મનોરંજન

ફુરસતથી બનાવી છે કુદરતે આ 8 અભિનેત્રીઓને, સુંદર દેખાવા માટે નથી પડતી ભારે મેકઅપની જરૂર

રૂપ રૂપનો અંબાર છે આ 8 હિરોઈન, સુંદરતા તો એવી છે કે આંખે વળગી જશે

કોઈપણ સામાન્ય યુવતી હોય કે અભિનેત્રી, દરેક માટે પોતાની સુંદરતાનું ખુબ જ મહત્વ હોય છે. દરેક કોઈ ઇચ્છતા હોય છે કે તેઓ બીજા લોકોથી વધારે સુંદર અને આકર્ષક દેખાઈ શકે.

બોલીવુડમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ સુંદર દેખાવા માટે જાત જાતના મેકઅપનો ઉપીયોગ કરતી હોય છે જ્યારે અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેઓ સુંદર દેખાવા માટે જાત જાતની સર્જરીની મદદ પણ લઇ ચુકી છે.

એવામાં આવી અભિનેત્રીઓને તો મેકઅપ વગર ઓળખવી જ મુશ્કેલ થઇ જાય છે. પણ આ બધાથી અલગ બોલીવુડમાં એવી પણ અભિનેત્રીઓ છે જેઓ મેકઅપ વગર પણ સુંદર પરી જેવી જ દેખાય છે. તેઓ મેકઅપ કરે કે ન કરે તેઓની સુંદરતામાં કંઇ જ ફર્ક નથી પડતો. એવામાં તમને એવી જ અભિનેત્રી વિશે જણાવીશું જેઓ મેકઅપ વગર પણ સુંદર દેખાય છે.

 

View this post on Instagram

 

Silver lining’ with a touch of grey✨

A post shared by Yami Gautam (@yamigautam) on

1. યામી ગૌતમ:

યામી ગૌતમે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત આયુષ્માન ખુરાનાની સાથે ફિલ્મ ‘વિક્કી ડોનર’ દ્વારા કરી હતી. જેના પછી તે કાબિલ, સનમ રે, બદલાપૂર, બત્તી ગુલ મીટર ચાલુ, ઉરી જેવી ફિલ્મો કર્યા પછી તે બોલીવુડની ટોપ અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ થઇ ગઈ. યામી ગૌતમ પ્રાકૃતિક રૂપે જ એટલી સુંદર છે એ તેને બીજી અભિનેત્રીઓની જેમ ભારે મેકઅપની જરૂર પણ નથી પડતી.

2. ઉર્વશી રૌતેલા:

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ‘સિંહ સાહબ દ ગ્રેટ’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ત્યારે તે માત્ર 17 વર્ષની જ હતી. ઉર્વશીએ વર્ષ 2015 માં મિસ યુનિવર્સ કોન્સ્ટન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઉર્વશીએ માત્ર 24 વર્ષની ઉંમરમાં જ લોકોના દિલો પર રાજ કરી લીધું. ઉર્વશી તે અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ છે જેને સુંદર દેખાવા માટે મેકઅપની જરૂર નથી પડતી.

 

View this post on Instagram

 

Sisters 💜 #cozydinners #family #holidayseason #onlylove

A post shared by KK (@therealkarismakapoor) on

3. કરિશ્મા-કરીના કપૂર:

કપૂર ખાનદાનની બંન્ને દીકરીઓ કરિશ્મા અને કરીના કપૂરની પ્રાકૃતિક સુંદરતાના તો દરેક કોઈ દીવાના છે. મેકઅપ હોય કે ન હોય બંન્ને બહેનોની સુંદરતા એકદમ કમાલ છે. કરીના કપૂર ઘણીવાર પોતાની નો મેકઅપ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી ચુકી છે.

 

View this post on Instagram

 

💋#chhapaakpromotions

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

4. દીપિકા પાદુકોણ:

દીપિકા પાદુકોણ મેકઅપ વગર પણ ખુબ જ સુંદર દેખાય છે. તેની સુંદરતાના આજે ભલભલા દીવાના છે. દીપિકાને સુંદર અને આકર્ષક દેખાવા મેકઅપની બિલકુલ પણ જરૂરિયાત નથી.

 

View this post on Instagram

 

Tere liye rehti hoon besabar sabar ✨ @shotbynuno @lakshmilehr @marcepedrozo

A post shared by Nora Fatehi (@norafatehi) on

5. નોરા ફતેહી:

નોરા ફતેહીએ ખુબ ઓછા સમયમાં બોલીવુડમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. પોતાના ડાન્સ માટે ફેમસ નોરા અમુક ફિલ્મોમાં આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે. દર્શકોને પણ નોરાનો ડાંસ ખુબ પસંદ આવે છે. નોરાના ડાંસની સાથે સાથે તેની સુંદરતા પણ લાજવાબ છે. નોરાને સુંદર દેખાવા માટે મેકઅપની જરૂર પણ નથી પડતી. મેકઅપ વગર નોરા પરીથી ઓછી નથી લાગતી.

6. તમન્ના ભાટિયા:

તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમન્ના સાથે ફિલ્મો કરવાની તમન્ના દરેક કોઈ રાખે છે. જો કે તમન્નાએ બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમન્નાને તેની ફિલ્મો કરતા વધારે તેની સુંદરતા માટે જાણવામાં આવે છે. તમન્નાની સ્કિન એટલી ક્લિયર અને ચમકદાર છે કે તે મેકઅપ વગર પણ સુંદર દેખાય છે. આ સિવાય તમન્ના મિલ્ક બ્યુટીના નામે પણ ઓળખવામાં છે.

 

View this post on Instagram

 

soul full of sunshine 🌻

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

7. આલિયા ભટ્ટ:

આલિયા ભટ્ટ ઘણીવાર પોતાની મેકઅપ વગરની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચુકી છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. આલિયાની ફિલ્મ ‘હાઇવે’માં તેનો પ્રાકૃતિક લુક જોવા મળ્યો હતો. મેકઅપ વગર આલિયા કોઈ પરીથી ઓછી નથી લાગતી.

8. નરગીસ ફખરી:

ફિલ્મ રૉકસ્ટારની અભિનેત્રી નરગીસ ફખરીનો ચેહરો ખુબ જ આકર્ષિત છે. મેકઅપ વગર પણ નરગીસ ખુબ જ સુંદર દેખાય છે, આ સિવાય તેના હોંઠ તેને વધારે આકર્ષિત બનાવે છે.