કરવાનું પણ ટાળવું, આ સંજોગોમાં પણ તમે ઠગાઈનો ભોગ બની શકો છો.

Image Source

ગોવામાં કલુંગેટ અને કંડોલિમ બીચની આસપાસ તમને હાથી સાથે રાખીને ચાલવાવાળા સાધુઓ જોવા મળશે. આવા સાધુઓ તમને કહેશે કે હાથી સાથે તસ્વીર ક્લિક કરાવવાથી તમારા બધા જ પાપ ધોવાઈ જશે અને ફોટો ક્લિક થઇ ગયા બાદ તમારી પાસેથી મોટી દક્ષિણા એંઠવાનું કામ શરુ થશે. એટલે જ સાધુ અને હાથી એક સાથે દેખાય એટલે તરત જ મોઢું ફેરવી લો અને જો કોઈ મળી જાય તો વિનમ્રતાથી ના પાડી દો.

Image Source

સાથે જ કોઈ વિદેશી લોકો સાથે પણ તસ્વીરો ક્લિક કરવાની ઈચ્છા રાખશો નહિ. એ લોકો આપણા દેશના મહેમાન છે, એમના અંગત હકોનું ઉલ્લંઘન ન થાય એ જોવું એ આપણી જવાબદારી છે. તેમની સાથે સભ્યતાથી વર્તવું અને જો એ લોકો થોડાપણ શંકાસ્પદ લાગે તો તેમનાથી દૂર જ રહેવું.

સાથે જ જયારે તમે હોટલ કે હોસ્ટેલના રૂમની બહાર નીકળો તો તમારી દરેક કિંમતી વસ્તુઓ સાથે રાખવી, ક્યારેક કિંમતી વસ્તુઓ હોટલ રૂમમાંથી ચોરાઈ જવાની ઘટના પણ બને છે. અજાણ્યા લોકોથી દૂર રહેવું અને નશાના વેપારથી પણ બચીને રહેવું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.